સરકારનાં એક પગલાને કારણે બચશે કરોડો રૂપિયા, વિશ્વને થશે ખુબ મોટો ફાયદો
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર : સમગ્ર દેશમાં સંસદીય કાર્યવાહી ડીજીટલ સ્વરૂપે થાય તે માટે કેન્દ્ર સરકાર અને લોકસભા સ્પીકરે તમામ રાજ્યોના સંસદીય વિભાગોને સૂચના આપી છે ત્યારે ગુજરાતમાં પણ ડીજીટલ ટેકનોલોજીનો વ્યાપ વધે તે માટે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અનોખી પહેલ કરી છે. જેના કારણે 10 ટન કાગળોનો જથ્થો બચાવ્યો છે. પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિગ સામે રક્ષણ માટે સતત આ પહેલ થતી રહી છે કે બિન જરૂરી કાગળોનો ઉપયોગ ઘટાડવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ વખતે વિધાનસભાના બજેટસત્ર પહેલા મળેલી કામકાજ સલાહકાર સમિતિમાં આ રજૂઆત કરી હતી.
ગાંધીનગર ફરી ફુંકાશે નવા આંદોલનનું બ્યુગલ, વિગતો જાણવા કરો ક્લિક
જેમાં તેમણે બંને પક્ષના નેતાઓને બિનજરૂરી કાગળનો ઉપયોગ ઘટાડવા માટે અપીલ કરી હતી. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના વર્ષ 2020-21 ના બજેટ દરમ્યાન એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. વિધાનસભાના અંદાજ પત્ર દિવસ દરમ્યાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સૂચના બાદ અંદાજે 10 ટન જેટલા કાગળોનો વપરાશ બચાવ્યો છે. વિધાનસભા અંદાજ પત્ર દિવસે વિધાનસભા અંદાજપત્ર પ્રવચનની નકલ સાથે સાથે અંદાજ સમિતિએ નક્કી કરેલા 44 પુસ્તકોના 250 સેટ આપવામાં આવે છે. જેમાં એક સેટમાં અંદાજે 10 હજાર કરતા વધુ પાના હોય છે, એટલે કે 250 સેટમાં કુલ 25 લાખ પાનાઓ હોય છે. બજેટ બાદ મોટાભાગના ધારાસભ્યો આ તમામ નકલો વાંચતા હોવું શક્ય નથી ત્યારે વિધાનસભા અધ્યક્ષે આ માટે સોફ્ટ/ડિજિટલ કોપી ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું અને તેનો અમલ પણ કરી બતાવ્યો.
વર્તમાન ડિજિટલ યુગમાં સોફ્ટ કોપી સ્વરૂપે જયારે મહૈતી એ ખુબ સરળતાથી આપી શકાય છે.ત્યારે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ 18 ફેબ્રુઆરી એ મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોને વિનંતી કરી હતીકે અંદાજ પત્રની હાર્ડ કોપીના સ્થાને ગૃહના તમામ 182 સભ્યો અને અધિકારીઓ ને સોફ્ટ કોપી આપવામાં આવે,જેમાં શાસક પક્ષે વિધાનસભાના અધ્યક્ષની આ વાતનો સ્વીકાર કરતા નાણાં વિભાગે વિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભા સચિવાલય ઉપયોગ માટે 250 ના સ્થાને 100 સેટ નું છાપકામ કરવામાં આવ્યું હતું,એટલે કે 150 સેટ ઓછા છાપી 15 લાખ કાગળોની બચત કરવામાં આવી છે. વિધાનસભા બજેટ સત્ર દરમ્યાન વિધાનસભા પ્રશ્નોત્તરી,વિધાનસભા બિલ,જાહેર નોટીસો,અને જુદી જુદી વૈધાનિક કાર્યવાહી પાછળ લાખો કરોડો રૂપિયા એ છાપકામ અને કાગળ પાછળ ખર્ચવામાં આવે છે. ત્યારે જો ડીઝીટલ ઇન્ડિયામાં ગુજરાત વિધાનસભાને જો ડીઝીટલ કરવામાં આવેતો લાખો રૂપિયાની બચતની સાથે સાથે પર્યાવરણ ની સુરક્ષામાં પણ પ્રજાના આ પ્રતિનિધિઓ એ મહત્વનુ યોગદાન આપી શકે તેમ છે.
વિધાનસભા અધ્યક્ષની આ અપીલ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગૃહનું સંચાલન ડિજિટલ થાય તે માટે તમામ ધારાસભ્યો માટે હાઇટેક ટેબલેટ આપવાની પણ તૈયારી દર્શાવી હતી જેથી કરીને ડિજિટલ ઇન્ડિયાની ઝુંબેશને વેગ આપી શકાય. જો કે વિપક્ષના ધારાસભ્યોએ ડિજિટલ/સોફ્ટ કોપીના બદલે બજેટની પ્રતો માટે પુસ્તકો જ માગ્યા હતા જેના કારણે શાસક પક્ષ સિવાયના ધારાસભ્યો માટે કોપીઓ છાપવામાં આવી હતી. સાથે જ અધ્યક્ષે તમામ લોકોને અપીલ કરી હતી કે બિનજરૂરી કાગળોનો ઉપયોગ ઘટાડીએ તો તમામ લોકોને લાભ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે