હાઈ લા..આ શું નવું આવ્યું? આ પથ્થર ઓશિકા નીચે રાખીને સૂઈ જવાથી મહિલાઓ ગર્ભવતી થઈ જાય છે, જાણો કહાની
બાળકને જન્મ આપતી વખતે મહિલાઓ ઘણા કષ્ટ સહન કરે છે. ગર્ભાવસ્થા એક પ્રક્રિયા કુદરતી હોય છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કોઈ પથ્થર ઓશિકા નીચે રાખવાથી ગર્ભ ધારણ કરી શકાય છે તો સાચું માનો?
Trending Photos
બાળકને જન્મ આપવો એ દરેક મહિલાનું સપનું હોય છે. આ ગર્વની વાત તો છે જ પરંતુ સાથે સાથે એક ગર્વીલો અહેસાસ પણ છે. જ્યારે મહિલાઓને બાળકને જન્મ આપવામાં સમસ્યા આવતી હોય તો તે વિજ્ઞાનથી લઈને અંધવિશ્વાસ સુધીનો સહારો લેતા ખચકાતી નથી.
પોર્ટુગલમાં એક એવી માન્યતા છે કે જે એક ખાસ પથ્થર સાથે જોડાયેલી છે. જેને બર્થિંગ સ્ટોન કે બાળક પેદા કરનારો પહાડ કહે છે. આ પથ્થર અંગે એવો વિશ્વાસ છે કે તે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મદદ કરે છે. સમગ્ર દુનિયામાંથી મહિલાઓ આ ચમત્કારિક પથ્થર માટે પોર્ટુગલ આવે છે.
શું છે આ રહસ્યમય પહાડ પાછળનું રહસ્ય?
પોર્ટુગલમાં મધર-રોક નામનો એક વિશાળ પથ્થર છે. જે એક વિચિજ્ઞ માન્યતા સાથે જોડાયેલો છે. આ માન્યતા એવી ચોંકાવનારી છે કે તેને માનવું મુશ્કેલ થઈ શકે છે પરંતુ સ્થાિકો તેને સાચું માને છે. દૂર દૂરથી મહિલાઓ આ ખડક પાસે પ્રેગ્નેન્સીની આશા લઈને આવે છે. એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ તેના પથ્થરને પોતાના ઓશિકા નીચે રાખીને સૂઈ જાય તો તે તરત ગર્ભવતી થઈ જશે.
પહાડની લંબાઈ કેટલી?
ઉત્તરી પોર્ટુગલમાં પેડ્રાસ પેરિડીરાસ નામનો આ પહાડ છે જેને મધર રોક કે પ્રેગનેન્ટ સ્ટોન પણ કહેવામાં આવે છે. તે પહાડ જેવો લાગે છે જાણે નાના નાના શિશુ પથ્થરને જન્મ આપતો હોય. તે એક કિલોમીટર જેટલો લાંબો અને 600 મીટર પહોળો છે અને ગ્રેનાઈટના પથ્થરોથી બનેલો છે. તેની ટોચથી 2થી 12 સેન્ટીમીટરના પથ્થરો બહાર નીકળતા રહે છે. જે પર્વતના બાળકો જેવા લાગે છે. આ પથ્થરો લગભગ 300 મિલિયન વર્ષ જૂના હોવાની માન્યતા છે. તેની બહારની પરત બાયોટાઈટથી બનેલી છે. જે વરસાદ અને ઝાકળના પાણીને શોષી લે છે. જ્યારે આ પાણી જામે છે ત્યારે ખડક બેબી રોકના જેવો દેખાય છે. વૈજ્ઞાનિકો હજુ સુધી સમજી શક્યા નથી કે આ પથ્થરો મોટા પથ્થરમાંથી બહાર કેવી રીતે આવે છે. આ કુદરતી ઘટના લોકોને ચોંકાવે છે અને તેને ચમત્કારિક માનવામાં આવે છે.
પથ્થરને તકિયા નીચે રાખી સૂઈ જાઓ, તો ગર્ભવતી થશે મહિલાઓ?
સ્થાનિક લોકો આ પથ્થરોને પ્રજનનનું પ્રતિક માને છે. તેમનું માનવું છે કે જો કોઈ મહિલા ગર્ભવતી થવા માંગતી હોય તો તેણે પોતાના ઓશિકા નીચે એક પથ્થર રાખીને સૂવું જોઈએ. તેનાથી તેની ગર્ભાવસ્થા પાક્કી થશે. જો કે તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી પરંતુ લોકો દાવો કરે છે કે આવું સાચે થાય છે. દૂર દૂરથી મહિલાઓ આ પથ્થર માટે આવે છે અને ગર્ભાવસ્થા બાદ તેની પૂજા કરે છે. જો કે સરકારે આ પથ્થરો વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ આમ છતાં કેટલાક લોકો વેચે છે. આ માન્યતાના કારણે અહીં નાના નાના પથ્થરોની સંખ્યા ઘણી ઘટી ગઈ છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે