આ યુનિ.નું ના બદલીને છબરડા યુનિવર્સિટી કરી દો, ઓનલાઈન પરીક્ષામાં વિષય જ બદલી નાંખ્યો

Paper change in online exam : યુનિવર્સિટીના સોફ્ટવેરે આખે આખુ પેપર જ બદલી નાંખ્યું. બી.એસ.સી કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની બિઝનેસ સિસ્ટમની પરીક્ષા હતી. બપોરે 12.30 વાગ્યે ઓનલાઇન પરીક્ષા શરૂ થઇ ત્યારે  બિઝનેસ સિસ્ટમના બદલે સેમેસ્ટર-૩ નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. 

આ યુનિ.નું ના બદલીને છબરડા યુનિવર્સિટી કરી દો, ઓનલાઈન પરીક્ષામાં વિષય જ બદલી નાંખ્યો

ચેતન પટેલ/સુરત :સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. હંમેશા છબરડા માટે જાણીતી છે. ત્યારે વધુ એક છબરડો તેમના નામે નોંધાયો છે. કરોડો રૂપિયા ઓનલાઈન એક્ઝામ લેવામાં ખર્ચવામાં આવે છે તેમ છતાં કોઈ ન કોઈ રીતે કોઈ ક્ષતિના કારણે પરીક્ષામાં છબરડા જરૂર જોવા મળે છે. ત્યારે વધુ એક છબરડો કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની ઓનલાઇન પરીક્ષામાં જોવા મળ્યો. બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર-3 નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. આ છબરડાના કારણે દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી. 

નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાઓ લેવાઇ રહી છે. પરંતુ પરીક્ષા મામલે યુનિવર્સિટીના સત્તાધીશો બિન્દાસ્ત જોવા મળી રહ્યાં છે. કોઇને ને કોઇ પરીક્ષામાં ક્ષતિના કારણે યુનિવર્સિટીમાં છબરડાઓ થતા જ રહે છે. જેમાં અધિકારીઓના પેટનુ પાણી પણ હલતુ નથી, પરંતુ વિદ્યાર્થીઓ ટેનશનમાં મૂકાઈ જાય છે. તેમના સમયનો વેડફાટ થાય એ જુદો. યુનિવર્સિટીમાં કોઇ વખત પેપર સેટર ખોટા પેપર તૈયાર કરે છે. તો કોઇક વખત સોફ્ટવેર જ આખે આખુ પેપર જ બદલી નાંખે છે. આજે બી.એસ.સી કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની બિઝનેસ સિસ્ટમની પરીક્ષા હતી. બપોરે 12.30 વાગ્યે ઓનલાઇન પરીક્ષા શરૂ થઇ ત્યારે  બિઝનેસ સિસ્ટમના બદલે સેમેસ્ટર-૩ નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. 

સ્ક્રીન પર ખોટુ પેપર આવી જતા પહેલા તો વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા કે પરીક્ષા તો બિઝનેસ સિસ્ટમની હતી. તો આ પેપર આવ્યુ કયાંથી? આ અંગે યુનિવર્સિટીને જાણ કરતા ઓનલાઇન પરીક્ષા લેતી એજન્સીનો સંર્પક કરીને તાબડતોડ પેપર બદલાવ્યુ હતુ. આ કારણે પરીક્ષા દોઢ કલાક મોડી શરૃ થઇ હતી. 

આમ, દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષાને કોઇને કોઇનું ગ્રહણ લાગી રહ્યુ છે. આમ ઓનલાઇન પરીક્ષા હોય કે પછી ઓફલાઇન પરીક્ષા એકવાર પ્રશ્નપત્રમાં ભૂલો થઇ હોય તો વિદ્યાર્થીઓનો સમય બગડે જ છે. અને યુનિવર્સિટીના સત્તાધીશોની આવી લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પહેલા જ ટેન્શનમાં આવી જાય છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news