કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
Groundnut Oil prices Hike Again : જુલાઈની શરૂઆતથી જ લોકોના ઘરનું બજેટ તેવા સમાચાર આવ્યા છે, રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ તથા સોયા તેલના ભાવ આસમાને પહોચ્યા
Trending Photos
Groundnut Oil Prices રાજકોટ : ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા, પામતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાદ્યતેલોના ભાવમાં 20 રૂપિયાથી 40 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. તો સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો કરાયો છે.
રાજકોટમાં ખાદ્યતેલના ભાવ ફરી ઉંચકાયા છે. સિંગતેલ, કપાસિયા, પામ ઓઇલ, સોયાતેલના ભાવમાં રૂ.20 થી 40 સુધી વધારો કરાયો છે. આ ભાવવધારા અંગે વેપારીઓનું કહેવું છે કે, વરસાદની શરૂઆત થતાની સાથે જ પિલાણ બંધ થતાં તેલના ભાવમાં ભડકો થયો છે.
કયા તેલમાં કેટલો વધારો થયો
- સિંગતેલના ભાવમાં રૂ. 30નો વધારો, ડબ્બો 2560 રૂપિયા થયો
- કપાસિયા તેલમાં પણ રૂ. 30નો વધારો, ડબ્બો 1690 થયો
- પામ ઓઇલમાં રૂ. 20નો વધારો, ડબ્બો 1670 થયો
- સોયાતેલના ભાવમાં રૂ. 40નો વધારો, ડબ્બો 1700 રૂપિયા થયો
જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.
ખાદ્યતેલના ભાવ વધારા અંગે સિંગતેલના વેપારી ભાવેશ પોપટે માહિતી આપતા જણાવ્યું કે, સિંગતેલના ભાવમાં 35 થી 40 રૂપિયાનો વધારો થયો છે. ચોમાસાના કારણે પીલાણબરની મગફળીની આવક ઓછી થઈ છે. નબળી ક્વોલિટીના તેલની ચાઇનામાં નિકાસ થઈ છે. સીંગતેલ, કપાસિયા તેલમા મેં અને જૂન મહિનામાં 150 રુપિયાનો ઘટાડો થયો હતો.
સીંગતેલના વેપારીએ કહ્યું કે, આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. રાજકોટ, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં મગફળીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર વધુ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે