માતાપિતાની ભાવુક અપીલથી પિઘળ્યુ આતંકી દીકરાનું દિલ, ફરી માનવ બન્યો

જમ્મુ-કાશ્મીર પોલીસે કોઈ નામ લીધા વગર એક ટ્વિટ કરીને કહ્યું કે, પરિવાર અને પોલીસની મદદથી એક વ્યક્તિ મુખ્યધારામાં પરત ફરી છે. વિસ્તૃત માહિતી માટે રાહ જુઓ.

માતાપિતાની ભાવુક અપીલથી પિઘળ્યુ આતંકી દીકરાનું દિલ, ફરી માનવ બન્યો

શ્રીનગર : માતાપિતાની ભાવુક અપીલ બિલ યુપીના નોયડાની એક યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલ જમ્મુ-કાશ્મીરનો વિદ્યાર્થી એહતેશામ બિલાલ રવિવારે બપોરે ઘરે પરત ફર્યો છે. તે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર (આઈએસજેકે)માં સામેલ થવાના સમાચાર આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે કોઈ નામ લીધા વગર એક ટ્વિટ કરીને કહ્યું કે, પરિવાર અને પોલીસની મદદથી એક વ્યક્તિ મુખ્યધારામાં પરત ફરી છે. વિસ્તૃત માહિતી માટે રાહ જુઓ. શ્રીનગરના ખાનયારનો રહેવાસી 20 વર્ષીય એહતેશામ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કાળી પાઘડી અને કાળા રંગનો પઠાણી સૂટ પહેરેલો જોવા મળ્યો હતો. તેની છાતી પર વિસ્ફોટક લાદેલા હતા, તો પાછળ ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ દેખાઈ રહ્યો હતો. 

તે ઓક્ટોબરના મધ્યમાં નોયડામાં એક યુનિવર્સિટીમાંથી ગુમ થયો હતો. તેના ગાયબ થવાના સમચારથી તેનો આખો પરિવાર ચિંતિંત થઈ ગયો હતો અને તેને પરત લાવવા તેઓએ દરેક દરવાજા ખખટાવ્યા હતા. પોલીસે તેમની દીકરાની ઘરવાપસી માટે દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. હાથ જોડેલા પરિવારની તસવીરો સ્થાનિક સમાચારોમાં પ્રકાશિત થઈ હતી. જેથી એહતેશામ પોતાના માતાપિતાના મૃતદેહને કાંધ આપવા ઘરે પરત ફરે તેવી અપીલ કરવામાં આવી હતી. જેના બાદ યુવક પોતાના ઘરે પરત ફર્યો છે. તેના માતાપિતાએ આતંકવાદી સંગઠનથી તેમના દીકરાને પરત મોકલવાની ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર સૌફી પરિવારમાં તેમનો જ એકમાત્ર દીકરો છે, અને તેને પોતાના પરિવારને પરત મોકલી દેવામાં આવે. એહતેશામ નોયડાની એક યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરી રહ્યો હતો.

તેના પિતા બિલાલ સોફીના હવાલાથી કહેવામાં આવ્યું કે, મારો દીકરો, તુ કહેતો હતો કે જન્નત અમ્મી-અબ્બુના પગમાં છે. તો આવી જા, અને ફરીથી અમારી સાથે રહી જા. આ અપીલ તથા બંધ બારણે વાતચીત કરવાનું સકારાત્મક પરિણામ આવ્યું હતું અને તે બપોરે પોતાના ઘરે પરત ફર્યો હતો. તેના બાદ તરત પોલીસની એક તેને મેડિકલ ચેકઅપ માટે કોઈ અજ્ઞાત સ્થળ પર લઈ ગઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એ દાવાને નકારી કાઢ્યા કે, એહતેશામની ધરપકડ કરાઈ છે. અધિકારીએ કહ્યું કે, અમે પણ માણસો છીએ. અમે યુવકના માતાપિતાની સાથે છીએ. તેની વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરવામાં નહિ આવે. તેને માત્ર મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો છે. તેના પરિવારના સદસ્ય તેની સાથે જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news