પીરાણાથી 20 કિ.મી.ના વિસ્તારની ચકાસણી કરી કોર્ટ મિત્રએ કહ્યું, અહીં 1 મિનિટ પણ ઉભા રહેવું મુશ્કેલ!

સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટની  સુઓ મોટો મામલે કોર્ટ મિત્ર હેમાંગ શાહ એ સ્થળ પર જઇને  મુલાકાત કરી. જેમાં gpcb અને cpcb ની ટિમ ના મેમ્બર થઈ કુલ 10 લોકોની ટીમે કોર્ટ મિત્ર સાથે  9 કલાક ના લાંબા સમય સુધી મુલાકાત લીધી અને ટિમ દ્વારા  પીરાણાથી 20 કિમી ના વિસ્તારની ચકાસણી કરી છે.

પીરાણાથી 20 કિ.મી.ના વિસ્તારની ચકાસણી કરી કોર્ટ મિત્રએ કહ્યું, અહીં 1 મિનિટ પણ ઉભા રહેવું મુશ્કેલ!

આશ્કા જાની, અમદાવાદઃ સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટની  સુઓ મોટો મામલે કોર્ટ મિત્ર હેમાંગ શાહ એ સ્થળ પર જઇને  મુલાકાત કરી. જેમાં gpcb અને cpcb ની ટિમ ના મેમ્બર થઈ કુલ 10 લોકોની ટીમે કોર્ટ મિત્ર સાથે  9 કલાક ના લાંબા સમય સુધી મુલાકાત લીધી અને ટિમ દ્વારા પીરાણાથી 20 કિમી ના વિસ્તારની ચકાસણી કરી છે.

આ મુલાકત દરમ્યાન  કોર્ટ મિત્ર એ કહ્યું કે અહીં 1 મિનિટ પણ  ઉભા રહેવું મુશ્કેલ સાથે જ  કોર્ટ મિત્ર ની તપાસ ટિમના ધ્યાને આવ્યું કે સુએઝ પાઇપલાઈન માં હોલ પાડીને ઔધોગિક એકમો ગેરકાયદેસર જોડાણ કરે છે. અને પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે તપાસ ટીમે દ્વારા જુદા જુદા અંદાજે 20 જેટલા સ્થળોની મુલાકાત લઈ નમૂનાઓ એકત્રિત કર્યા અને હવે તે મુલાકાત અંગે દરમ્યાન કોર્ટ મિત્ર ના ધ્યાને આવેઅનેક બાબતો અંગે નો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

જેમાં કોર્ટ મિત્ર જવાબદારો સામે  પગલાં લેવા અંગેના સૂચનો સાથે નો રિપોર્ટ તૈયાર કરી 14 સપ્ટેમ્બર સુધી હાઇકોર્ટ માં માં રજૂ કરશે હાઇકોર્ટ ના ધ્યાને પીરાણાની  સ્થિત STP થકી ગટરના પાણી નક્કી કરેલા ધારાધોરણો મુજબ ટ્રીટમેન્ટ કર્યા વગર જ સાબરમતી નદીમાં છોડવાનો મામલો હાઇકોર્ટ ના નજર માં આવતા સુઓમોટો કરેલી છે જેમાં આધારે સંપૂર્ણ સેફટી ના સાધનો સાથે ટિમ દ્વારા મુલાકાત લેવામાં આવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news