Shocking...ગુજરાતના આ શહેરમાં ઘર લેવું હવે સપનું બની જશે! ફક્ત 3 મહિનામાં 13% ભાવ વધ્યા
Gujarat Property News: એક રિપોર્ટ મુજબ દેશના સાત મુખ્ય શહેરોમાં મકાનના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તેમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીમાં મોટો કડાકો આવ્યો છે. રિપોર્ટમાં તેના કારણોનો પણ ઉલ્લેખ કરાયો છે. જો તમે ઘર ખરીદવાનું વિચારતા હશો તો તમે પણ ચોંકી જશો.
Trending Photos
રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે તેજી જોવા મળી રહી હતી તે હવે લાગે છે કે ધીરે ધીરે શાંત થતી જોવા મળી રહી છે. એક રિપોર્ટ મુજબ દેશના સાત મુખ્ય શહેરોમાં મકાનના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તેમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીમાં મોટો કડાકો આવ્યો છે. રિપોર્ટમાં તેના કારણોનો પણ ઉલ્લેખ કરાયો છે. જો તમે ઘર ખરીદવાનું વિચારતા હશો તો તમે પણ ચોંકી જશો. રિપોરટ્માં 2024ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન સુધીના આંકડા આપવામાં આવ્યા છે.
ગુરુવારે જાહેર થયેલા રિપોર્ટમાં રિયલ એસ્ટેટ સલાહકાર એનારોકને ટાંકીને જણાવ્યું છે કે દેશના સાત મુખ્ય શહેરોમાં એપ્રિલથી જૂનમાં મકાનોનું વેચાણ વાર્ષિક આધારે પાંચ ટકા વધીને લગભગ 1.2 લાખ થયું. પરંતુ કિંમતોમાં ઉછાળાના કારણએ માંગમાં ગત ત્રિમાસિકની સરખામણીમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હાઉસિંગ માર્કેટના આ આંકડા એપ્રિલ-જૂન ત્રિમાસિકના છે.
ગત વર્ષ કરતા વેચાણમાં વધારો
એનારોકના જણાવ્યાં મુજબ એપ્રિલ-જીન 2024માં સાત મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ વાર્ષિક આધાર પર પાંચ ટકા વધીને 1,20,340 યુનિટ્સ રહે તેવો અંદાજો છે જે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં 1,15,090 યુનિટ્સ હતું. જો કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકની સરખામણીમાં વેચાણમાં આઠ ટકાના ઘટાડાનું અનુમાન છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 1,30,170 યુનિટ્સ વેચાયા હતા.
વેચાણ ઘટવાનું શું કારણ?
એનારોકના ચેરમેન અનુજ પુરીના જણાવ્યાં મુજબ રહેણાંક ઘરોના વેચાણમાં ત્રિમાસિક આધાર પર ઘટાડા પાછળ એક વર્ષમાં સંપત્તિની કિંમતોમાં ઉલ્લેખનીય વૃદ્ધિના કારણો છે. વાર્ષિક આધાર પર દિલ્હી (એનસીઆર), મુંબઈ (એમએમઆર), બેંગ્લુરુ, પુણે, હૈદરાબાદમાં વેચાણમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ચેન્નાઈ અને કોલકાતામાં માંગમાં ઘટાડો આવ્યો છે.
તાબડતોબ વધી રહ્યા છે ભાવ
એક મીડિયા રિપોર્ટમાં રિયલ એસ્ટેટ સલાહકાર કોલિયર્સ ઈન્ડિયા અને ડેટા એનાલિટિક કંપની લિયાસેસ ફોરાસને ટાંકીને કહેવાયું છે કે દેશના 8 મુખ્ય શહેરોમાં પ્રોપર્ટીની કિંમત સતત વધી રહી છે. ફક્ત 3 મહિનાની અંદર કિમતોમાં 19 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. બેંગ્લુરુમાં સૌથી વધુ 19 ટકા ભાવ વધ્યા છે. દિલ્હી એનસીઆરમાં 16 ટકા તો અમદાવાદ અને પુણેમાં 13 ટકા મોંઘી થઈ છે. આ ઉપરાંત હૈદરાબાદમાં 9ટ કા, મુંબઈમાં 6 ટકા અને કોલકાતામાં 7 ટકા જ્યારે ચેન્નાઈમાં 4 ટકા ભાવ વધ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે