રાજકોટમાં પત્રકાર-પોલીસ પર હુમલો કરનાર 29 આરોપીઓની ધરપકડ

રાજકોટમાં પત્રકાર અને પોલીસ પર હુમલો કરનાર 5 સહિત 29 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટન રેન્જ આઈજી સંદિપ સિંઘે પોલીસ કર્મી પર હુમલો કરવા મામલે  પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં માહિતી આપી હતી કે, પોલીસે 29 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. રાયોટિંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલો અને હત્યાના પ્રયાસો અંગેની કલમ નોંધી તપાસ હાથ ધરી છે. આઈપીસી કલમ 143, 147, 148, 149, 325, 332, 337, 338, 307, 395  સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જાહેર મિલકત નુકશાન બદલ કાર્યવાહી કરવામાં આવી છે. 

રાજકોટમાં પત્રકાર-પોલીસ પર હુમલો કરનાર 29 આરોપીઓની ધરપકડ

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ ગોંડલ હાઇવે પર સવારના 7.30 વાગ્યા અરસામાં શાપર વેરાવળ નજીક રસ્તા પર શ્રમિકોના ટોળા એકઠા થયા હતા. આ ટોળાઓએ કાયદો હાથમાં લઇ રસ્તે જતા લોકોના વાહનોમાં તોડફોડ કરી પત્રકાર હાર્દિક જોષી અને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા તેમજ તેમના કમાન્ડો સહિત 3 પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાએ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયરની સાથે છેલ્લા 54 દિવસથી પરિવારની ચિંતા કર્યા વગર જતા મીડિયા કર્મી પર જીવલેણ હુમલો કરી તેમના કેમેરાની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે વીડિયોના આધારે 29 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. 

લોકડાઉન-4 પહેલા ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11380 પર પહોંચી ગયો 

પોલીસ અને પત્રકાર ઉપર હુમલો કરનારનો વીડિયો આવ્યો સામે
વહેલી સવારના સમયે ટોળાએ પોલીસ અને પત્રકાર પર હુમલો કર્યો હતો. જેમાં પત્રકાર હાર્દિક જોશીને માથાના ભાગે ગંભીર તેમજ હાથ પગના ભાગે ઈજા પહોંચી છે. તેઓ ઘટના સ્થળે જ લોહીલુહાણ થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાદ આજે બપોરના સમયે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં પત્રકાર હાર્દિક જોષીને ટોળાએ બેરહેમીથી માર માર્યો હોવાનું સ્પષ્ટ જણાતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનામાં કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

મુખ્ય 5 સહિત 29 આરોપીની પોલીસે કરી ધરપકડ

શાપર ખાતે પોલીસ અને પત્રકાર પર હુમલાના  બનાવમાં પોલીસે અત્યાર સુધી મુખ્ય 5 સહિત 29 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી પૈકી નર્બદ ધર્મપાલ વાળંદ, રામનાથ રાઠોર, સંદીપ શ્રીવાસ્તવ, ધર્મેન્દ્ર શ્રીવાસ અને ભગવતીચરણ શ્રીવાસ આ 5 મુખ્ય આરોપી છે. જેઓએ પત્રકાર અને પોલીસ પર હુમલો કર્યો હતો અને અન્ય લોકોને ઉશ્કેરતા હોવાનું વીડિયોમાં જણાઇ આવતા પોલીસે તુરંત ધરપકડ કરી છે. તેમના વિરૂધ્ધ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા અને લૂંટ, ધાડ, જાનથી મારી નાખવાનો પ્રયાસ બદલ IPC કલમ 143 , 147 , 148 , 149 , 325 , 332 , 337 , 338 , 307 , 395  સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી પાસા હેઠળ કાર્યવાહી કરવા અંગે તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news