2025માં શનિ અને શુક્ર ગોચરથી આ જાતકોના સિતારા ચમકશે, મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Shani And Shukra Transit on 2025: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને શુક્રનું રાશિ પરિવર્તન કેટલાક જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ લોકોને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે.

શનિ-શુક્ર રાશિ પરિવર્તન

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2025માં ઘણા નાના-મોટા ગ્રહોની ચાલમાં પરિવર્તન થવાનું છે. જેમાં કર્મફળ દાતા શનિ દેવ અને ધન વૈભવના દાતા શુક્ર ગ્રહનું નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ મીન રાશિમાં પ્રવેશ કરવાના છે. સાથે શુક્ર ગ્રહ પણ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ કઈ રાશિઓ છે.  

મીન રાશિ

2/5
image

તમારા લોકો માટે શનિ અને શુક્ર ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી લગ્ન ભાવમાં સંચરણ કરશે. તો શુક્ર ગ્રહ પણ તમારી રાશિથી લગ્ન ભાવમાં સંચરણ કરી માલવ્ય રાજયોગ બનાવશે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારી આવકમાં વધારો થવાની સાથે આવકના સ્ત્રોત પણ ફિક્સ થશે. તમારી રહેણી-કરણીનું સ્તર ઊંચુ રહેશે. વ્યાપારિક યાત્રાઓ લાભદાયક રહેશે. પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

કુંભ રાશિ

3/5
image

શનિ અને શુક્રનું ગોચર કુંભ રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ધન ભાવમાં તો શુક્ર ગ્રહ તમારી રાશિથી બીજા ભાવમાં સંચરણ કરશે. આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. આ સમયે કામ-ધંધા અને નોકરીમાં શાનદાર લાભ થશે. આવકમાં વધારો થવાથી લાઇફસ્ટાઇલમાં ફેરફાર આવશે. નોકરીમાં સ્થિરતા વધશે. સાથે આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.   

મિથુન રાશિ

4/5
image

તમારા લોકો માટે શુક્ર અને શનિ દેવનું રાશિ પરિવર્તન ભાગ્યશાળી રહી શકે છે. કારણ કે શુક્ર દેવ અને શનિ તમારી રાશિના કર્મ ભાવ પર સંચરણ કરવાના છે. આ દરમિયાન કામ-ધંધામાં પ્રગતિ થશે. સાથે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે નોકરીમાં પ્રમોશન-ઈન્ક્રીમેન્ટનો યોગ બનશે. બોસ અને અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. નવા વ્યાપારિક સમજુતી થવાથી સંસ્થા અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ દરમિયાન પિતા સાથે તમારા સંબંધ મજબૂત થશે. આ દરમિયાન વેપારીઓને સારા ઓર્ડર મળશે જેનાથી લાભ થઈ શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.