ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી

Government Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
 

ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી

gujarat government : તાજેતરમાં TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. 

શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે. કુલ ૧૮૫૨ જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજુરી અપાઈ છે. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. Tet અને ctet પાસ થયેલ વિધાર્થીઓની ભરતી થશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 29, 2024

 

TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી કરાશે
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

 

વાલીઓ પણ રસ લે તે જરૂરી છે.

— Hasmukh Patel (@Hasmukhpatelips) June 28, 2024

 

સારા શિક્ષકોને પ્રોત્સાહિત કરો અને કામ કરનારાને દંડો 
તો બીજી તરફ, રાજ્યના આઈપીએસ અધિકારી હસમુખ પટેલે શાળા પ્રવેશ ઉત્સવ ઉપર ટ્વિટ કર્યું છે. જેમાં સારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા અને કામ ન કરનાર શિક્ષકોને દંડવાની વાત આ ટ્વિટમાં કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, દર વખતની જેમ આ વખતના શાળા પ્રવેશોત્સવ વખતે પણ જોયું કે શિક્ષણની ગુણવત્તામાં શિક્ષકનો સૌથી મોટો ફાળો છે. શિક્ષણમાં પરિણામ જોઈતું હશે તો સારું કામ કરનારને બિરદાવવા પડશે અને કામ ન કરનારને દંડવા પડશે.‌ વાલીઓ પણ રસ લે તે જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news