શ્રાવણ મહિનામાં ભોલેનાથને જળ ચઢાવવા માતા ગોદાવરી પોતે પહોંચ્યાં, જુઓ અદભૂત VIDEO
શ્રાવણ મહિનામાં બાબા ભોલેનાથના દરબારમાં ક્યારેક ક્યારેક અદભૂત નજારો જોવા મળતો હોય છે. આવું જ કઈંક નાસિક પાસેના ત્રંબકેશ્વર મંદિરમાં જોવા મળ્યું છે.
Trending Photos
મુંબઈ(ચેતન કોલાસ): શ્રાવણ મહિનામાં બાબા ભોલેનાથના દરબારમાં ક્યારેક ક્યારેક અદભૂત નજારો જોવા મળતો હોય છે. આવું જ કઈંક નાસિક પાસેના ત્રંબકેશ્વર મંદિરમાં જોવા મળ્યું છે. આ મંદિરમાં શનિવારે માતા ગોદાવરી પોતે બાબા વિશ્વનાથ શિવશંકરના ચરણ પખાળવા માટે પહોંચી ગયા હતાં. આ અદભૂત નજારો કેમેરામાં કેદ થઈ ગયો અને હવે દરેક જણ તે જોવા ઈચ્છી રહ્યાં છે. જેથી કરીને આ પાવન મહિનામાં આ દુર્લભ નજારો જોઈને મન તૃપ્ત થઈ શકે.
હકીકતમાં મહારાષ્ટ્રમાં ચોમાસાના વરસાદે કેર વર્તાવ્યો છે. નાસિક જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. નાસિકમાં આખી રાત થયેલા ભારે વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં. વરસાદના કારણે ત્રંબકેશ્વર મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું છે.
નાસિકના ત્રંબકેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 350 મિમી વરસાદ પડ્યો છે. ત્રંબકેશ્વર મંદિરની અંદર પાણી ઘૂસી ગયુ છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. મંદિરમાં દર્શન માટે રોજ હજારો લોકો આવે છે. નિફાડ વિસ્તારના સાયખેડા ગામના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રની અંદર પાણી ઘૂસી ગયા છે.
નાસિકમાં દારણા, કડવા, ભાવલી, ગંગાપૂર, પાલખેડ, વાલદેવી આ વિસ્તારમાં અલગ અલગ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે પાણી ભરાવવાની સમસ્યા વકરી છે. નિફાડ તાલુકાના ચાંદોરી, કરંજગામ અને શિંગવે ગામમાં વરસાદનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. સાયખેડા, ચાંદોરી ગામમાં પૂરની સ્થિતિ છે. પ્રશાસને લગભગ 100 પરિવારના 450 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડ્યા છે. પૂરના પાણીમાં ખેતી ધોવાઈ ગઈ છે. સાયરખેડા ગામનો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે