20 may news News

ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ, કોંગ્રેસના સવાલોનો જીતુ વાઘાણીએ આપ્યો આ જવાબ
કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટની કંપની દ્વારા બનાવાયેલ ધમણ વેન્ટીલેટર રાજકીય મુદ્દો બન્યો છે. ધમણ વેન્ટીલેટર પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે ધમણ વેન્ટિલેટર મામલે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે. આજે ગુજરાત સરકારે ધમણ-1 અંગે કરેલી કરેલી સ્પષ્ટતા બાદ અમિત ચાવડાએ કહ્યું કે, દિલ્હીના વેન્ટીલેટર પર ચાલતી ગુજરાતની ભાજપા સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા અધિકારીઓને આગળ ધરે છે. ધમણ-1 ની નિષ્ફળતાને છુપાવવા માટે આરોગ્ય સચિવે ખુલાસા કર્યા  છે. જેમાં ધમણ-1 બનાવવાની કંપનીની વકીલાત વધારે હતી. મુખ્યમંત્રીએ 5 એપ્રિલે જ્યારે ધમણ-1 નું લોકાર્પણ કર્યું ત્યારે તેને કોઇ સર્ટિફિકેટ મળ્યું ન હતું. 
May 20,2020, 17:51 PM IST
પાનમસાલા ખાઈને જાહેરમાં થૂંકનારાઓ માટે રાજકોટની કંપનીએ બનાવ્યા અનોખા ગ્લાસ
May 20,2020, 17:19 PM IST
આવતીકાલથી 9000 જેટલા આઉટલેટ્સ પર 2% વ્યાજના લોન માટે ફોર્મ મળશે : અશ્વિની કુમાર
રાજ્યમા કોરોના વાયરસને કારણે પ્રવર્તી રહેલી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.  
May 20,2020, 15:20 PM IST
સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, બસમાં ઘેંટા-બકરાની જેમ 60 લોકોને બેસાડ્યા
May 20,2020, 13:10 PM IST
રાજકોટની 65 હજાર જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે
May 20,2020, 10:40 AM IST

Trending news