માતાનો વલોપાત, શાળાને કારણે મારી દીકરીનો જીવ ગયો, હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ક્લાસરૂમમાં બેસાડી રાખી..
Gujarat Weather : રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થિનીનું હાર્ટઅટેકથી મૃત્યુ થતાં તેની માતાનો ગંભીર આરોપ... માતાએ કહ્યું, સ્કૂલ યુનિફોર્મના ભાગરૂપે ફરજિયાત પહેરાવાતા સ્વેટરના લીધે દીકરીનું લોહી જામી જતાં થયું મૃત્યુ... આજે ZEE 24 કલાક પૂછશે સવાલ- કાતિલ ઠંડીમાં સ્કૂલનું સ્વેટર કેટલું સુરક્ષિત?
Trending Photos
Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટમાં જસાણી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ અંગે ઝી 24 કલાક દ્વારા વિદ્યાર્થિનીના પરિવારજનો સાથે ખાસ વાત કરી. જેમાં દીકરી ગુમાવનાર માતાએ રડમસ ચહેરે જણાવ્યું કે તેમની દીકરી પહેલાંથી જ સ્વસ્થ હતી. ઠંડીનું જાહેરનામું છતાં સ્કૂલના સમયમાં ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો. સાથે જ શાળા પર માતાએ આક્ષેપ લગાવતાં કહ્યું કે, દીકરીની તબિયત ખરાબ થઈ ત્યારે પણ સ્કૂલ સંચાલકોએ તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ક્લાસરૂમમાં બેસાડી રાખી હતી.
રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેકથી મૃત્યુ થયું તેનાથી તમામ વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. જે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું છે તેની માતાએ કહ્યું છે કે તેમની દીકરીને નખમાં પણ રોગ નહોતો. પરંતુ કાતિલ ઠંડીના કારણે તેના શરીરનું લોહી જામી ગયું અને તેના કારણે આઠમા ધોરણની વિદ્યાર્થિનીને ચાલુ ક્લામાં હાર્ટએટેક આવતાં તેનું મૃત્યુ થયું છે. તેની માતાએ સ્કૂલ પર આરોપ મૂક્યો કે, મારી દીકરીના મૃત્યુ માટે જસાણી સ્કૂલ જવાબદાર છે. કેમ કે, જસાણી સ્કૂલના સંચાલકોએ નક્કી કરેલું એ સ્વેટર પહેરવું બાળકો માટે મજબૂરી બની ગયું છે. વિદ્યાર્થીઓને આવી કાતિલ ઠંડીમાં રક્ષણ આપવા માટે શાળાએ નક્કી કરેલું સ્વેટર સક્ષમ નથી.
આ પણ વાંચો :
વિદ્યાર્થીનીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમની દીકરી પહેલાથી જ સ્વસ્થ હતી. ઠંડીના લીધે અગાઉથી જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે પરંતુ સ્કૂલ દ્વારા કાતિલ ઠંડી પડી રહી હોવા છતાં પણ ટાઈમિંગમાં ફેરફાર કરવામાં નહોતો આવ્યો. શાળા સંચાલકો દ્વારા ફરજિયાત તેના ડ્રેસકોડ મુજબનું જ સ્વેટર પહેરવા માટેનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. અમારી દીકરીની તબિયત જ્યારે ખરાબ થઈ ત્યારે સ્કૂલ સંચાલકો તેને હોસ્પિટલ લઈ જવાને બદલે ક્લાસરૂમમાં જ બેસાડી રાખી હતી. અમને આ ઘટનાની જાણ થઈ એટલે અમે તુરંત જ સ્કૂલે પહોંચ્યા અને દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અમારી દીકરી સ્વસ્થ હતી એટલે જ તેને સ્કૂલે મોકલવામાં આવી હતી. આ તો સ્કૂલ ઉપર છાંટા ઉડિયા એટલે અમારી દીકરીની બીમારીના નામે પોતાનો બચાવ કરી રહી છે.
તો બીજી તરફ, આ બનાવ અંગે જી 24 કલાક દ્વારા વાલીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં વાલીઓએ જણાવ્યું હતું કે સારું શિક્ષણ આપવું જરૂરી છે નથી જરૂરી કે સ્વેટર કેવા પહેરાવા? જ્યારે આવી કાતિલ ઠંડી પડે ત્યારે ઠંડીથી રક્ષણ આપે તેવા સ્વેટર કે જેકેટ પહેરાવા જોઈએ. સ્કૂલના સમયમાં ફેરફાર કરવાનો પરિપત્ર હોવા છતાં શહેરના તમામ શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી સમયમાં ફેરફાર કરી રહ્યા નથી. મારી દીકરી નર્સરીમાં અભ્યાસ કરે છે પરંતુ આ બનાવથી હું ડરી ગયો છું અને જ્યાં સુધી ઠંડી ઓછી નહીં થાય ત્યાં સુધી હું મારી દીકરીને ભણવા માટે નહીં મોકલું.
મહત્વનું છે કે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ કાતિલ ઠંડી પડી રહેલી હોવાના લીધે અઠવાડિયા પહેલા જ શાળા સંચાલકોને સમયમાં ફેરફાર કરવાની સૂચના આપી દીધી હતી... જોકે જિલ્લા શિક્ષણ અધિકારીના સૂચનાની કોઈએ અમલવારી કરી ન હતી..
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે