ગુજરાતમાં ખૂંખાર ગેંગ ઝડપાઈ! ઓળખ છુપાવવાથી લઈ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણી માથું ખંજવાળશો!

સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં નાનકસિંહ સીકલીગરે તેના પુત્ર-ભત્રીજા સાથે ઘરફોડ અને વાહનો ચોર્યા સાથે સીકલીગરની ઓળખ છુપાવવા માથા પર વીગ પહેરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે.

ગુજરાતમાં ખૂંખાર ગેંગ ઝડપાઈ! ઓળખ છુપાવવાથી લઈ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણી માથું ખંજવાળશો!

ચેતન પટેલ/સુરત: સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં નાનકસિંહ સીકલીગરે તેના પુત્ર-ભત્રીજા સાથે ઘરફોડ અને વાહનો ચોર્યા સાથે સીકલીગરની ઓળખ છુપાવવા માથા પર વીગ પહેરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. જેના કારણે 22 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલાયો છે. એવો ખુલાસો થયો છે કે રાત્રીના સમયે મંકી કેપ તથા વિક પહેરીને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. તેઓની પાસેથી કાર, બાઇક, તથા સોનાના મુદ્દામાલ મળી કુલ 4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

માથા ઉપર કેશવાળીને કારણે ઓળખાઇ નહિ જાય તે માટે માથા ઉપર નકલી વાળની વીક અને રેઇનકોટ પહેરીને ચોરી કરવા આવતી સીકલીગર ગેંગના ત્રણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતી. કુખ્યાત નાનકસિંહે તેના પુત્ર અને ભત્રીજા સાથે મળી 13 ઘરફોડ ચોરી અને સાત વાહન ચોરી કર્યાની કબુલાત કરી હતી. 

ગત અઠવાડિયે પીપલોદ અલખનંદા સોસાયટીમાં રહેતા જ્વેલર્સ દીપક પાડિયાના ઘરેથી રોકડા 12 હજાર તથા 2.32 લાખની કિંમતના 155 ગ્રામ સોનાના દાગીના મળી 2.44 લાખની મતા ચોરી થઇ હતી. પોલીસે સીસીટીવી ચેક કરતાં ત્રણ તસ્કરો માથે નકલી વીક અને રેઇનકોટ પહેરીને આવ્યા હતા. માથે નકલી વીક લગાવવાની શી જરૂર તેને લઇને પોલીસે તપાસ કરતાં આ ગેંગ માથે કેશવાળી બાંધતી સીકલીગર ગેંગ હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું. 

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ટીમ કામે લગાડી ભેસ્તાન પ્રિયંકાસીટીના કુખ્યાત નાનકસિંહ ઉર્ફે કુલદિપસિંહ બલ્લેસિંહ ઉર્ફે જોગીન્દરસિંહ ટાંક (સીકલીગર) અને તેના પુત્ર ઋત્વિક સીકલીગર અને ભત્રીજા જગવીરસિંહ ઉર્ફે જશબીરસિંહ રાજેશસિંહ ટાંકને ઝડપી લીધા હતા. આ ત્રિપુટીએ ત્રણ બાઇક, ચાર ઇકો ચોરી તેનો ઉપયોગ કરી ઉધના, કાપોદ્રા, ઉમરા, ચોકબજાર. સરથાણા, પૂણા, પાલ, ઉત્રાણ, લીંબાયત વિસ્તારમાંથી કુલ 13 ઘરફોડ ચોરી કરી હતી. 

આ ટોળકી રોકડ તો ઉપયોગમાં લઇ લેતી હતી, પરંતુ દાગીના કોઇને વેચવાને બદલે ફાયનાન્સ કંપનીમાં ગીરો મૂકી દેતી હતી. બેન્ક ઓફ બરોડાની વંથલી શાખામાં ૧૦ તોલા સોનું તથા મુથુટ ફાયનાન્સમાં ચોરીનું સોનું ગીરો મૂકી લોન લઇ લીધી હતી. પોલીસને ચોરીના સીસીટીવી મળી આવ્યા હતા. જેમાં ચોરો માથા ઉપર નકલી વિગ પહેરીને આવ્યા હતા. તે જોતાં આ ગેંગ પોતાની ચોક્કસ ઓળખ છુપાવવાનો પ્રયત્ન કરતી હતીસંભવતઃ સીકલીગર ગેંગના સાગરીત હોવાની સંભાવના પોલીસ જોઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news