રાજકોટઃ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોર્પોરેટર નીતિન રામાણી ભાજપમાં જોડાયા

નીતિન રામાણીએ રાજીનામું આપતા કોંગ્રેસ પર જુથવાદને લઈને આરોપ લગાવ્યો હતો. 
 

રાજકોટઃ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોર્પોરેટર નીતિન રામાણી ભાજપમાં જોડાયા

રાજકોટઃ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બાદ રાજીનામું આપનાર રાજકોટના કોર્પોરેટર નીતિન રામાણી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. નીતિન રામાણીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેઓ ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં નીતિન રામાણી માટે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભાજપના શહેર પ્રમુખે નીતિન રામાણીને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને આખરે નીતિન રામાણીએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. નીતિન પટેલના સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. 

ગઈકાલે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું
વોર્ડ નંબર 13ના કોંગ્રેસનાં કોર્પોરેટર નીતિન રામાણીએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. નીતિન રામાણીએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને તેનાંથી ત્રસ્ત થઇને રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી તેનાં પર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત રાજીનામુ આપવા દબાણ કરતા હોવાનું અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય હોવા છતાં તેનું નામ હટાવી દેવામાં આવતા રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news