ચાર-ચાર દિકરીની માતાએ મજબૂરીમાં ભર્યું આ પગલું, પરિવારજનોએ સાસુ-સસરા પર કર્યા આક્ષેપ

પોલીસ (police) સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાગમાં ગામે કપિલાબેન માળી ઉં. વ. 27  ને 11 વર્ષ પહેલાં ફુલહારથી લગ્ન કર્યા હતા. લગ્ન (Marriage) જીવન દરમિયાન પરણીતાને 4 દીકરીઓ છે.

ચાર-ચાર દિકરીની માતાએ મજબૂરીમાં ભર્યું આ પગલું, પરિવારજનોએ સાસુ-સસરા પર કર્યા આક્ષેપ

મિતેશ માળી, પાદરા: પાદરા (Padara) સાગમાં ગામની પરણીતા કપિલાબેન માળીએ બુધવાર બપોરે ગામ નજીક કેનાલમાં કૂદકો લગાવીને આપઘાત (Suicide) કરીને પોતાના જીવન ટૂંકાવ્યું હતું. જેમાં પરિણીતા કપિલાબેનના પીયેર પક્ષે કપિલાને મરવા મજબૂર કર્યા આક્ષેપો સાથે સાસુ અને પતિ વિરુદ્ધ પોલીસ (police) ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ (police) સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાગમાં ગામે કપિલાબેન માળી ઉં. વ. 27  ને 11 વર્ષ પહેલાં ફુલહારથી લગ્ન કર્યા હતા. લગ્ન (Marriage) જીવન દરમિયાન પરણીતાને 4 દીકરીઓ છે. ત્યારે પરણીતા કપિલાને સાસુ અને પતિ વારે ઘડીએ મેણા ટોના મારતા હતા. કે " તું એકલી દીકરીઓ જણે છે મારે દીકરો જોઈએ, મારે તું જોઈતી નથી, તું દવા પીને મરી કેમ જતી નથી. તેવા મેણા ટોના અવાર નવાર મારતા હતા. જેથી કંટાળીને પરિણીતાએ સાગમાં ગામની કેનાલ નજીક પાણીમાં પડી ને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. 

આપઘાત (Suicide) કરવા મજબૂર કરતા અને દુષ્ટ પ્રેરણા આપનાર સાસુ અને પતિ સામે પીયેર પક્ષે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતદેહને પાદરા સરકારી દવાખાને ખસેડીને પેનલ ડોકટરની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યાં પરણીતાની માતા પોતાની દીકરી ગુમવાતા ચોધેરા આંસુએ રડીને સસરીઓ સામે આક્ષેપો કર્યા હતા. પાદરા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news