અમદાવાદમાં પૂર્વ વિસ્તાર સહિત કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારમાં મળી ઉદ્યોગ-ધંધાને છૂટ
આ બેઠકમાં અમદાવાદ શહેરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તાર એટલે કે સાબરમતી નદીના પૂર્વ વિસ્તાર સહિત તમામ ઉત્પાદન પ્રવૃતિને છૂટછાટ આપવામાં આવી છે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8945 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 576 લોકોના મૃત્યુ પણ થયા છે. તો 3023 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે. સોમવારે સાંજથી મંગળવારે સાંજ સુધી અમદાવાદમાં 24 કલાક દરમિયાન 262 કેસ નોંધાયા હતા. તો બીજીતરફ શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે મુખ્ય અધિક સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ શહેરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તાર એટલે કે સાબરમતી નદીના પૂર્વ વિસ્તાર સહિત તમામ ઉત્પાદન પ્રવૃતિને છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટ રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર અને સુદનાઓને આધીન રહેશે. તે મુજબ હવે પશ્ચિમ ઉપરાંત પૂર્વ વિસ્તારોમાં પણ ઉત્પાદનની છૂટ આપવામાં આવી છે. પરંતુ કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારોમાં આ પ્રવૃત્તિ હાથ ધરી શકાશે નહીં.
આવતીકાલથી ગુજરાતભરમાં શરૂ થશે 'હું પણ કોરોના વોરિયર' અભિયાનઃ વિજય રૂપાણી
કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પ્રતિબંધ યથાવત
તો શહેરમાં જ્યાં કોરોના વાયરસના કેસ વધુ છે તે કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની છૂટછાટ મળશે નહીં. ત્યાં જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાય તમામ પ્રતિબંધો યથાવત રહેશે.
આ છે અમદવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તાર
શહેરમાં ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, અસારવા, દાણીલિબડા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, ગુલબાઈ ટેકરા, ગોમતીપુર વિસ્તારો હાલ કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે