LIVE: વાવાઝોડું Nisarga એ મારી એન્ટ્રી, રનાગિરી, અલીબાગમાં ભારે પવન સાથે હાઇ ટાઇડ

ચક્રવાત નિસર્ગના લીધે લગભગ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિમાનની ઉડાનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 11 વિમાનો ટેક ઓફ થશે અને 8ની લેડિંગ થશે.

LIVE: વાવાઝોડું Nisarga એ મારી એન્ટ્રી, રનાગિરી, અલીબાગમાં ભારે પવન સાથે હાઇ ટાઇડ

મુંબઇ:  મુંબઇમાં આવનાર ચક્રવાતી વાવાઝોડાનો ખતરો ઓછો થયો છે. વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણ તરફ જતું રહ્યું છે. તેનાથી મુંબઇમાં તેનો ખતરો ઓછો થયો છે. મુંબઇના વર્સોવા પર હાઇટ ટાઇડ અને ભારે પવનને જોતાં એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે. અહીં આસપાસ રહેનાર લોકોને બીએમસી અને એનડીઆર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 
  
વાવાઝોડું આજે બપોર સુધી મુંબઇના સમુદ્ર કિનારે ટકરાશે. વાવાઝોડું અત્યારે મુંબઇથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ દરમિયાન હાઇ ટાઇડની ચેતાવણી આપી છે. 6 ફૂટ ઉંચી લહેરો ઉઠી છે. હવાની ગતિ અત્યારે પણ 100 થી 110 કિલોમીટર છે અને આ 120 કિલોમીટર પ્રતિકલાક સુધીની છે. 

— ANI (@ANI) June 3, 2020

ચક્રવાત નિસર્ગના લીધે લગભગ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિમાનની ઉડાનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 11 વિમાનો ટેક ઓફ થશે અને 8ની લેડિંગ થશે. દરરોજ મુંબઇ એરપોર્ટ પરથી 50 વિમાન ઉડાન ભરે છે. 

મુંબઇ-થાણેમાં વરસાદ
ચક્રવાત નિસર્ગની અસર દેખાવવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇ-થાણેમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના અનુસાર સૌથી પહેલાં વાવાઝોડું અલીબાગમાં ટકરાશે. વાવાઝોડા નિસર્ગને જોતાં મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો ગોઠવી દેવામાં આવી છે. 

— ANI (@ANI) June 3, 2020

એનડીઆરએએફની ટીમોએ આજે સવારે કોલિવાડા અને અલીબાગના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસએન પ્રધાને જણાવ્યું કે વાવાઝોડું નિસર્ગના ખતરાને જોતાં લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ઘસેડવામાં આવ્યા હતા. મુંબઇમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બપોરે વાવાઝોડું નિસર્ગ મુંબઇ પહોંચશે.

— ANI (@ANI) June 3, 2020

NDRF teams conducted evacuation of population in very early morning hours of 03/06/2020 at Koliwada, Alibaug, Maharashtra: NDRF Director General SN Pradhan. #CycloneNisarga pic.twitter.com/nFF9VXC6VL

મુંબઇમાં બીચ પર કલમ 144 લાગૂ
એનડીઆરએફની 8 ટીમો મુંબઇ, 5 રાયગડ, પાલઘરમાં 2, થાણેમાં 2, રત્નાગિરીમાં 2 અને સિંધુ દુર્ગમાં ગોઠવવામાં આવી છે. બીએમસીએ હેલ્પલાઇન નંબર 1916 ઇશ્યૂ કર્યો છે. વાવાઝોડાને લીધે મુંબઇના તમામ બીચ પર કલમ 144 લાગૂ કરવામાં આવી છે. મુંબઇમાં લોકોને બીચ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. 

પીએમ મોદીએ મદદનો આપ્યો વિશ્વાસ
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચક્રવાતની સ્થિતિને જોતાં પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી હતી. વડાપ્રધાનમંત્રીએ બંને મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર દ્વારા દરેક સંભવ મદદનો વિશ્વાસ અપાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news