PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું, રાત્રે 12 વાગે આતશબાજી કરાઈ
Trending Photos
ચેતન પટેલ/સુરત :હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. લાડીલા નેતાનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું હતું. વિવિધ કાર્યક્રમો દ્વારા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રાત્રે 12 વાગ્યે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સુરતના પીપલોદ વાય જંકશન પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રોગ્રામમાં સુરતીઓ ડાંસ અને મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા. ડુમસ રોડ પર ભારે વરસાદ વચ્ચે 8-10 મિનિટ આતિષબાજી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ આતિષ બાજી સાથે નૃત્યનો કાર્યક્રમ નિહાળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતી. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ડુમસ રોડ પર આવેલા વાય જનક્શન પર ઉજવણીનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તો બીજી તરફ, આજે સુરતમાં સરસાણા ખાતે 7000 કિલોની કેક કપાશે. આ કેક 700 ફૂટ લાંબી છે. જેને 700 લોકો દ્વારા કાપવામાં આવશે.
આ ઉપરાંત સુરતમાં પીએમ મોદી પર એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ સેન્ટર ખાતે નરેન્દ્ર મોદીના જીવન પર 86 તસવીરોનું પ્રદર્શન કરાયું છે. પ્રદર્શનના પહેલા જ દિવસે દસ હજારથી વધુ લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે