બળદગાડામાં વેક્સીનેશન : વયોવૃદ્ધ માજીને વેક્સીન આપવા સ્ટાફ બહાર દોડી આવ્યો
Trending Photos
- શાંતાબેનને પગની તકલીફ હતી, તેઓ ચાલી શકે તેમ ન હતા. તેથી તેમના પરિવારના સદસ્યો તેમને વેક્સીન લેવા માટે બળદગાડામાં લઇ આવ્યા હતા
- હાજર રહેલા સ્ટાફના સભ્યો કુસુમબેન વાછાણી અને ઉમેશભાઈ દ્વારા તેમને બહાર ગાડામાં જ બેસાડીને વેક્સીન આપવામાં આવી હતી
નરેશ ભાલિયા/જેતપુર :ગુજરાતમા હવે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનનો પ્રારંભ કરાયો છે. જેમાં લોકોને પોતાના વાહનો પર બેસાડીને જ વેક્સીન આપવામાં આવે છે. ત્યારે જેતપુરમાં આ ડ્રાઈવમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. જેતપુરના મંડલીકપુરમાં બળદગાડામાં વેક્સીનેશન જોવા મળ્યુ હતું. જેતપુના 75 વર્ષના વૃદ્ધા ચાલી શકતા ન હોવાથી તેમના
પરિવારજનો તેમને બળદ ગાડામાં લઈ આવ્યા હતા. ત્યારે ડ્રાઈવ થ્રુ વેક્સીન (drive through vaccination) ની સાથે બળદગાડા થ્રુ વેક્સીનેશન પણ થાય છે તેવું જોવા મળ્યું.
ગુજરાતમાં હાલ ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન ચાલી રહ્યું છે. ત્યારે જરૂરી નથી કે, લોકો કાર કે ટુ વ્હીલર લઈને જ વેક્સીન લેવા આવી શકે છે. પોતાની સગવડતા મુજબ કોઈ પણ વાહનમાં લોકો વેક્સીન લેવા આવી શકે છે. ત્યારે ગુજરાતના નાના ગામડાઓમાં ક્યાંક બળદ ગાડા થ્રુ વેક્સીનેશન પણ જોવા મળે છે. મંડલીકપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં જે લોકોને વેક્સીનનોબીજો ડોઝ લેવાનો હોઈ તે લોકો માટે વેક્સીનની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ગામના એક વયોવૃધ્ધ માજી શાંતાબેનને બીજો વેક્સીનનો ડોઝ લેવાનો હતો.
આ પણ વાંચો : આને ગધેડા પર બેસાડીને ગામમાં ફેરવો, જેણે સાવરણાથી વૃદ્ધ માતાને માર્યું, video જોઈ તમારુ કાળજુ કંપી ઉઠશે
શાંતાબેનને પગની તકલીફ હતી, તેઓ ચાલી શકે તેમ ન હતા. તેથી તેમના પરિવારના સદસ્યો તેમને સરકારી સ્કુલમાં વેક્સીન લેવા માટે બળદગાડામાં લઇ આવ્યા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા સ્ટાફના સભ્યો કુસુમબેન વાછાણી અને ઉમેશભાઈ દ્વારા તેમને બહાર ગાડામાં જ બેસાડીને વેક્સીન આપવામાં આવી હતી અને પુરતો સહયોગ આપ્યો હતો. શાંતાબેનને પગની તકલીફ હોવાથી પણ તેમના ભત્રીજા બિપીનભાઈએ બળદ ગાડું લઈ અને વેક્સીન સેન્ટર પર લઈ જવાની વ્યવસ્થા કરાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે