વિપક્ષનું શક્તિ પ્રદર્શન : 2019ની લોકસભા આઝાદી માટેની બીજી લડત સમાન

રેલી પહેલા મમતા બેનર્જીએ કહ્યું કે, આ વખતે ભાજપ 125 સીટોમાં જ સમેટાઇ જશે, 41 વર્ષ બાદ કોલકાતામાં વિપક્ષનાં નેતાઓ એકત્ર થઇ રહ્યા છે

વિપક્ષનું શક્તિ પ્રદર્શન : 2019ની લોકસભા આઝાદી માટેની બીજી લડત સમાન

કોલકાતા : લોકસભા ચૂંટણી પહેલા કોલકાતામાં વિપક્ષનું જોરદાર શક્તિ પ્રદર્શન ચાલુ થઇ ચુક્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંચ પર પહોંચી ચુક્યા છે. થોડી જ ક્ષણોમાં મમતા કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરશે. મમતા ઉપરાંત આ રેલીમાં વિપક્ષનાં 20 નેતાઓ પણ ભાગ લેવા જઇ રહ્યા છે. 

કોલકાતામાં યોજાનાર મમતાના મેગા શો માટે સમગ્ર પશ્ચિમ બંગાળમાંથી તૃણમુલના કાર્યકર્તાઓ તથા સમર્થકો કોલકાતા ખાતે પહોંચી રહ્યા છે. તૃણમુલનાં લાખો સમર્થકો મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં યૂનાઇટેડ ઇન્ડિયા રેલી માટે એકત્ર થઇ રહ્યા છે. આ રેલી દ્વારા બેનર્જી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષની શક્તિનું પ્રદર્શન કરવા માંગે છે. સત્તાપક્ષ તૃણમુલ કોંગ્રેસ નેતૃત્વ પહેલા પણ તમામ રેકોર્ડ તોડવામાં કોઇ કસર છોડવા નથી માંગતું. પાર્ટી નેતૃત્વનાં અનુસાર આશરે ચાર-પાંચ લાખ લોકો રસ્તા, રેલ તથા જળ માર્ગ દ્વારા વિપક્ષનું શક્તિ પ્રદર્શન જોવા માટે આવી ચુક્યા છે. 
- કોલકાતમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની મેગા રેલી
- મેગા રેલીમાં 20 વિપક્ષી દળોનાં નેતાઓ એકત્ર થયા.
- આશરે 8 લાખ લોકો રેલીમાં પહોંચે તેવી શક્યતા છે. 
- અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓની હાજરી

સંવિધાનને ખતમ કરવાનાં પ્રયાસો થઇ રહ્યા છે : જીગ્નેશ
હાર્દિક બાદ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, દેશ ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. વિપક્ષ એકત્ર થઇ રહ્યો છે તે ખુબ જ મોટો સંદેશ છે. દેશનાં ખેડૂત, મજુર અને દલિત શોષાઇ રહ્યો છે. સંવિધાનને ખતમ કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

દેશને બચાવવા માટે વિપક્ષ એક થઇ રહ્યો છે
પાટીદાર નેતા હાર્દિક પટેલે મેગા રેલીમાં સૌથી પહેલા બોલવાની તક અપાઇ હતી. તેમણે કહ્યું કે, દેશને બચાવવા માટે વિપક્ષ એક થઇ રહ્યો છે. સાથે જ તેણે કહ્યું કે, સુભાષ બાબુ ગોરાઓ સામે લડ્યા હતા, આપણે ચોરોની સામે લડવાનું છે. 

સાંપ્રદાયીક શક્તિઓને જવાબ આપશે સ્થાનિક દળ: હેમંત સોરેન
ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, ક્ષેત્રીય દળો સાંપ્રદાયિક શક્તિઓનો જવાબ આપશે. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર દરમિયાન આદિવાસીઓ અને દલિતોનું શોષણ થયું છે. જે ક્યારે પણ સહી શકાય નહી

આ રેલી નહી પરંતુ રેલો: જયંતી ચોધરી
અજિત સિંહ ચોધરીના પુત્ર જયંતી ચોધરીએ કહ્યું કે, આ રેલી નહી પરંતુ રેલો છે. ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે જનતાના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. નેતાઓ જિદ્દી પણ હોય છે. ચૌધરી ચરણ સિંહ ખેડૂતો માટે જિદ્દી હતા. મમતા કોલકાતા મુદ્દે જિદ્દી છે. પરંતુ વડાપ્રધાન મોદીને જિદ્દ છે પોતાનાં લોકોને કોન્ટ્રાક્ટો આપવાની અને આ જિદ્દ દેશને પસંદ નથી. અચ્છે દિન લાવવા હોય તો મોદીને ભગાવવા પડશે. વિપક્ષી દળ એક થઇને આગળ વધશે. ભાજપના તંબુને ઉખાડી ફેંકશે. તે ઉપરાંત અરૂણાચલના પૂર્વ મુખ્યમંત્રી ગેગોંગ અપાંગે પણ મહારેલીમાં કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં ભારતીય લોકશાહી અનેક વખત ખતરામાં મુકાઇ છે. 

આ લડાઇ લોકશાહી બચાવવા માટેની છે: યશવંત સિન્હા
ભાજપના બંડખોર નેતા યશવંત સિન્હાએ કહ્યું કે, એક સવાલ એક વ્યક્તિને હટાવવાનો નહી પરંતુ વિચાર હટાવવાનો છે. મોદી સરકારે દરેક લોકશાહી વ્યવસ્થાને ખતમ અને બર્બાદ કરવા લાગી છે. મોદીને મુદ્દો ન બનાવો પરંતુ મુદ્દાને મુદ્દો બનાવો. તેમણે કહ્યું કે, આ લડાઇ લોકશાહીને બચાવવાની છે. કાશ્મીર સમસ્યાનો ઉકેલ ગોળીથી નહી બોલીથી જ આવશે. મને પાકિસ્તાન એજન્ટ પણ કહેવામાં આવ્યું. જો કે પરંતુ શું પ્રેમ દેશદ્રોહ છે. મારો એક ઉદ્દેશ્ય છે, એક લડાઇ બાકી છે તે મારે આ સરકારને સત્તાથી બહાર કરવી છે. તેના માટે જરૂરી છે કે મંચ પર હાજર નેતાઓ નિશ્ચય કરે તે ભાજપ ઉમેદવાર વિરુદ્ધ દરેક સીટ પર એક જ ઉમેદવાર ઉભો રાખવામાં આવશે. આગામી દિવસોમાં આપણે એક થઇને લોકસભા ચૂંટણી લડીશું. મોદી સરકાર બધાનો સાથ તો લીધો પરંતુ વિકાસના નામે વિનાશ કર્યો. 

વિશ્વનું સૌથી મોટુ અનૈતિક ગઠબંધન ભજાપે કાશ્મીરમાં કર્યું- સિંધવી
 કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, આજે 22 પાર્ટીઓ ઇન્દ્રધષુન બનાવી રહી છે. રંગ અલગ હોવા છતા પણ વિપક્ષ એક ઇન્દ્રધનુષ છે. તેમણે નારો લગાવ્યો કે જનતાની એક જ પુકાર હવે નથી જોઇને મોદી સરકાર.મને આનંદ છે કે કોલકાતામાં ભાજપની રથયાત્રાને પરવાનગી નથી મળી. કારણ કે તેમાં શંકા હતી કે તેમાં જાનમાલનું નુકસાન હોઇ શકે છે. કેન્દ્રની મંશા ભાગલાની છે. તેમણે કહ્યું કે, મત વિભાગનનો સૌથી વધારે ફાયદો ભાજપને મળે છે. એટલા માટે જરૂરી છે કે આ મંચ પર રહેલા નેતાઓ મત વિભાજન અટકાવે. તેનું પરિણામ તમે પહેલા જોઇ ચુક્યા છો, પછી તે ગોરખપુર હોય કે ફુલપુર હોય. કેન્દ્રનાં નેતાઓ સમયાંતરે ગઠબંધન પર અપશબ્દોથી હૂમલાઓ કરતા રહે છે. પરંતુ વિશ્વનું સૌથી મોટુ અને અનૈતિક ગઠબંધન ભાજપે જ કાશ્મીરમાં કર્યું હતું. 

રાફેલ જેવા ગોટાળા આ દરમિયાન થયા
અરૂણ શૌરીએ કહ્યું કે, રાફેલ જેવા ગોટાળા કોઇ સરકારમાં નથી થયા.આવુ ખોટુ બોલનારી સરકારી ક્યારે નથી આવી. ગુજરાતમાં વિપક્ષ એક થઇને લડ્યું તો ભાજપ સત્તામાં ન આવી હોત. વિપક્ષ એકત્ર થઇને મોદીને હટાવી શકે છે. સત્તાથી મોદીને હટાવવા માટે વિપક્ષને એક થઇને અર્જુન બનવું પડશે. આ સરકારે દરેક સંસ્થાને બરબાદ કરવાની જિદ્દ પકડી રાખી છે. મોદી શાહથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. મોદી સમજી ગયા છે કે સત્તામાં તેમની પકડ હલી ગઇ છે.

રાફેલનાં બદલે બોફોર્સ બોલ્યા શરદ યાદવ ત્યાર બાદ માંગી માફી
શરદ યાદવે કહ્યું કે, નોટબંધીનાં કારણે દેશની અર્થવ્યવસ્થા અનેક વર્ષો પાછળ ધકેલાઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે, બે કરોડ રોજગાર આપવાનું વચન આપ્યું પરંતુ કેટલું મળ્યું. કેન્દ્રની સરકાર સંસ્થાઓને બર્બાદ કરી રહી છે. ભારતની આઝાદી જેટલી કુર્બાની બંગાળે આવે છે દેશનાં કોઇ પણ રાજ્યએ નથી આપી. 2-19માં કેન્દ્રની સરકાર બંગાળની ખાડી વહાવવાનું કામ કરશે. દેશની આઝાદી ખતરામાં છે. વેપાર અને ખેડૂત ખતરામાં છે. તમામ પાર્ટીનાં નેતાઓએ એક થવું પડશે. જનતાને વહેંચનારા લોકોને હરાવવાનું કામ કરવા માટે અપીલ છે.આ દરમિયાન શરદ યાદવ ગોટાળાની વાત કરતા ભુલથી રાફેલનાં બદલે બોફોર્સ કહી દીધું હતું જો કે તેમમે ત્યાર બાદ માફી માંગતા કહ્યું કે, બોફોર્સ નહી રાફેલ ગોટાળાની વાત કર રહ્યા હતા. ત્યાર બાદ મમતાએ પણ તેમની વાતને દોહરાવી હતી. 

અબ્દુલ્લાએ કહ્યું કે, કાશ્મીર માટે ભાજપ જવાબદાર
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, દેશમાં લોકોને વહેંચવાનું કામ થઇ રહ્યું છે. હિન્દુ-મુસ્લિમને વહેંચવાનું કામ થઇ રહ્યું છે. સમગ્ર દેશમાં આગ લાગેલી છે. તેને અટકાવવા કુર્બાની આપવી પડશે. આ કુર્બાની માટે લોકોની પહેલા નેતાઓએ આગળ આવવં પડશે. આજે જમ્મુ કાશ્મીર જે પરિસ્થિતીમાં છે તેના માટે ભાજપ જવાબદાર છે. હું મુસલમાન છું પરંતુ સૌ પ્રથમ હું એક ભારતીય છું. જેને તમે ઇવીએમ કહો છો તે ચોર મશીન છે, તેને રદ્દ કરવી જોઇે. દેશની ખુશાલી માટે ચોર મશીન હટાવવું પડશે અને તેના માટે તમામ નેતાઓએ એક થઇને ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરવી પડશે. ભારતને મજબુત અને ખુશહાલ દેશ બનાવવા માટે ભાજપને સત્તામાંથી હાંકી કાઢવું પડશે. આ સરકાર મહિલા અનામત બિલ પર ચુપ રહે છે પરંતુ ત્રિપલ તલાક મુદ્દે ઉછળી ઉછળીને કામ કરે છે. આપણે સરકારની મંશા સમજવી પડશે. આપણે ભારતને મજબુત કરવું પડે. તમામને હાથ મિલાવવો પડશે. 

સ્ટાલિને તમિલમાં કર્યું સંબોધન
ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને તમિલમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મોદી સરકારની ભારે ટીકા કરી હતી. તેના સંબોધન દરમિયાન તેમના મંચ પરથી જ તેમના ભાષણને બંગ્લામાં પણ ટ્રાન્સલેટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેમણે નારો લગાવ્યો કે મોદી હટાવો, દેશ બચાવો. મે મહિનામાં યોજાનારા લોકસભા ચૂંટણી દેશ માટે બીજો સ્વતંત્રતા સંગ્રામ હશે. 

મોદીને હટાવવા માટે સપા-બસપા એક થયા.
બસપા નેતા સતીષ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, મોદી સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ સાબિત થઇ છે. સરકાર બનતા પહેલા તમામ વચનો ભુલી ચુકી છે. ખેડુત, ગરીબ, મજુર અને દલિતો ભારે પરેશાન થયા છે. કરોડો લોકો બેરોજગાર થયા છે. કેન્દ્ર સરકારે અનેક કારખાનાઓ બંધ કરાવી દીધા. એટલા માટે એવી સરકારને ઉખાડી ફેંકવી ખુબ જ જરૂરી બની છે. તેના માટે વિપક્ષને એક થવું પડશે અને સપા-બસપા ગઠબંધને તેની શરૂઆત કરી છે. આંબેડકરનાં વિચારોને બચાવવા માટે આપણે કેન્દ્રમાં સરકાર બદલવી પડશે. 

શત્રુઘ્ન સિન્હા વિરુદ્ધ ભાજપ પગલા લેશે
શત્રુઘ્ન સિન્હા મમતાની રેલીમાં હાજર રહેવા અંગે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપ નેતા રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે, અમુક લોકોની ઇચ્છાઓ ઘણી મોટી છે. સિન્હા તક વાદી છે, તેમના પર પાર્ટીએ સંજ્ઞાન લીધું છે. ઝડપથી તેમના અંગે કોઇ નિર્ણય લેવાશે. મમતાની રેલી અંગે તેમણે કહ્યું કે, કોલકાતામાં સિદ્ધાંત વિહીન નેતાઓની સંગોષ્ઠી ચાલી રહી છે. 

BJPએ CBI અને ED સાથે ગઠબંધન કર્યું-અખિલેશ
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે, જે વાત બંગાળથી ચાલુ થઇ છે તે સમગ્ર દેશમાં જોવા મળશે. લોકો વિચારે છે કે અમારૂ ગઠબંધન નહી થાય પરંતુ ગઠબંધન તો થશે. ભાજપ કહે છે કે અમારી પાસે મુરતીયો(વડાપ્રધાન પદનો ઉમેદવાર) નથી. તો જનતા જેને પસંદ કરશે તે વડાપ્રધાન બશે. પરંતુ ભાજપ જણાવે કે તેની પાસે નિષ્ફળ વડાપ્રધાન સિવાય કોનો ચહેરો છે. અમે ગઠબંધનની પદ્ધથી ભાજપ પાસેથી જ શીખી છે. ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપ સીબીઆઇ અને ઇડી સાથે ગઠબંધ કરે છે. અમે જનતાનાં અવાજ સાથે ગઠબંધન કરીએ છીએ. અમારા સહયોગી દળો મળ્યા બાદ ઉતર પ્રદેશમાં ભાજપને ડર લાગી રહ્યો છે. ભાજપ સમાજમાં ઝેર ઘોળવાનું કામ કર્યું. 

ભારત વિરુદ્ધ જે કામ પાકિસ્તાન નથી કરી શક્યું તે મોદીએ 5 વર્ષમાં કર્યું-કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ દેશની પરિસ્થિતી ખરાબ કરી દીધી છે. આજ દેશનો યુવાન પરેશાન છે, તેની પાસે નોકરી નથી, વડાપ્રધાન મોદી નોકરીનાં નામે માત્ર જુઠ્ઠાણા ફેલાવી રહ્યા. આજે દેશમાં સવા કરોડ નોકરીઓ ખતમ થઇ ગઇ છે. ખેડૂત ભાજપ પર ગુસ્સામાં છે. આત્મહત્યા કરી રહ્યા છે. પાક બર્બાદ થઇ રહ્યો છે તો મોદી સરકાર ખેડૂતોને ઇન્શ્યોરન્સ કંપનીઓનો હવાલો ટાંકે છેઇંશ્યોરન્સ કંપનીઓ મોદી સરકારનાં મિત્રોની છે. આ ખેડુતોનાં પૈસા નથી આપતા. ભાજપનાં નેતાઓ સોશિયલ મીડિયા પર મહિલાઓને ગાળો આપે છે અને વડાપ્રધાન તેને ફોલો કરે છે. આજે દેશમાં દલિતો પર અત્યાચાર થઇ રહ્યો છે, જે 70 વર્ષમાં પાકિસ્તાન નથી કરી શક્યા કે તેઓ મોદી અને અમિત શાહે ત્રણ વર્ષમાં કરી દીધું. તેમને હિન્દુ- મુસલમાનને લડાવ્યા. મુસલમાન- ક્રિશ્યિનને લડાવ્યા. ફરી વાર તેની સરકાર આવશે તો દેશ બરબાદ થઇ જશે. કોઇ પણ પ્રકારે તેમને કેન્દ્રમાંથઈ ઉખાડી ફેંકવા જરૂરી છે.હિટલરે દેશમાં ચૂંટણીઓનો જ અંત આણી દીધો હતો. મોદી પણ દેશમાં ચૂંટણીને ખતમ કરવા માંગે છે. 

2019માં આપણને એક નવા વડાપ્રધાન મળશે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મમતાના મંચથી ભાજપ પર ભારે હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાનનાં ઘણા વચનો આપ્યા પરંતુ એક પણ પુરૂ નથી કર્યું. તેઓ પબ્લિસિટી પીએમ છે ન કે પર્ફોમિંગ પીએમ. ખેડૂતો પરેશાન છે. તેમણે કહ્યું કે, એમએસપીનું વચન આપીને મોદી સરકાર તેને ભુલી ગઇ.રાફેલ અંગે તેમણે મોદી સરકાર પર ખોટા એફિડેવિટ આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મોદી સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે ટોપ પર છે. નોટબંધીનાં નિર્ણ અંગે તેમણે કહ્યું કે, નિર્ણનાં તમામ એટીએમ ખાલી થઇ લોકોને બેંકમાંથી પણ પૈસા નહોતા મળી રહ્યા. લાખો લોકો પરેશાન થવા લાગ્યા. આર્થિક વિકાસ ઉંડી ખીણમાં જવાનાં કારણે દેશમાં નોકરી ન બરાબર છે.  સંઘીય વ્યવસ્થામાં પણ મોદી સરકાર દખલ અંદાજી કરી રહી છે. રાજ્યોને પેરશાન કરવાનું કામ કર્યું. કર્ણાટકમાં સત્તા પર બેસવા માટે મોદી સરકારનાં ધારાસભ્યોએ બોલી લગાવી અને તેમને પૈસાથી ખરીદવા લાગ્યા તેમને પૈસા ખરીદવા માંગ્યા, બરોબર તે જ રીતે જાનવરો ખરીદવામાં આવે છે. સીબીઆઇ, ઇડી અને અન્ય સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઇવીએમ થકી ચુંટણીનો વિરોધ કર્યો અને કહ્યું કે, પારદર્શી હોય તેના માટે આપણે પેપર બેલેટ પર ઉતરવું પડશે. 2019માં આપણને એક નવા વડાપ્રધાન મળશે. અંતમાં તેમણે કહ્યું કે, આના કરતા પણ એક મોટી રેલી અમરાવતીમાં આયોજીત કરીશું અને તેના માટે તમામ નેતાઓ આમંત્રીત છો. આ દરમિયાન કેજરીવાલે પણ કહ્યું કે, તેઓ આવી જ એક રેલી દિલ્હીમાં પણ કરવા ઇચ્છે છે. 

અહીં કોઇ પદની અપેક્ષા માટે અહીં નથી આવ્યા- શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે, દેશની સંસ્થાઓ પર હૂમલો થઇ રહ્યો છે. આંબેડકરનાં બનાવેલા સંવિધાન પર હૂમલો થઇ રહ્યો છે. તમામ પર મોદી સરકારનાં માધ્યમથી હૂમલાઓ કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારે નોટબંધી અને જીએસટીનું પગલું ઉઠાવ્યું, જેના કારણે લોકો પરેશાન થયા. આજે ખેડૂત આત્મહત્યાનાં રસ્તા પર જઇ રહ્યા છે. ઉધ્યોગ બંધ થઇ રહ્યા છે. બેરોજગારી વધી રહી છે અને પરિસ્થિતી જેમણે ઉત્પન્ન કરી તેમને સત્તાથી ઉખાડી ફેંકવાની જવાબદારી અમારી અને તમારી છે. ભાજપનાં લોકોકહે છે કે અમે વડાપ્રધાન માટે લડીશું પરંતુ અહીં અમે પદની લડાઇ માટે નહી પરંતુ મોદી સરકારને સત્તાથી હટાવવા માટે સાથ આવીએ. 

મોદી સરકારે નોકરીઓ તો આપી નહી પરંતુ, જે પણ હતું તે છીનવી લીધું- ખડગે
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મમતા દ્વારા આયોજીત આ રેલીના મંચ પરથી ભાજપ પર મોટો શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીએ તમામ માટે એક સંદેશ મોકલ્યો છે કે ખેડૂતોનાં મુદ્દે જવાન સુધી, યુવાનો રોજગારથી માંડીને આર્થિક વિકાસનાં રસ્તા પર સરકાર નિષ્ફળ રહી છે. વડાપ્રધાન મોદીનું કામ સમાજને તોડવાનું છે. તેઓ કહે છે કે હું ન ખઇશ ન ખાવા દઇશ, પરંતુ તેમ છતા તેઓ અદાણી, અંબાણીને ખવડાવી રહ્યા છે. રાફેલ ગોટાળામાં 30 હજાર કરોડનો નફો તેમણે અંબાણીને અપાવવા માટેનું કામ કર્યું. ખેડૂત અને દલિતો મરી રહ્યા છે. બેરોજગારી વધી રહી છે. આજે 1.60 કરોડ લોકો બેરોજગાર થઇ ગયા છે. તેમમે કહ્યું કે, 2 કરોડ નોકરીઓ આપવાનું કામ કરવામાં આવશે, પરંતુ કેન્દ્રની મોદી સરકારે નોકરીઓ આપવાનાં બદલે નોકરીઓ ઓછી લઇ લીધી. તેમણે કહ્યું કે, મોદીજી પાર્ટીઓ તોડવાનું કામ કરી રહ્યા છે, કર્ણાટક તેનું તાજુ ઉદાહરણ છે. જ્યા સુધી જનતાનો આશીર્વાદ છે મોદી અને અમિત શાહ દેશનાં સંવિધાન બદલી શકે નહી. મોદી સરકારનાં ગોટાલા જનતાને ખબર છે. સંવિધાન માટે આપણે એક થવું પડશે. તેમણે કહ્યું કે, મંજીલ ખુબ જ દુર છે, રસ્તો ખુબ જ કઠીન છે, પરંતુ દિલ મળે કે ન મળે હાથ મિલાવતા ચલો.

જો સાચુ કહેવું બંડખોરી છે તો હા હું છુ બંડખોર - શત્રુઘ્ન સિન્હા
શત્રુઘ્ન સિન્હાએ મમતાને રેલીમાં કહ્યું કે, દેશ પરિવર્તન ઇચ્છે છે. મને લોગો કહે છે કે હું ભાજપની વિરુદ્ધ બોલી રહ્યો છું. પરંતુ સાચુ કહેવું જો બંડખોરી હોય તો હું બંડખોર છું.શક્ય છે કે કદાચ આ રેલી બાદ હું ભાજપમાં ન પણ હોઉ. સિન્હાએ કહ્યું કે, આજનાં સમયમાં તેઓ સરમુખત્યાર વ્યક્તિને નહી ચલાવે. રાતો રાત તેમણે નોટબંધીની જાહેરાત કરી દીધી. આ નિર્ણય કરતા સમયે તેમણે એ પણ નહી વિચાર્યું હોય કે મજુરો, રેકડીવાળા, સામાન્ય લોકોની પરિસ્થિતી શું થશે. નોટબંધીનો નિર્ણય પાર્ટીનો નિર્ણય નહોતો. જો પાર્ટીનો હોત તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને અરૂણ શૌરીને આ અંગે માહિતી હોત.કહેવાય છે કે દેશનાં નાણા મંત્રીને પણ આ અંગે માહિતી નહોતી. સિન્હાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી પર હૂમલો કરતા કહ્યું કે, જનતા હજી પણ નોટબંધીમાંથી બહાર નહોતી આવી ત્યાં મોદી સરકારે જીએસટી થોપી દીધી હતી. તૈયારી કર્યા વગર જ તેના પર જીએસટી લગાવી દેવામાં આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને ગબ્બર સિંહ ટેક્સ કહી દીધો. પહેલા મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમણે તેનો વિરોધ કર્યો. પરંતુ હવે તેમણે જીએસટી લાદી દીધો છે.સિન્હાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીનો સમય છે. ચૂંટણીમાં હવે થોડા સમયની જ વાર લાગી રહી છે, હવે ફરીથી વચનોનો સમય ચાલુ થઇ જશે. જે વચનો કર્યા હતા જો તેના પર સવાલો કરવામાં આવે તો અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવશે.

ચોકીદાર સમજી લે કે દેશની જનતા થાનેદાર- તેજસ્વી યાદવ
મમતાના મંચથી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નાં નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, અમે દેશને જોડવાનું કામ કરવું જોઇએ. ભાજપ ભગાવો, દેશ બચાવોનો સમય આવી ગયો. ચોકીદારજી સમજી લે કે દેશની જનતા થાનેદાર છે. નરેન્દ્ર મોદી- અમીત શાહનાં હાથ મિલાવનારા લોકો રાજા હરીશચંદ્ર છે. અમારી અનેકતામાં એકતા છે. આપણે બધા જ મળીને દેશને વિકાસનાં માર્ગ પર લઇ જવા માંગીએ છીએ. 

મોદીજી એક્સપાયરી ડેટ- મમતા બેનર્જી
મમતા બેનર્જીએ કહ્યું કે, મોદી સરકારની સમાપ્તીનો સમય આવી ચુક્યો છે. તેમણે જણાવ્યું કે, તેમનો સમય પુર્ણ થઇ ચુક્યો છે. મંચ પર સમગ્ર હિન્દુસ્તાન જોઇ રહ્યું છે. યૂનાઇટેડ ઇન્ડિયા રેલીમાં 23 -26 પાર્ટીઓનાં લોકો એકત્ર થયા છે. મોદીજીને લાગે છે કે તેઓ જ માત્ર ઇમાનદાર છે, બાકીનાં તમામ લોકો બેઇમાન છે. મોદી સરકારે તમામ સંસ્થાઓને બરબાદ કરી દીધી. મોદીએ કોઇને નથી છોડ્યા. તેમણે લાલુ, અખિલેશ અને માયાવતીને ન છોડ્યા, તો અમે લોકો તમને શું છોડીશું. 

ભાજપ સરકારને બદલવાનો સમય આવી ગયો
મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યારે વાતાવરણ બદલાય છે તો ભાજપની સરકાર શા માટે બદલાશે. મોદી સરકારે નવી નોકરીઓ આપવાનાં બદલે લોકોની નોકરીઓ છીનવી લીધી. 

બંગાળમાં હિંસા ભડકાવવા માંગે છે ભાજપની સરકાર
મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપનું કામ તોફાનો કરાવવા માંગે છે. ભાજપ રેલી દ્વારા બંગાળમાં હિંસા કરાવવા માંગતી હતી, પરંતુ અમે તેવું નહી થવા દઇએ. ભાજપને બંગાળમાં 0 સીટ મળશે. મોદીએ સીબીઆઇ, ઇડી જેવી સંસ્થાઓને બદનામ કરી દીધા છે. તેઓ દરેક પાર્ટીને તોડવા માંગે છે. ભાજપે પોતાની પાર્ટીનાં નેતાઓને કોઇ સન્માન નહોતુ આપ્યું. ગમે તેટલી વાત કરી લો, હવે સારા દિવસો નથી આવનારા. ભાજપ જો સત્તામાં આવી તો દેશને નુકસાન થશે. 

હિંદુ, મુસલમાન, શીખ અને ક્રિશ્ચિયન એક થયા ત્યારે જ બન્યું હિન્દુસ્તાન: મમતા
મમતા બેનર્જીએ કહ્યું કે, જે પાર્ટી પોતાનાં લોકોને એક સાથ લઇને ચાલી શકે છે તો તેઓ દેશને લઇને શું ચાલશે. હિંદુ, મુસલમાન, શીખ અને ક્રિશ્ચિયનમાંથી જ હિન્દુસ્તાનનું નિર્માણ થયું છે.

બીજદ અને માકપાએ અંતર જાળવ્યું
બીજુ જનતા દળ (બીજદ) અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) નીત વામ મોર્ચા ઉપરાંત તમામ વિપક્ષી પાર્ટીઓ અંગે હજી અવઢવ છે. આ રેલી અંગે તૃણમુલ કોંગ્રેસનું કહેવું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટેના તાબુતમાં અંતિમ ખીલો ઠોકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news