5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર

આજના સમયમાં કાર લોકોની જરૂરીયાત બની ગઈ છે. પરિવારને કારણે 7-સીટર કારની ડિમાન્ડ ખુબ વધી રહી છે. આજે અમે તમને સસ્તી અને સારી માઇલેજ આપતી સેવન સીટર કાર વિશે માહિતી આપીશું. 

5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર

નવી દિલ્હીઃ મોટા પરિવાર માટે વધુ સીટોવાળી MPV સેગમેન્ટની ગાડીઓ સૌથી સારી સાબિત થાય છે. આજે અમે તમને એવી સસ્તી 7-સીટર કાર વિશે જણાવીશું જે ઓછી કિંમતમાં સારી માઇલેજ આપે છે. 

Kia Carens
કિઆ કારેન્સ 1.5 લીટર પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે આવે છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 16 કિમી અને ડીઝલ વેરિએન્ટ 20 કિમી/લીટર સુધીની માઇલેજ આપે છે.

તેમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ, 6 એરબેગ, ક્રૂઝ કંટ્રોલ, બીજી લાઇનમાં ઓટો ફોલ્ડિંગ સીટ, એમ્બીએન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ મળે છે.

મારૂતિ અર્ટિગા, કિંમત 8.69 લાખ
મારૂતિ અર્ટિગામાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન મળે છે અને તે સીએનજી વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 20 કિમી/લીટર અને સીએનજી વેરિએન્ટ 26.11 કિમી સુધીની માઇલેજ આપે છે.

અર્ટિગામાં 7 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, પેડલ શિફ્ટર્સ, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક હેન્ડલેપ, ડુઅલ એરબેગ, EBD ની સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), હિલ હોલ્ડ એસિસ્ટ જેવા ફીચર્સ મળે છે. 

Renault Triber
Triber માં 1-લીટરની ક્ષમતાનું નેચરલ એસ્પિરેટેડ અને ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિન મળે છે. આ કાર 19 કિમી/લીટરની માઇલેજ આપે છે.

તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 એરબેગ, થર્ડ રોમાં પણ એસી વેન્ટ્સ, એલઈડી ટર્ન ઈન્ડિકેટર્સ, માઉન્ટેડ સ્ટીયરિંગ વ્હીલ, રિયર પાર્કિંગ સેન્સર અને રિયર વ્યૂ કેમેરા મળે છે.

Maruti Eeco, કિંમત 5.32 લાખ
Maruti Eeco માં 1.2 લીટરની ક્ષમતાનું K-Series ડુઅલ-જેટ વીવીટી પેટ્રોલ એન્જિન મળે છે. પેટ્રોલ મોડમાં આ કાર 19.71 કિમી/લીટર અને સીએનજીમાં 26.78 કિમીની માઇલેજ આપે છે. 

મારૂતિ ઇકો 5 સીટર અને 7 સીટર બંનેમાં આવે છે. તેમાં 11 સેફ્ટી ફીચર્સની સાથે ઇલ્યુમિનિટેડ હઝાર્ડ લાઇટ, ડુઅલ એરબેગ, એન્જિન ઇમોબિલાઇઝર જેવી સુવિધાઓ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news