આ તે કેવુ સ્માર્ટ સિટી!!! રાજકોટમાં 'બત્તી' ગુલની PGVCLમાં 30,966 ફરિયાદ, પણ નિવેડો નહિ

આ તે કેવુ સ્માર્ટ સિટી!!! રાજકોટમાં 'બત્તી' ગુલની PGVCLમાં 30,966 ફરિયાદ, પણ નિવેડો નહિ
  •  સૌરાષ્ટ્રમાં PGVCL રેન્કિંગ પદ્ધતિથી ફરિયાદનું કરશે નિવારણ
  • 13000 વિજકર્મીઓ છતાં વીજ પુરવઠો ગુલ થવાની 70414 ફરિયાદો

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ શહેરનો ભલે સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો હોય, તેમ છતાં PGVCLના કંટ્રોલ રૂમમાં રાજકોટ શહેરમાં 30,966 ફરિયાદો નોંધાઈ છે. ફરિયાદોનું નિવારણ લાવવા માટે હવે PGVCL રેન્કિંગ પદ્ધતિ અમલમાં લેવા માટે જઇ રહ્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 13000 કર્મચારીઓ હોવા છતાં વીજ પુરવઠો ઠપ્પ થવાની 70414 ફરિયાદ નોંધાઈ છે.

પશ્ચિમ ગુજરાત વિદ્યુત લિમિટેડ કંપની(PGVCL)ના સૌરાષ્ટ્ર-કચ્છમાં 12 સર્કલ, 45 ડિવિઝન અને 247 સબ ડિવિઝન આવેલા છે. જેમાં 13000 કર્મચારીઓ ફરજ બજાવે છે. છતાં સૌથી વધુ વીજ પુરવઠો ગુલ થવાની ફરિયાદો આવે છે. લોકોની ફરિયાદનું નિરાકરણ આવતા કલાકો વીતી જાય છે. જેથી PGVCLના મેનેજીંગ ડાયરેકટર ધિમંત વ્યાસે લોકોની ફરિયાદનું નિરાકરણ વહેલું થાય તે માટે તમામ ડિવિઝનો અને સબ ડિવિઝનોને રેન્કિંગ આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં એક વર્ષમાં 70414 ફરિયાદ માત્ર બત્તી ગુલની નોંધાઈ છે. 

કર્મચારીઓને PGVCL કામના કલાકો મુજબ ઇનસેન્ટીવ આપશે

PGVCLના મેનેજીંગ ડાયરેકટર ધિમંત વ્યાસે કર્મચારીઓને કામના કલાકો મુજબ ઇનસેન્ટીવ આપવાની જાહેરાત કરી છે. જેની પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે લોકોની ફરિયાદોનું વહેલી તકે નિરાકરણ થાય. ઘણા એવા કર્મચારીઓ છે કે જે માત્ર સરકારનો પગાર જ ખાઈ રહ્યા છે. જ્યારે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે માત્ર સમય જ પસાર કરતા જોવા મળે છે. આવા કર્મચારીઓએ હવે ચેતી જવાની પણ જરૂર છે. 

કયા સર્કલમાં કેટલી લાઈટ ગુલની ફરિયાદ

  • રાજકોટ શહેર - 30966
  • રાજકોટ O&M - 5000
  • જામનગર - 10895
  • ભાવનગર - 8324
  • જૂનાગઢ - 4525
  • અમરેલી - 6831
  • સુરેન્દ્રનગર - 3560
  • મોરબી - 2543
  • પોરબંદર - 3112

કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ ફરિયાદો

પીજીવીસીએલ નવનિયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર ધીમંત વ્યાસ પાસે પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓ  પણ ફરિયાદો આવી રહી છે. નવા જોડાણ માટે એક એક મહિના સુધી કોઈ જ જવાબ અધિકારીઓ આપતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રકારની ફરિયાદોની પીજીવીસીએલ કચેરીમાં કોઈ નોંધ લેતું ન હોવાને કારણે ફરિયાદોના ડગલા થયા છે. આવી ફરિયાદોના નિકાલ માટે પીજીવીસીએલ દ્વારા નવી સિસ્ટમ અપનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news