મમતાની મહારેલી પર PMનો સીધો વાર, ‘ગમે તેટલા ગઠબંધન કરે, પણ તેમના કુકર્મોથી તેઓ નહિ બચે’
સુરતમાં શક્તિશાળી એવી અને દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કર્યા બાદ પીએમ મોદી સેલવાસ પહોંચ્યા છે. અહીં તેઓ 150 સીટ ધરાવતી મેડિકલ કોલેજનું ખાત મુહૂર્ત કર્યા બાદ ત્યાંથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ જશે. તેઓ 200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે.
Trending Photos
ચેતન પટેલ/જય પટેલ/સેલવાસ : સુરતમાં શક્તિશાળી એવી અને દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કર્યા બાદ પીએમ મોદી સેલવાસ પહોંચ્યા છે. અહીં તેઓ 150 સીટ ધરાવતી મેડિકલ કોલેજનું ખાત મુહૂર્ત કર્યા બાદ ત્યાંથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ જશે. તેઓ 200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે. સેલવાસમાં તેઓ સભાને સંબોધન કરવાના છે. તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ છે.
સેલવાસથી જુઓ પીએમ મોદીનું સંબોધન Live :
- આ લડાઈ સકારાત્મક વિચાર અને નકારાત્મક વિચારની છે. કોલકાત્તામાં લોકો એકઠા થઈને દળ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું અહી લોકોને આગળ વધારવા માટે સૌનો સાથ સૌનો વિકાસ લઈને ચાલી પડ્યો છું. દળ માટે મરતા અનેક હશે, પણ અમે તમારા માટે સમર્પિત છીએ.
- તેમના પરિવાર અને સંગઠન માટે તેઓ ગમે તેવું સંગઠન બનાવે, પણ તેમના કુકર્મો ડગલે પગલે તેમની પાછળ છે. તેઓ મીડિયામાં ચમકતા રહેશે, પણ તબાહ કરનારા લોકોના દિલમાં જગ્યા નહિ બનાવી શકે.
- હાલ પશ્ચિમ બંગાળમાં ભાજપનો માત્ર એક ધારાસભ્ય છે. પણ ત્યાં બીજેપીથી બચવા માટે બધા લોકો એકઠા થયા છે. એક ધારાસભ્ય હોવા છતાં તેઓ એકઠા થઈને બચાવ બચાવના નારા લગાવી રહ્યા છે. એક ધારાસભ્યએ તેમની ઊંઘ ઉડાવી દીધી છે. આ તાનાશાહી નહિ, પણ જુલ્મશાહી છે. જે પશ્ચિમ બંગાળમાં પોલિટીકલ પાર્ટીને કાર્યક્રમ કરવા માટે રોક લગાવાય છે. જે લોકોએ લોકતંત્રનું ગળુ દબાવ્યં છે, તેવા લોકો એકઠા થઈને લોકતંત્રને બચાવવાનું ભાષણ આપે છે.
- અમે નામને બદલે કામ પર ધ્યાન આપ્યું છે. આજે અમે અનેક યોજનાઓ બનાવી છે, પણ તેમાં મોદીનું નામ નથી. તે બતાવે છે કે અમારો હેતુ જનતાના વિકાસનો છે, પરિવારના વિકાસનો અમારો કોઈ હેતુ નથી. આ સવાસો કરોડ દેશવાસીઓ જ મારો પરિવાર છે, અને તેઓ જ મારા માટે કલ્યાણનો માર્ગ છે. મારી આ જ સ્પષ્ટ નીતિ તેઓને ખટકી રહી છે. મોદી સરકાર જૂના સંસ્કારોને કેમ બદલી રહ્યા છે તેનાથી તેઓને તકલીફ થઈ રહી છે. તેમને ડર છે કે મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલી કડક કાર્યવાહી કેમ કરી રહ્યો છે. તેમને તકલીફ છે કે, સત્તાની ગલીમાં ફરનારા બિચોલીયોને મોદીએ કેમ બહાર કાઢ્યા. બીચોલીયા-દલાલોને બહાર કર્યા, તે ગુસ્સાને કારણે હવે તેઓ એક મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલત એ છે કે, જે પહેલા કોંગ્રેસને પાણી પી પી ને કોસતા હતા, તે હવે એક મંચ પર આવી ગયા છે.
- આ મહાગઠબંધન માત્ર મોદી વિરુદ્ધ જ નહિ, પણ દેશની જનતાની વિરુદ્ધ પણ છે. હજી તો તેઓ પૂરી રીતે સાથે આવ્યા નથી, પણ હિસ્સાધારી પર મોલભાવ અને લેણદેણ ચાલી રહી છે. લોકો આ બાબતને બહુ જ બારીકાઈથી જોઈ રહ્યા છે. તેમની આંખમાં કોઈ ધૂળ નહિ નાખી શકે. તેમની દુનિયા મોદીની નફરતથી શરૂ થાય છે, અને મોદીને ગાળો આપતા પૂરી થાય છે. મારી દુનિયા, મારી સવાર દેશના કલ્યાણ માટે શરૂ થાય છે. મારું આદિ અને અંત પણ એ જ છે
- તેમની દુનિયા તેમનો પરિવાર, ભાઈ-ભત્રીજાને આગળ વધારવામાં કેન્દ્રિત છે. મારી દુનિયા મારા સવાસો કરોડ લોકો આગળ વધે તે માટે જ છે. તેમની પાસે ભારતના વિકાસનું વિઝન નથી, મારો પ્રયાસ ભારતને 21મી સદીમાં દુનિયાનો શ્રેષઅઠ બનાવવાની છે.
- પહેલાની સરકાર પાંચ વર્ષમાં 25 લાખ ઘરની બનાવી ચૂકી હતી, ત્યારે અમારી સરકારે અમે 1 કરોડ 25 લાખથી વધુ ઘર બનાવી ચૂકી છે.
- સેલવાસ અને દીવને સ્માર્ટ સિટી બનાવવા અનેક યોજના પર કામ ચાલી રહ્યું છે. સેલવાસ આ પૂરા ક્ષેત્રની આર્થિક ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર છે.
- આયુષ્યમાન યોજનાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. લોકો તેને મોદી કેર કહી રહ્યાં છે. હજી તેને 100થી વધુ દિવસો જ થયા છે, પણ તેમાં 7 લાખ ગરીબ મજૂરોની સારવાર થઈ છે.
- કેન્દ્રની સરકાર વિકાસની પંચધારા માટે પૂરી રીતે સમર્પિત છે. મને જોઈને આનંદ થાય છે કે ગત 5 વર્ષમાં આ 2 સંઘ પ્રદેશનો વિકાસ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. આજે બંને પ્રદેશ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર થયા છે. બંને કેરોસીન ફ્રી જાહેર થયા છે. તમામ ઘરોમાં વીજળી કનેક્શન છે. આઝાદી બાદ પહેલીવાર તેમને પોતાનું પહેલુ મેડિકલ કોલેજ મળ્યું છે. જેમાં 150 મેડિકલ સીટ છે. પ્રયાસો કરી રહ્યા છે કે સમય ગુમાવ્યા વગર આ જ વર્ષથી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવે. આ પ્રયાસોથી યુવાઓને લાભ થશે, તેમજ અહીંની સ્વાસ્થય સેવાઓ પણ સારી થશે. 200 કરોડના ખર્ચે બનનાર આ કોલેજ ઉપરાંત હેલ્થ તેમજ વેલનેસ સેન્ટર દ્વારા ઊત્તમ ઈલાજ શક્ય બનશે.
- દીવ, દાદરાનગરના રસ્તા પર સ્કૂટર પર ફરતો, અહીં આવું છું તો જૂની વાતો યાદ આવે છે.
- આજે અહીં અનેક નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી પણ લોન્ચ કરવામાં આવી છે.
- દાદરા નગર હવેલીના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકર દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરાયું. તેમના દ્વારા પીએમનું સ્વાગત કરાતાં તઓ ફરી ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની હતી.
- 150 બેઠકોની મેડિકલ કોલેજનું ખાતર્મુહત વડાપ્રધાનના હસ્તે થયું. દાદરા નગર હવેલીના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ વડાપ્રધાને કર્યું. દમણ અને દીવના પણ વિવિધ લોકાર્પણ કર્યું. m arogya નામની એપ નું લોકાર્પણ કર્યું
- સ્થાનિક નેતાઓ દ્વારા પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કરાયું.
PM Narendra Modi laid the foundation stone for a medical college in Silvassa, Dadar and Nagar Haveli. pic.twitter.com/12JaCIJm1d
— ANI (@ANI) January 19, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલવાસ ખાતેના કાર્યક્રમમાં જોડાવા માટે માનવ મહેરામણ ઉમટયું. 3 કિલોમીટર ચાલીને લોકો સભાસ્થળ સુધી પહોંચી રહ્યા છે. તો તેમને નિહાળવા માટે મહારાષ્ટ્રથી પણ આવ્યા છે. આ પ્રસંગે ભોજપુરી સુપરસ્ટાર તથા ભાજપનો નેતા રવિ કિશન પણ ઉપસ્થિત રહેવાનો છે.
સેલવાસમાં કામોનું લોકાર્પણ કરાયું
દમણ અને દાદરાનગર હવેલીમાં પીએમ મોદીએ 200 કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદી દાદરા નગર હવેલીમાં જે કામગીરીનું લોકાર્પણ કરશે, તેમાં ઝરી કચી ગામ સેતુ, મોટા દમણની પ્રોટેક્શન વોલ, દમણનો સિવરેજ પ્લાન્ટ, મોટા દમણનું ઓફિસ કોમ્પલેક્સ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે. તો આ તરફ દાદરાનગર હવેલીમાં નરોલી અને સામાર વરણી વોટર સપ્લાય યોજના, અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થ અને વેલનેસ સેન્ટર, દમણગંગા રિવર ફ્રન્ટ યોજના, સેલવાસનો સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સેલવાસ નગરપાલિકા ભવનનું લોકાર્પણ કરશે. જ્યારે કે, ત્રણેય પ્રદેશ માટે સાયલીમાં બનનારી 150 બેડની આધુનિક મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે.
ગુજરાત સાથે મહારાષ્ટ્ર પોલીસ પણ બંદોબસ્તમાં
પીએમ મોદીના આગમનને પગલે દાદરા નગર હવેલીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. જ્યારે 12 પેરામિલિટ્રી ફોર્સ, 7 SP, 21 DySP છે. મહારાષ્ટ્રના 350 અને ગુજરાતના 250 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત પીએમ મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. ત્રણ દિવસના પ્રવાસમાં તેમણે સમિટ ઉપરાંત ગુજરાતના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે