PM મોદીનું મુખ્ય ફોકસ હવે ગુજરાતની ચૂંટણી, 14 દિવસમાં આજે બીજીવાર ગૃહ રાજ્યના પ્રવાસે

PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે.... નવસારીમાં 3 હજાર 50 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.. અમદાવાદના બોપલમાં ઈસરોના નવા બિલ્ડિંગનું કરશે ઉદ્ઘાટન...

PM મોદીનું મુખ્ય ફોકસ હવે ગુજરાતની ચૂંટણી, 14 દિવસમાં આજે બીજીવાર ગૃહ રાજ્યના પ્રવાસે

ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી આજે દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં વિકાસકામોની ભેટ આપશે. પીએમ મોદી આજે સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી ચીખલી પહોંચશે અને ત્યાંથી મોટરમાર્ગે નવસારીના ખુડવેલ પહોંચશે. નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમ મોદી 3050 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે, જેમાં 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાશે. આ વિકાસકામોમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ એટલે કે 1837 ફીટની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદી નવસારીના ખુડવેલ ગામે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. જે બાદ નવસારીમાં હેલ્થકેર કોમ્પ્લેક્ષ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યાંથી અમદાવાદ જવા રવાના થશે. અમદાવાદના બોપલમાં પીએમ મોદી ISROના IN-SPACeના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. યુવાનોને નવી તક મળે તે માટે ISROનું આ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ 

  • સવારે ૦૯.૩૫ વાગે સુરત એરપોર્ટ પહોંચશે
  • સવારે ૦૯.૪૦ હેલીકોપ્ટરથી સુરત એરપોર્ટ થી ચીખલી, નવસારી ખાતે પહોંચશે 
  • સવારે ૧૦.૦૫  વાગે મોટર માર્ગે હેલીપેડ ચીખલી થી ખુડવેલ જશે
  • સવારે ૧૦.૧૫ વાગે ખુડવેલ સભા સ્થળે પહોંચશે
  • સવારે ૧૧.૩૫ મોટર માર્ગે ખુડવેલ થી ચીખલી ખાતે પહોંચશે 
  • સવારે ૧૧ .૪૫ હેલીકોપ્ટરથી ચીખલી થી નવસારી જશે 
  • બપોરે ૧૨.૦૫ નવસારી હેલીપેડ પર પહોંચશે  
  • બપોરે ૧૨.૦૫ મોટર માર્ગે નવસારી હેલીપેડથી નિરાલી હોસ્પિટલ પહોંચશે 
  • બપોરે ૧૨.૧૫ વાગે નિરાલી હોસ્પિટલનું લોકાર્પણ કરશે 
  • બપોરે ૦૨.૦૫ વાગે નિરાલી હોસ્પિટલ થી નવસારી હેલીપેડ પર પહોંચશે  
  • બપોરે ૦૨.૧૫ વાગે હેલીકોપ્ટરથી નવસારી થી બોપલ ખાતે પહોંચશે  
  • બપોરે ૦૩.૩૫ વાગે  બોપલ હેલીપેડ પર પહોંચશે   
  • બપોરે ૦૩.૩૫ વાગે  મોટર માર્ગે બોપલ હેલીપેડ થી ISRO પહોંચશે     
  • બપોરે ૦૩.૪૫ વાગે બોપલ સ્થિત ઈસરોનાં કેન્દ્રમાં પીએમ મોદી લેશે મુલાકાત 
  • સાંજે ૦૫.૧૦ વાગે ઈસરોનાં કેન્દ્રથી બોપલ હેલીપેડ પહોંચશે  
  • સાંજે ૦૫.૨૦ વાગે હેલીકોપ્ટરથી બોપલ હેલીપેડ થી અમદાવાદ એરપોર્ટ પહોંચશે  
  • સાંજે ૦૫.૪૦ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે 
  • સાંજે ૦૫.૪૫ વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના રહેશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news