પંચમહાલમાં ભારત ગેસના ગોડાઉનમાં લાગી આગ, બૂઝવવા ગયેલા 14 સ્થાનિકો દાઝ્યા

પંચમહાલના ડેસરના નાનકડા એવા પીપલછટ ગામમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘાસચારામાં લાગેલી આગ બાજુના ગેસના બાટલાના ગોડાઉનમાં ફેલાઈ હતી. આ આગમાં 13 જેટલા ગ્રામજનો દાઝ્યા છે. આગની ઘટનામાં દાઝેલા તમામને કાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 
પંચમહાલમાં ભારત ગેસના ગોડાઉનમાં લાગી આગ, બૂઝવવા ગયેલા 14 સ્થાનિકો દાઝ્યા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના ડેસરના નાનકડા એવા પીપલછટ ગામમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘાસચારામાં લાગેલી આગ બાજુના ગેસના બાટલાના ગોડાઉનમાં ફેલાઈ હતી. આ આગમાં 13 જેટલા ગ્રામજનો દાઝ્યા છે. આગની ઘટનામાં દાઝેલા તમામને કાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 

પ્રાથમિક માહિતી અનુસાર, ડેસર તાલુકાના પીપલછટ ગામમાં ભારત ગેસ એજન્સીનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનની પાછળના ભઆગે ઘાસના પૂળામાં મોડી રાત્રે 10.30 કલાકે એકાએક આગ ફાટી નીકળી હતી. જોકે, આ આગ જોતજોતામાં ગોડાઉન સુધી પહોંચી હતી. આગમાં ગોડાઉનમાંના બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો. ભારત ગેસ એજન્સીમાં આગ લાગતા ગોડાઉનમાં અફરાતફરી મચી ગઇ હતી અને સ્થાનિક લોકોએ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. ગેસ ગોડાઉનમાં બોટલ ફાટતા આગ ઓલવવા ગયેલા 14 જેટલા સ્થાનિક નાગરિકો દાઝ્યા હતા. 

આ ઘટનામાં 14 સ્થાનિકો દાઝ્યા છે. જેમાં કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. એક ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news