CM Vijay Rupani અને વજુભાઇ વચ્ચે 30 મિનીટની બેઠક, શું વજુભાઈની થશે સક્રિય રાજકારણમાં એન્ટ્રી?

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65 મો જન્મદિવસ (CM Vijay Rupani's Birthday) છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના (Vajubhai Vala) ઘરે જઇને આર્શિવાદ લીધા હતા

CM Vijay Rupani અને વજુભાઇ વચ્ચે 30 મિનીટની બેઠક, શું વજુભાઈની થશે સક્રિય રાજકારણમાં એન્ટ્રી?
  • CM વિજયભાઈ અને વજુભાઇની મુલાકાતથી રાજકીય ગરમાવો
  • કઇ જવાબદારી સોંપાશે તેના પર સૌની નજર
  • વજુભાઈને 2022ની ચૂંટણી પહેલા એક મહત્વની જવાબદારી સોંપાય શકે છે

ગૌરવ દવે/ રાજકોટ: આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65 મો જન્મદિવસ (CM Vijay Rupani's Birthday) છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના (Vajubhai Vala) ઘરે જઇને આર્શિવાદ લીધા હતા. બંન્ને વચ્ચે અંદાજિત 30 મિનીટ જેટલી બેઠક થઇ. બેઠક બાદ વિજય રૂપાણી (CM Vijay Rupani) અને વજુભાઇ વાળાના નિવેદનો સામે આવ્યા હતા. જેમાં બંન્નેએ એક બીજાના વખાણ કરતા નિવેદનો સામે આવ્યા હતા. ક્યારેય નિવૃત (Retired) નહિ થાય અને અલગ અલગ સ્વરૂપમાં પાર્ટીની સેવા કરશે તેવું નિવેદન મુખ્યમંત્રી વિજયભાઈએ (CM Rupani) આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાતના સક્રિય રાજકારણમાં વજુભાઇ વાળની એન્ટ્રી નિશ્વિત માનવામાં આવે છે.

વજુભાઇ રાજકોટ આવતા કાર્યકરોને હૂંફ અને ભાજપને વેગ મળશે- મુખ્યમંત્રી
વિજય રૂપાણીએ (CM Vijay Rupani) વજુભાઇ વાળાની મુલાકાત પર નિવેદન આપતા કહ્યું હતુ કે વજુભાઇ વાળાના (Vajubhai Vala) રાજકોટ આગમનને કારણે હજારો કાર્યકર્તાઓને એક વડિલ તરીકેની હુંફ મળશે. વધુમાં કહ્યું હતું કે, વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી. જે રાજકારણમાં અલગ અલગ સ્વરૂપે હંમેશા પાર્ટી અને ભારત દેશ માટે કામ કરતા રહેશે.

જન્મદિવસના આશીર્વાદ આપ્યા, કોઈ રાજકીય ચર્ચા નથી થઈ- વજુભાઇ વાળા
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇએ વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કર્યા બાદ નિવેદન આપતા કહ્યું હતુ કે આજની મુલાકાત માત્ર જન્મ દિવસને લઈને હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જન્મ દિવસ નિમિત્તે આશીર્વાદ લીધા છે. રાજકારણમાં આગળ વધો તેવા આશીર્વાદ આપ્યા છે. વિજયભાઈ પણ સંગઠન અને સરકાર બંન્નેમાં કામ કર્યું છે.જ્યારે કોઇ રાજકીય ચર્ચા કરવી હોય ત્યારે સંગઠન અને સરકાર બંન્ને સાથે બેસીને કરતા હોય છે. જો કે વજુભાઇએ ફરી પોતાના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતુ અને પોતે એક કાર્યકર તરીકે ભાજપમાં કામ કરશે.

વજુભાઇ ભાજપના સિનિયર નેતા, મોટી જવાબદારી 2022માં સોંપાઈ તેવી શકયતા
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વજુભાઇ વાળા ભાજપના સૌથી સિનીયર નેતા છે.વજુભાઇ વાળા પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને નાણામંત્રી તરીકે સરકારના વહીવટી કાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. રાજકીય વિશ્લેષક જગદિશ મહેતાના કહેવા પ્રમાણે ગુજરાતના રાજકારણની જે પ્રવર્તમાન સ્થિતિ,સંગઠન અને સરકાર વચ્ચેના તાલમેલની વાત હોય કે પાટીદાર નેતૃત્વને લઇને સવાલો ઉભા કરવાની વાત હોય તેમાં વજુભાઇ વાળા ટ્રબલ શુટરની ભૂમિકા ભજવી શકે છે ત્યારે તેને વર્ષ 2022ની ચૂંટણી પહેલા એક મહત્વની જવાબદારી સોંપાય શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news