બપોર બાદ ગુજરાતમાં 'મેઘા'ની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર રૈયા રોડ, 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ, યુનિવર્સિટી રોડ અને ઢેબર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીરસોમનાથના કોડિનાર અને જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.

બપોર બાદ ગુજરાતમાં 'મેઘા'ની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?

Gujarat Heavy Rains: ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટમાં બપોર પછી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર રૈયા રોડ, 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ, યુનિવર્સિટી રોડ અને ઢેબર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીરસોમનાથના કોડિનાર અને જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મોરબીના ટંકારા, ગોંડલમાં પણ મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

જૂનાગઢમાં મેઘરાજા મહેરબાન
જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે પડેલા વરસાદમાં મધુરમ, મજેવડી દરવાજા, આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક અને તળાવ દરવાજા સહિતન વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠામાં વરસાદી માહોલ
બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના અલગ અલગ વિસ્તાર જેવા કે અમીરગઢ અને ઈકબાલગઢમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું..મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.

અંબાજીમાં બીજા દિવસે ધોધમાર
અંબાજીમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. દિવસભર ગરમી પછી બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.

મહીસાગર વરસાદ વરસતા ઠંડક પ્રસરી
મહીસાગરના સંતરામપુર પંથકમાં પણ ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે. સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા અને ગરમીથી આંશિક રાહત મળી છે.

વીસાવદરમાં ચાર ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વીસાવદરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના લીધે ગીરની સુંદરતામાં વધારો થયો છે. ભારે વરસાદથી નયનરમ્યો દ્રશ્યો પણ જોવા મળ્યા. આ દ્રશ્યો જોઈને લોકો મંત્રમુગ્ધ થયા.

ડાંગમાં આહ્લાદક દ્રશ્યો સર્જાયા
ડાંગ જિલ્લામાં વરસાદ વચ્ચે આહ્લાદક દ્રશ્યો સર્જાયા. તળેટીમાં ભારે ધુમ્મસ છવાતા નયનરમ્ય નજરો જોવા મળ્યો. ગિરિમથકની તળેટી વિસ્તારમાં લીલોતરી વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. તો સાપુતારામાં જાણે બરફના ડુંગરો બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કુદરતનો અદભુત નજારો માણીને પ્રવાસીઓ ખુશ-ખુશાલ થયા. ઉલ્લેખનીય છે કે ચોમાસું શરૂ થતાં જ ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

તલાલા શહેર ગ્રામ્ય પંથકમાં વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના તલાલા શહેર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ઘુસિયા, ધામનવા અને આંબલાસ સહિતના ગામોમાં સતત બીજે દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે.આજે ફરી એક વખત વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે.

નવસારીમાં બપોર પછી વરસાદી માહોલ
તો નવસારીમાં પણ બપોર પછી વરસાદી માહોલ જામ્યો. નવસારી શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું આગમન થતાં બફારાથી રાહત મળી. ગ્રીડ, જૂનાથાણા, લુન્સિકુઈ અને શહીદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news