નાગરિકોના જીવની સુરક્ષા માટે ગન લઈને રસ્તાઓ પર પેટ્રોલિંગ કરે છે આ મેયર

અલ સાલ્વાડોરના એક મેયર મોરિસિયો વિલાનોવા(60) અસોલ્ટ રાઈફલ લઈને પોતે જાતે શહેરની સુરક્ષા કરે છે.

નાગરિકોના જીવની સુરક્ષા માટે ગન લઈને રસ્તાઓ પર પેટ્રોલિંગ કરે છે આ મેયર

અલ સાલ્વાડોરના એક મેયર મોરિસિયો વિલાનોવા(60) અસોલ્ટ રાઈફલ લઈને પોતે જાતે શહેરની સુરક્ષા કરે છે. રસપ્રદ વાત એ છે કે તેઓ ઓફિસરો અને સૈનિકોની સાથે બુલેટપ્રુફ જેકેટ પહેરીને પેટ્રોલિંગ પર નીકળી પડે છે. અલ સાલ્વાડોર એક મધ્ય અમેરિકી દેશ છે. જ્યાં સૈન જોન્સ ગાયાબલ શહેરમાં વિલાનોવા છેલ્લા 18 વર્ષથી મેયર છે. સૈન જોસ ગાયબલમાં એમએસ-13 અને લા બારિયો 18 જેવી ખતરનાક ગેંગ કાર્યરત છે. 

વિલાનોવાએ બે વર્ષમાં શહેરને અપરાધમુક્ત બનાવવાની યોજના બનાવી છે. તેઓ કહે છે કે બુલેટપ્રુફ જેકેટ પહેરવાથી મને એક સામાન્ય માણસથી વધુ કઈ અનુભવ થતો નથી. મને મારા શહેરથી ખુબ પ્રેમ છે અને એટલે હું આમ કરું છું. 

વિલાનોવાને સેન જોસ ગાયાબલના ક્રાઈમ રેટને આશ્ચર્ય રીતે ઓછો કરવાનો શ્રેય આપવામાં આવે છે. આ શહેર દુનિયામાં સૌથી વધુ હત્યા થતી હોય તેવા દેશોમાંનો એક ગણાય છે. 2017માં પ્રત્યેક એક લાખ લોકો પર 45 લોકોની હત્યાની સરેરાશ આવી હતી. 2018માં હજુ સુધી એક પણ હત્યા થઈ નથી. શહેરમાં હિંસાના કારણે હજારો લોકો દેશ છોડીને જઈ ચૂક્યા છે. પલાયન કરનારા મેક્સિકો-અમેરિકાની બોર્ડર પર પ્રવેશ મેળવવાની રાહ જોઈ રહ્યાં છે. 

રસ્તાઓ સુરક્ષિત રહે તે માટે વિલાનોવાએ સીસીટીવી લગાવ્યાં છે. અપરાધની સૂચના આપવા માટે તેમણે સાધનોથી લેસ 300 ઈન્ફોર્મર નિયુક્ત કર્યા છે. વિલાનોવાને ગેંગ્સ તરફથી અનેકવાર ધમકીઓ પણ મળી છે.  તેમણે એ પણ નક્કી કર્યુ છે કે ચાર સૈનિકોની ટુકડી પેટ્રોલિંગ કરશે. દરેક ટીમને ડ્રાઈવર સાથે ગાડી આપવામાં આવી છે. એક ઓફિસરનું કહેવું છે કે આ ગાડીઓ મળવાથી હવે અમે વધુ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શકીએ છીએ. જ્યારે પહેલા પગપાળા પેટ્રોલિંગ કરવું પડતું હતું. 

અત્રે જણાવવાનું કે એમએસ 13 ગેંગ એ આખા અમેરિકામાં હિંસા માટે કુખ્યાત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ ગેંગના 'હિંસક જાનવરો'થી લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ગેંગનો હેતુ માતા, વાયોલા, કંટ્રોલા (મારો, રેપ કરો અને કંટ્રોલ કરો) છે. ગેંગના અમેરિકામાં 10000 અને દુનિયાભરમાં 30000થી વધુ સભ્યો છે. અમેરિકામાં હાલ આ ગેંગના સભ્યોને અલ સાલ્વાડોરના નેતાઓથી જ નિર્દેશ મળે છે. પોલીસને શક છે કે 2016થી 2018 સુધી લોન્ગ દ્વીપ પર 25 લોકોની હત્યામાં આ જ ગેંગનો હાથ હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news