ભારતીય સેનાનો સંદેશ- 'પાકિસ્તાન સફેદ ઝંડો ફરકાવે અને ક્રુર BATના મૃતદેહો લઈ જાય'

ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને મૃતદેહો લઈ જવાની રજુઆત કરી છે. ભારતે પાકિસ્તાની સેનાને સંદેશ આપ્યો કે સફેદ ઝંડા સાથે સંપર્ક કરીને અંતિમ સંસ્કાર માટે મૃતદેહો લઈ જાઓ.

ભારતીય સેનાનો સંદેશ- 'પાકિસ્તાન સફેદ ઝંડો ફરકાવે અને ક્રુર BATના મૃતદેહો લઈ જાય'

શ્રીનગર: ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને મૃતદેહો લઈ જવાની રજુઆત કરી છે. ભારતે પાકિસ્તાની સેનાને સંદેશ આપ્યો કે સફેદ ઝંડા સાથે સંપર્ક કરીને અંતિમ સંસ્કાર માટે મૃતદેહો લઈ જાઓ. જો કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. અત્રે જણાવવાનું કે શનિવારે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની  બેટ ટીમના 5-7 સભ્યોને ઠાર કર્યા હતાં. બેટ કમાન્ડોના મૃતદેહો ભારતીય સરહદમાં છે. બંને તરફથી ચાલી રહેલા ફાયરિંગના કારણે મૃતદેહો ત્યાંથી હટાવી શકાયા નથી. આવામાં ભારતે પાકિસ્તાન સામે મૃતદેહો સન્માનપૂર્વક લઈ જવાની રજુઆત કરી છે. 

BAT પર સેનાની મોટી કાર્યવાહી
સેનાએ એલઓસી પર પાકિસ્તાનની બેટના 5-7 કમાન્ડો અને આતંકીઓનો ખાતમો કર્યો. આ  કાર્યવાહીની સાથે જ ભારતીય સેનાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જન્નતમાં ઘૂસશો તો સીધા જહન્નમમાં મોકલી દઈશું. આતંકીઓના મૃતદેહો હજુ પણ એલઓસી ઉપર જ પડ્યાં છે. સેનાએ માર્યા ગયેલા આતંકીઓની તસવીરો બહાર પાડી છે. આ અગાઉ પણ શોપિયા અને સોપોરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી. 2 દિવસમાં 4 આતંકીઓ ઠાર થયાં. 31 જુલાઈના રોજ રાતે BATએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. 

જુઓ LIVE TV

પાકિસ્તાનની BAT ટીમ આખરે શું છે?
BAT એટલે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ, એક એવી ટીમ જે ક્રુરતાની તમામ હદો પાર કરી નાખે છે. બેટ કમાન્ડો પર અનેકવાર ભારતીય સૈનિકોના મૃતદેહોને ક્ષત વિક્ષત કરવાનો આરોપ લાગતો રહ્યો છે. શહીદ હેમરાજનું માથું વાઢવાનો આરોપ પણ બેટ કમાન્ડો પર લાગ્યો હતો. આ ટીમમાં સેનાના કમાન્ડોની સાથે આતંકીઓ પણ સામલ હોય છે. 

બેટ ભારત-પાકિસ્તાન સરહદમાં એકથી ત્રણ કિલોમીટર અંદર ઘૂસીને હુમલાને અંજામ આપે છે. બેટ જ્યારે પણ સરહદ પર ભારતીય સેનાના જવાનોનો શિકાર કરવા નીકળે છે ત્યારે પાકિસ્તાની રેન્જર્સ તેમને કવર ફાયરિંગ આપતા હોય છે. પાકિસ્તાન આર્મી કેમ્પમાં બેટ કમાન્ડોની ટ્રેનિંગ થાય ચે. તેમને બરફ, પાણી, હવા, જંગલ, અને મેદાનમાં હુમલો કરવાની તાલિમ આપવામાં આવે છે. તેઓ પોતાની સાથે હાઈ એનર્જી ફૂડ લઈને ફરે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news