વિપક્ષ પર PM મોદીના ચાબખા, ગાળ આપવી હોય તો મને આપો... સેનાને નહિ
છેલ્લા ચાલીસ વર્ષથી આતંકવાદ ભારતની છાતી પર ગોળીઓ મારી રહ્યા છે. મને દેશની ચિંતા છે. હું રાજનીતી કરવા માટે નથી આવ્યો દેશની રક્ષા કરવા માટે આવ્યો છું.... વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગાળો બોલવી હોય તો મને બોલો સેના પર પ્રહાર ન કરો...
Trending Photos
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સિવિલ ખાતે ઉદ્દઘાટન કર્યા બાદ તમામ લોકોને દેશમાટે શહિદ થયેલા લોકોને ફોનની બેટરી ચાલુ રખાવીને જય ધોષ બોલાવ્યો હતો. અને તેમણે કહ્યું કે મન કરી રહ્યું છે, કે આજે બધુ જ કહી દઉ. આજે અદાવાદના વિકાસમાં સૌથી મહોત્વનો દિવસ છે. આજે અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. સાથે જ ફેઝ-2નું સિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, આજે અમદાવાદના સપનાની સાથે મારુ પણ સપનું પૂર્ણ થયું છે. ઉત્તરાયણમાં જેમ લોકો ધાબા પર ચડીને પતંગ ચકાવે છે. તેમ આજે અમદાવાદે ધાબા પર ચડીને મેટ્રોનું સ્વાગત કર્યું છે. એક પૂર્ણ થઇ જાય એટલે અમે મુકતા નથી બીજીના શરૂઆત પણ કરીએ છીએ. લાખો અમદાવાદીઓને મેટ્રોથી ઘણો ફાયદો થશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે.
વડાપ્રધાન મોદીએ ટેકનોલોજીથી સજ્જ 1200 પથારી વાળી નવી સિવિલ કર્યું ઉદ્દઘાટન
જેનો સિલાન્યાસ અમે કરીએ તેનું ઉદ્દઘાટન પણ અમે કરીએ છે. આજે કરેલી મેટ્રોનો સિલાન્યાસ કર્યો તેનું ઉદ્દઘાટન પણ અમે જ કરીશું મતલબ કે જ્યારે તેનું ઉદ્દઘાટન થશે ત્યારે અમારી જ સરકાર હશે.
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, દેશમાં 2014 પહેલા મેટ્રોનું નેટવર્ક 250 કીમીનું હતું. જ્યારે ભાજપ સરકારમાં 650 કિમી થયું છે. અને દેશના અલગ અલગ વિસ્તારોમાં 800 કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે. આ પ્રકારના વાક્યો બોલીને વડાપ્રધાને 2014 પહેલા ચાલતી કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા.
વન નેશન વન કાર્ડની આપી માહિતી
વન નેશન વન કાર્ડ અંગેની માહિતી આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ કાર્ડની મદદથી નાગરિકોને ફાયદો થશે. આ કાર્ડની મદદથી સમગ્ર દેશમાં તમે છૂટા રૂપિયાની માથાકૂટ વિના મુસાફરી કરી શકાશે. હવે દેશમાં વન નેશન વન કાર્ડનું સપનું પૂર્ણ થયું છે. કોમના મોબિલીટીથી શોપીગ પણ કરી શકાશે તથા દેશના તમામ વિસ્તારોમાં આ કાર્ડથી મુસાફરી કરી શકાશે.
PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થયો, અમદાવાદમાં દોડતી કરી મેટ્રો
ગુજરાત માટે પણ ગર્વની વાતએ છે, કે હવે વડોદરાના સાવલી ખાતે બની રહેલા મેટ્રોના કોચનું નિકાસ કરવામાં આવી રહ્યું છે. હું જ્યારે નાનો હતો ત્યારે તમામ MP પાટણ-ભીલડીની વાત કરતા હતા. હવે તેનું કામ પૂર્ણ થયું છે. થોડાક જ વર્ષોમાં ગુજરાતના લોકોએ જ ગુજરાતની તસવીર બદલી દીધી છે.
લોથલમાં બનાવેલા નેશનલ મેરિટાઇમ હેરિટેઝ મ્યુઝિયમ બનાવાને કારણે સમગ્ર વિશ્વમાં ડંકો વાગશે. જે પાંચ હજાર વર્ષ જુનુ બંદર છે. માટે આ સ્થળનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. નેશનલ મેરિટાઇમ હેરિટેઝ મ્યુઝિયમનું સિલાન્યાસ અમે કર્યું છે. ત્યારે મને ભારતની જનતા પર વિશ્વાસ છે, કે હેરિટેઝ મ્યુઝિયમનું ઉદ્દઘાટન પણ અમે જ કરીશું.
અમારી સરાકરે દેશને સ્વચ્છ કરવાનું કાર્ય કર્યું છે. રાષ્ટ્રહિત માટે ભાજપ સરકારે અનેક સારા નિર્ણયો લીધા છે. અમે ભષ્ટાચાર અને આંતંકવાદ સામે લડવાની તૈયાર દેખાવી છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે સિવિલમાંજ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે દરમિયાનની કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કોઇ પણ કાર્યવાહી કરી ન નહિ. આતંક વાદ સામે લડી શકે તેવી દેશમાં એક જ પાર્ટી છે.
ચૂંટણી પહેલા PM મોદીને મળ્યો પાટીદારોનો સાથ, બોલ્યા, ચિંતા ના કરતા 2019 પછી પણ હું જ છું
આજે પાકિસ્તાનના પેપરની હેડલાઇન ભારતના નેતાનું નિવેદન બની ગઇ છે. એવી વાત શું કરવા બોલો છે જેનાથી પાકિસ્તાન ખુશ થાય છે. નિર્દોશ લોકોને મારાનારાનો હું છોડીશ નહિ. દેશની સેનાની વાત હું માનું છું. અમુક લોકોને સેના પર પણ વિશ્વાસ નથી. આ વાત કરીને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
છેલ્લા ચાલીસ વર્ષથી આતંકવાદ ભારતની છાતી પર ગોળીઓ મારી રહ્યા છે. મને દેશની ચિંતા છે. હું રાજનીતી કરવા માટે નથી આવ્યો દેશની રક્ષા કરવા માટે આવ્યો છું.... વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગાળો બોલવી હોય તો મને બોલો સેના પર પ્રહાર ન કરો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે