દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારી-વલસાડ-સુરતમાં કમર સુધીના પાણીમાં લોકો ફસાયા

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 188 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16.5 ઈંચ નોંધાયો છે. ખંભાતમાં 15 ઈંચ, ઓલપાડમાં 13 ઈંચ વરસાદ, વઘઇમાં 12 ઈંચ, માંગરોળમાં 11 ઈંચ તેમજ વાંસદા, વાપી અને કપરાડામાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારી-વલસાડ-સુરતમાં કમર સુધીના પાણીમાં લોકો ફસાયા

સુરત :ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 188 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16.5 ઈંચ નોંધાયો છે. ખંભાતમાં 15 ઈંચ, ઓલપાડમાં 13 ઈંચ વરસાદ, વઘઇમાં 12 ઈંચ, માંગરોળમાં 11 ઈંચ તેમજ વાંસદા, વાપી અને કપરાડામાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

  • બારડોલી 3 ઇંચ
  • કામરેજ 8 ઇંચ
  • ચોર્યાશી 4 ઇંચ
  • મહુવા 5 ઇંચ
  • માંડવી 7 ઇંચ
  • માંગરોળ 11 ઇંચ
  • ઓલપાડ 13 ઇંચ
  • પલસાણા 3 ઇંચ
  • સુરત સિટી 6 ઇંચ
  • ઉમરપાડા 16.5 ઇંચ

કિશોર કુમાર, બોલિવુડના એવા સિંગર જેમણે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે પંગો લીધો હતો

નવસારીમાં કાવેરી અને અંબિકા નદી ગાંડીતૂર
ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નવસારીની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. નવસારીમાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. તો ઉપરવાસના વરસાદને લઈ ચીખલીની કાવેરી નદીમાં આવેલ પૂરના પાણી રીવરફ્રન્ટ ઉપર ફરી વળતા રિવરફ્રન્ટને લોકો માટે બંધ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોનુ સ્થાળાંતર કરવામાં આવી રહ્યુ છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને નદી કિનારે ન જવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. પરંતુ જો ઉપરવાસમાં સતત વરસાદ વરશસે તો પરિસ્થિતિ વધુ ગંભીર થતી જશે. ત્યારે પોલીસનો સ્ટાફ પણ તમામ જગ્યાએ ખડકી દઈ લોકોને પાણીની નજીક જતા રોકવામાં આવી રહ્યા છે.

સુરતનું કઠોદરા ગામ સંપર્ક વિહોણુ
સુરતના ઓલપાડમાં 16.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. કિમથી કઠોદરા જવાના માર્ગ પર કમર જેટલા પાણી ફરી વળ્યાં છે. કઠોદરા ગામથી કોસંબા જવાના માર્ગ પર આવેલ લો-લેવલ બ્રિજ પર કિમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જેને કારણે કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે. ભારે વરસાદને પગલે રોયલ પાર્કના પાંચ પરિવારને ગુડ શેફર્ડ સ્કૂલમાં ખસેડાયા હતા. પરિવારમાં 1 અને 3 માસના બાળકો હોવાથી પરિવાર ચિંતામાં ડૂબ્યુ હતું. આ પરિવાર ગઈકાલથી ભૂખ્યું છે. ત્યારે સ્થાનિક તંત્રે તેમને રેસ્ક્યૂ કર્યું હતું. હાલ તંત્ર દ્વારા બાળકોની તબીબી તપાસ કરવામાં આવી હતી, અને પરિવારજનોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
સુરત ઉપરાંત વલસાડ, વાપી, વઘઈ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ અને નવસારીમાં ખાબક્યો છે. ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી હજી તેની ભયજનક સપાટીએ વહી રહી છે. વલસાડનો બંદર રોડ અને કૈલાસ રોડનો બ્રિજ હજી પણ બંધ છે. ઔરંગા નદીમાં ઉપરવાસમાં વરસાદને પગલે નદીના બંને બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. નદીનું પાણી પટ છોડી અનેક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ભાગડાવાડા, કાશ્મીર નગર, તરિયાવાડ, બરૂરિયાવાડ, ધમડાચી, નનાલીલાપોર જેવા વિસ્તારોમાં હજી વરસાદી પાણી ઓસર્યા નથી. નદીની સપાટી જોતા વલસાડના નીચાણવાળા વિસ્તારો લોકો સાવચેત રહેવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 
ત્યારે એક એનડીઆરએફની ટીમ અને પાલિકા તેમજ પોલીસની ટીમ એલર્ટ મોડ પર છે. સમગ્ર પરિસ્થિતિ પર વલસાડ જિલ્લા કલેક્ટરે મોડી રાત્રે મીટિંગનું આયોજન કર્યું હતું. બીજી તરફ, નવસારીમાં પૂર્ણા નદીનું જળ સ્તર વધતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાના શરૂ થયા છે. વિજલપોર શહેર સહિત અનેક વિસ્તારો જળબંબાકાળ બન્યા છે. નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ કરાયા છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 17 તાલુકાઓમાં 8 ઈંચ કે તેથી વધુ વરસાદ અનેક વિસ્તારોમાં નોંધાયો છે. રાજ્યના 22 તાલુકાઓમાં 4 ઈંચ થી 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો 20 તાલુકાઓમાં 3 થી 4 ઈંચ વરસાદ પડ્યો છે. અને 40 તાલુકાઓમાં 1 થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યના તમામ તાલુકાઓમાં 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. મૌસમનો કુલ વરસાદ 57 ટકા ગુજરાતમાં વરસી ચૂક્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news