પેપર લીક મામલો : મુખ્ય આરોપી સહિત એક પીએસઆઇ અને પાંચ પરીક્ષાર્થીની ધરપકડ

લોકરક્ષકની પરીક્ષાના પેપર લીક મામલે ત્રણ વ્યક્તિની ધરપકડ થઈ છે. જેમાં પી.વી.પટેલ નામના PSIની પણ સંડોવણી સામે આવી છે.

 પેપર લીક મામલો : મુખ્ય આરોપી સહિત એક પીએસઆઇ અને પાંચ પરીક્ષાર્થીની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: લોકરક્ષક પેપરલીક મામલે હવે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ કૌભાંડમાં પોલીસ અધિકારીનું જ નામ ખુલ્યું છે. પી.વી.પટેલ નામના PSIની સંડોવણી ખૂલી છે. હાલ પોલીસે પી.વી.પટેલની ધરપકડ કરી લીધી છે. પી.વી.પટેલની ગાંધીનગરમાં ડ્યૂટી હતી. પી.વી.પટેલ બાયોમેટ્રિક વેરીફિકેશન પર હતો. સાથે જ આરોપી યશપાલસિંહ સોલંકીનું પણ નામ ખૂલ્યું છે. પોલીસે કૌભાંડ મામલે મુકેશ ચૌધરી અને મનહર પટેલની પણ ધરપકડ કરી છે. 

ઉમેદવાર રૂપલ શર્માની પણ સંડોવણી સામે આવી છે. મુકેશ ચૌધરી બનાસકાંઠાના એદરાણાનો હોવાનું બહાર આવ્યું છે. યશપાલ સોલંકી મૂળ વડોદરાનો..પોલીસ પ્રિન્ટીંગ પ્રેસના માલિક અને સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે. રૂપલ શર્મા ગાંધીનગરના શ્રીરામ હોસ્ટેલમાં રહે છે.

લોકરક્ષકની પરીક્ષાના પેપર લીક મામલે ત્રણ વ્યક્તિની ધરપકડ થઈ છે. જેમાં પી.વી.પટેલ નામના PSIની પણ સંડોવણી સામે આવી છે. મુકેશ ચૌધરી અને મનહર પટેલનું પણ નામ ખૂલતા ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓએ પેપર લીકનું કાવતરું ઘડ્યું હતું. ધરપકડ કરાયેલા પીએસઆઈ સહિત ત્રણ અને અન્ય પાંચ પરીક્ષાર્થીઓને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે. 

આ પેપર લીક કેસમાં ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. CID ક્રાઈમના વિરેન્દ્ર યાદવ આ કેસમાં ફરિયાદી બન્યા છે. જેમણે પાંચ પરીક્ષાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રિન્ટીંગ પ્રેસના માલિક અને સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. આખી રાત પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

બાયડ અડાજણ વાવના મનહર પટેલની પણ ધરપકડ 
લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક કરવાના મામલે અરવલ્લી જિલ્લાના બાયડ પાસે અડાજણ ગામના મનહર પટેલની ઘરપકડ કરી લેવામાં આવી છે. મનહર પટેલનું નામ અગાઉ થયેલા TATના પરીક્ષામાં પેપર લીક કરવામાં તેનું નામ બહાર આવ્યું હતું.

ડીજીપીએ કહ્યું આરોપીને ઝડપી લેવા કવાયત તેજ 
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયા બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ઓફ ધ રેકોર્ડ જણાવ્યું છે કે, આ કૌભાંડના સૂત્રધારો પોલીસની પહોંચમાં જ છે અને ટૂંક સમયમાં જ તેનો ખુલાસો કરવામાં આવશે. જે કોઈ ગુનેગાર હશે તેને છોડવામાં આવશે નહીં. આ બાજુ પતંજલિના કાપડના સ્ટોર 'પરિધાન'ના લોન્ચ માટે ગુજરાત આવેલા બાબા રામદેવે વડોદરા ખાતે જણાવ્યું હતું કે, લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થવા માટે રાજ્ય સરકાર જ જવાબદાર છે. તેણે આવી પરીક્ષામાં પુરતી વ્યવસ્થા કરવી જોઈએ.  

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં વિવાદ ઊભો થયો છે. પેપર લીક થવાના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે પરીક્ષા પહેલા જ પેપર લીક થવાનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. પેપરની આખી જવાબવહી ફરતી થઇ છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તો પેપર રદ થયા બાદ ઠેર ઠેર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news