અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ!! નિજ મંદિરથી ગબ્બર જવાનું ભાડું સાંભળીને ચોંકશો

માં અંબે જગત જનનીના ધામમાં હાલમાં ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરે દર્શન કરીને ગબ્બર પર્વત પર અચૂક જતા હોય છે.

અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ!! નિજ મંદિરથી ગબ્બર જવાનું ભાડું સાંભળીને ચોંકશો

GSRTC Bus Fare Increased In Ambaji :ઝી બ્યુરો/બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળાને લઈને અંબાજીથી ગબ્બર એસટી બસની સુવિધા ચાલુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે અંબાજીથી ગબ્બરના 20 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેને લઈને લઇ ઝી 24 કલાક દ્વારા જિલ્લા કલેકટર અને વહીવટદારને રજૂઆત કરવામાં આવી હતી. જેની અસર જોવા મળી છે  અને એસટી વિભાગે  ભાડાની રકમમાં ઘટાડો કર્યો.

માં અંબે જગત જનનીના ધામમાં હાલમાં ભાદરવી પૂનમનો મહા મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરે દર્શન કરીને ગબ્બર પર્વત પર અચૂક જતા હોય છે. ગબ્બર પર જવા માટે એસટી વિભાગ દ્વારા બસો મૂકવામાં આવી છે. આ મેનેજર એ બસમાં ભાડું  મેળાના પરિપત્ર પ્રમાણે સવાઘણું વસૂલવામાં આવતું હતું એટલે કે નવ રૂપિયાની જગ્યાએ  વીસ રૂપિયા વસૂલવામાં આવતા હતા.

ઝી 24 કલાક દ્વારા  જિલ્લા કલેકટરને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટરે એસટી વિભાગને ભાડું ઓછું કરવા માટે જણાવેલ હતું.ત્યારબાદ થી જ હવેથી  છ દિવસ સુધી 20ની જગ્યાએ 15 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. આ નિર્ણય આવતા એસટી મેનેજરે ઝી 24 કલાકનો આભાર માન્યો હતો. જૉકે આ સાથે 20 મીની બસ નિશુલ્ક સેવા સાથે મુકવામાં આવી છે. જે પાનસાથી અંબાજી અને ચીખલાથી અંબાજી સુધીના રૂટ પર st મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મફત એસટી બસ સેવા મળી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news