એડવાન્સમાં જન્માષ્ટમી ભારે પડી! ગીરસોમનાથના મહિલા PSI જુગાર રમતા સસ્પેન્ડ કરાયા

જુગારધામ કેસઃ ગીર સોમનાથના મહિલા PSI સરોજ વાવૈયા સસ્પેન્ડ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સસ્પેન્ડના આપ્યા આદેશ અપાયા છે.

એડવાન્સમાં જન્માષ્ટમી ભારે પડી! ગીરસોમનાથના મહિલા PSI જુગાર રમતા સસ્પેન્ડ કરાયા

ઝી બ્યુરો/ગીરસોમનાથ: ગીર સોમનાથના મહિલા PSI સરોજ વાવૈયા સસ્પેન્ડ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢ LCBની ટીમે ગીર સોમનાથના મહિલા PSI સરોજ વાવૈયાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સસ્પેન્ડના આદેશ આપ્યા હતા. જે મામલે તાત્કાલિક અસરથી મહિલા PSI સરોજ વાવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના મહિલા સુરક્ષા વિભાગના PSIને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે PSI સરોજ વાવૈયા થોડા દિવસ અગાઉ રજા લઈને પોતાના વતન પાદરિયા ગામે ગયા હતા. જ્યાં ગામમાં ચાલી રહેલા જુગારધામમાં પોતાનું નસીબ અજમાવવા જતાં દુર્ભાગ્યવશ જૂનાગઢ LCBની ટીમે રેડ કરી હતી. આ રેડમાં મહિલા PSI સરોજ વાવૈયા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. બીજી બાજુ રેડ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.

બીજી બાજુ, આ ઘટનાની જાણ જૂનાગઢ પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને કરવામાં આવતા મોટી કાર્યવાહી કરાઈ હતી. ગીર સોમનાથ પોલીસ વડાએ તાત્કાલિક અસરથી મહિલા PSIને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે પણ ચિમકી ઉચ્ચારી છે.

તમને જણાવી દઈએ કે  ગીર સોમનાથના મહિલા સુરક્ષા વિભાગમાં મહિલા PSI છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news