મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદે દબાણો દૂર કરાયા, 24 કલાકનું આપ્યું અલટીમેશન
ત્રણ ડીસીપી, સાત એસીપી, 20 પીઆઇ અને 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓએ 200 કરતા વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરી હતી.
Trending Photos
જાવેદ સૈયદ/ અમદાવાદ: ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિગની સમસ્યા દુર કરવા માટે એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા મોટી પાયે ઝૂંબેશ શરુ કરવામાં આવી છે.આજે વહેલી સવારેથી લાલદરવાજા, ભઢીયાર ગલી, પાનકોરનાકા, ભદ્ર વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવા તેમજ ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરવાની ઝૂંબેશ શરુ કરવામાં આવી હતી.
સરખેજ, દાણીલીમડા, મેધાણીનગર, કુબેરનગર વિસ્તારોમાં પણ મોટાપાયે ઓપરેશન ડીમોલેશન ચાલી રહ્યુ છે. સમગ્ર ડીમોલેશનમાં 6 ડીસીપી, 8 એસીપી, 20 કરતા વઘુ પીઆઇ અને 250 કરતા વઘુ પોલીસ કર્મચારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા છે.સંવેદનશીલ ગણાતા એવા ભઢીયાર ગલી અને લાલદરવાજામાં વહેલી સવારથી શરુ થયેલા ડીમોલેશન અને વાહનડીટેઇનની કામગીરીમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ ચાંપતો બદોબસ્ત ગોઠવી દીધો છે.
અમદાવાદ શહેરમાં દબાણ અને ટ્રાફિકની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા અમદાવાદના અસારવા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણ હટાવા મુદ્દે કામગિરી હાથ ધરી હતી. જેમાં મેઘાણીનગરથી અસારવા રોડ પર અસંખ્ય દબાણો દૂર કર્યા હતા. જેમાં એએમસી અધિકારી સહીત મોટી માત્ર માં પોલીસ પણ હાજર રહી હતી. દબાણ હટાવવા સમયે દબાણ ના તોડવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું પણ પોલીસે થોડા જ સમય માં સ્થિતિ પર કાબુ મેળવીને ફરી દબાણ હટાવવાની કામગીરી શરુ કરી હતી.
શહેરમાં ગેરકાયદે દબાણોને કારણે અને આડેધડ વાહન પાર્કિગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી જેના કારણે હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઇકોર્ટની ટકોર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યુ હતું અને ગેરકયાદે પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરવાનો અને ગેરકયાદે દબાણ દુર કરવાની ઝુબેશ ચાલુ કરી હતી.છેલ્લા ઘણા દિવસથી પોલીસ અને કોર્પોરેશન દ્રારા શરુ કરાયેલી ઝૂંબેશના લીધે શહેરનો નકશો જાણ બદલાઇ ગયો હોય તેવી સ્થિતી ઉભી થઇ છે. આજે સવારે પોલીસ અને કોર્પોરેશનની ટીમે લાલદરવાજા, ભઢીયારગલી, પાનકોરનાકા, ભદ્ર મેગાઓપરેશન હાથ ધર્યુ હતું.
તો બીજી તરફ મેધાણીનગર, દાણીલીમડા, સરખેજ, કુબેરનગર અને ચાંદલોડીયામાં પણ પોલીસ અને કોર્પોરેશનની ટીમનું ઓપરેશન ડીમોલેશન ચાલુ છે. સવારે અસારવાના ચમનપુરા ખાતે નવી બનાવેલી દેરી હટાવવાની કામગીરી દરમિયાન અજાણ્યા લોકોએ પોલીસ અને એએમસીની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.
ત્રણ ડીસીપી, સાત એસીપી, 20 પીઆઇ અને 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓએ 200 કરતા વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરી હતી. જેમાં સંખ્યાબંધ વાહનો ડીટેઇન કર્યા હતા જ્યારે ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. જ્યારે કેટલાક લોકોને નોટીસ આપી હતી અને 24 કલાકમાં દબાણ હટાવવા માટેનું અલટીમેશન આપ્યુ હતું.
ગઇકાલથી ભઢીયારગલી, સરખેજ, કુબેરનગર, વગેરે વિસ્તારોમાં ડીમોલેશની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છેકે ગત શુક્રવારે પોલીસે સાંરગપુરથી બાપુનગર સુધીનું મેગાઓપરેશન શરુ કર્યુ હતું. ત્યારબાદ નરોડા, ચાણક્યપુરી, ધાટલોડીયા, સતાધાર, જેવા અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી કરીને હજારો વાહનો ડીટેઇન કર્યા હતા અને સંખ્યાબંધ ગેરકાયદે દબાણ દુર કર્યા હતા.
કોર્પોરેશનની ટીમે મધ્યઝોનની ભઢીયારગલી અને ચમનપુરામાં હથોડા ઝીક્યા હતા જ્યારે નવા પશ્વિમ ઝોનમાં સરખેજ ચોકડીથી ચાંદલોડીયામાં ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. ભઢીયારગલી અને પાનકોર નાકામાં પોલીસ અને કોર્પોરેશનની ટીમે ડીમોલેશન ચાલુ કરતા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.આજે આખો દિવસ ભદ્ર વિસ્તારમાં પોલીસ ડીમોલેશન ચાલુ રાખશે ત્યારે મેધાણીનગર, કુબેરનગર, સરખેજમાં પણ ડીમોલેશન ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે