हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
20 મેના સમાચાર
20 મેના સમાચાર News
Coronavirus
ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ, કોંગ્રેસના સવાલોનો જીતુ વાઘાણીએ આપ્યો આ જવાબ
કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટની કંપની દ્વારા બનાવાયેલ ધમણ વેન્ટીલેટર રાજકીય મુદ્દો બન્યો છે. ધમણ વેન્ટીલેટર પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે ધમણ વેન્ટિલેટર મામલે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે. આજે ગુજરાત સરકારે ધમણ-1 અંગે કરેલી કરેલી સ્પષ્ટતા બાદ અમિત ચાવડાએ કહ્યું કે, દિલ્હીના વેન્ટીલેટર પર ચાલતી ગુજરાતની ભાજપા સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા અધિકારીઓને આગળ ધરે છે. ધમણ-1 ની નિષ્ફળતાને છુપાવવા માટે આરોગ્ય સચિવે ખુલાસા કર્યા છે. જેમાં ધમણ-1 બનાવવાની કંપનીની વકીલાત વધારે હતી. મુખ્યમંત્રીએ 5 એપ્રિલે જ્યારે ધમણ-1 નું લોકાર્પણ કર્યું ત્યારે તેને કોઇ સર્ટિફિકેટ મળ્યું ન હતું.
May 20,2020, 17:51 PM IST
Coronavirus
પાનમસાલા ખાઈને જાહેરમાં થૂંકનારાઓ માટે રાજકોટની કંપનીએ બનાવ્યા અનોખા ગ્લાસ
ગુજરાતમાં લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપવામાં આવી છે, જેના બાદ લોકોનું જીવન ફરીથી પાટા પર આવી ગયું છે. મળેલી છૂટછાટમાં બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ રસ્તા પર થૂંકશે અથવા માસ્ક પહેર્યા વગર દેખાશે તો તેને 200 રૂપિયાનો દંડ થશે. ગુજરાતમાં પાન-મસાલા કેટલા ખવાય છે તે લોકડાઉન દરમિયાન અને અને છૂટછાટ બાદ પાન પાર્લરની દુકાનો પર જામેલી ભીડથી માલૂમ પડી ગયું. આવામાં પાનમસાલા ખાઈને રસ્તા પર થૂંકવુ એ પણ ગુનો બની રહેશે. આવા લોકો માટે રાજકોટની એક કંપનીએ અનોખો તોડ શોધી નાંખ્યો છે.
May 20,2020, 17:19 PM IST
લોકડાઉનનો 57મો દિવસ
આવતીકાલથી 9000 જેટલા આઉટલેટ્સ પર 2% વ્યાજના લોન માટે ફોર્મ મળશે : અશ્વિની કુમાર
રાજ્યમા કોરોના વાયરસને કારણે પ્રવર્તી રહેલી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.
May 20,2020, 15:20 PM IST
porbandar
ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતીયા આફ્રિકામાં અપહરણકારોની ચુંગાલમાંથી બચ્યા, 19 દિવસ બા
પોરબંદર જાણીતા ઉદ્યોગપતિ અને આફ્રિકામાં સ્થાયી થયેલા રિઝવાન આડતીયાનો આખરે 19 દિવસ બાદ અપહરણકારો પાસેથી છુટકારો થયો હતો. 19 દિવસ બાદ સહી સલામત મળી આવતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસેથી તેમનુ અપહરણ થયું હતું. મૂળ પોરબંદરના આ ઉદ્યોગપતિની કાર જંગલ જેવા વિસ્તારમાંથી રેઢી મળી આવી હતી.
May 20,2020, 15:00 PM IST
આજથી ST બસ શરૂ
સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, બસમાં ઘેંટા-બકરાની જેમ 60 લોકોને બેસાડ્યા
આજે રાજ્યભરમાં એસટી બસો દોડાવવામાં આવી છે. બસની કુલ કેપિસિટીનાં 60 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે. દરેક બસ ટ્રીપ પુર્ણ કર્યા બાદ સેનિટાઇઝ થવા માટે જશે અને સેનિટાઇઝ થયા બાદ ફરી ઉપયોગમાં આવશે. ડેપો અથવા બસમાં બેસવા માટે માસ્ક ફરજીયાત હશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશતા સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. બસની અંદર પ્રવેશતા સમયે પણ મુસાફરોને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરાવવામાં આવશે. બસમાં બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે. ત્યારે સુરતમાં આજથી શહેરમાં દોડેલી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
May 20,2020, 13:10 PM IST
લોકડાઉનનો 57મો દિવસ
રાજકોટની 65 હજાર જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે
રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઓડ-ઇવન નંબરથી દુકાનો ખોલવા જાહેરાત બાદ રાજકોટ મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ મનપા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ગઇકાલે બેઠક મળી હતી. જેમાં મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના બજારોમાં આજથી આ મામલે મનપા દ્વારા દુકાનો પર સ્ટીકર લગાવવા કામગીરી શરૂ કરી છે. રાજકોટની 65,000 જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે. જેના બાદ રાજકોટમાં ઓડ અને ઈવન નંબર મુજબ દુકાનો ખોલી દેવામાં આવશે.
May 20,2020, 10:40 AM IST
આજથી ST બસ શરૂ
આજથી ગુજરાતમાં ST બસો દોડી, વડોદરામાં મુસાફર-ડ્રાઈવર-કંડક્ટરનું થર્મલ ગનથી સ્ક્રીનીં
ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4માં સરકાર દ્વારા એસટી બસનું સંચાલન કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ખાસ કરીને નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બસોનું સંચાલન નહિ કરવામાં આવે. આ અંગે તંત્ર દ્વારા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર નિગમ સવારે 8થી સાંજે 6 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા 1145 બસ શીડ્યુલ કરવામાં આવી ચે. 7033 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. ત્યારે આજે રાજ્યભરમાં બે મહિના બાદ એસટી બસો દોડતી થઈ છે.
May 20,2020, 10:19 AM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા