રથયાત્રામાં પોલીસ કરશે આ ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ, જે આજ સુધી ક્યારેય કરવામાં આવ્યું નથી
રાજ્યમાં રામનવમી પર યોજાયેલી શોભાયાત્રા દરમિયાન બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નિકળનારી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેર પોલીસે કોરોના બાદની પ્રથમ એવી શ્રદ્ધાળુઓ સાથે નિકળનાર રથયાત્રાને પગલે તૈયારીઓ આરંભી છે. રથયાત્રાને લઇને શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, શહેર પોલીસ આ વખતે રથયાત્રામાં ટેન્ડમનો ઉપયોગ કરશે. જેની મદદથી રથયાત્રાના રૂટ પર એક્યુરેસી પૂર્વક નજર રાખવામાં આવશે.
રાજ્યમાં રામનવમી પર યોજાયેલી શોભાયાત્રા દરમિયાન બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નિકળનારી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રાની સુરક્ષામાં વધારો કરતા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા આ વખતે રથયાત્રામાં ટેન્ડમનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર રથની સાથે સાથે હવામાં ટેન્ડમ ઉડાડવામાં આવશે. પેરાશૂટ કોન્સેપ્ટ વડે આકાશમાંથી પણ બાજ નજર રાખવામાં આવશે. રથયાત્રાના રૂટમાં રથ પર એક્યુરેસી પૂર્વક નજર રાખવામાં આવશે. રથયાત્રામાં એર પેરાશૂટનો અત્યાર સુધીમાં પહેલી વાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાજિક સંસ્થા તરફથી વિના મૂલ્યે એર પેરાશૂટ આપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં જોડાનાર તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPSની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાય. આ સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.
ત્યારે પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ રીતે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ કર્યું છે. શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શાંતિથી અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે