ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશે

Gujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે 

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશે

statue of unity : ફરવાના શોખીનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અદભૂત સ્વર્ગ બની રહ્યું છે. અહી આવીને તમે જેટલું ફરો એટલુ ઓછું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી વહેતી નર્મદા નદીમાં હવે ક્રુઝ ઉતારવાની તૈયારી ચાલી રહી છે. આ ક્રુઝ છેક મધ્ય પ્રદેશ સુધી જશે. હવો કેવડિયાથી મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ દોડાવવાનું આયોજન છે. આગામી દિવાળી સુધી આ ક્રુઝ સફળ રીતે નર્મદા નદીમાં તરતી થઈ જશે. 

ક્રુઝ 120 કિલોમીટરનું અંતર કાપશે
કેવડિયા ખાતે હવે ક્રુઝનું નવુ નજરાણું આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ ક્રુઝ છેક મધ્યપ્રદેશ સુધી જશે. આ ક્રુઝ કેવડિયાથી મધ્ય પ્રદેશ સુધીનું 120 કિલોમીટર સુધીનું અંતર કાપશે. કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ ૧૨૦ કિલોમીટરના રૃટ નક્કી કરવામાં આવ્યો છે અને કુક્ષીથી પ્રવાસીઓને રોડ માર્ગે ઓમકારેશ્વરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ વનનેસ સુધી લઈ જવામાં આવશે. 

રસ્તામાં માણવા મળશે અનોખો નજારો 
રસ્તામાં પ્રવાસીઓને મહેશ્વર, મંડલેશ્વર અને માંડુની મુલાકાત પણ કરાવવામાં આવશે. આ માટે મધ્યપ્રદેશમાં બે ચંદનખેડી-કુક્ષી અને સાકરજા-અલીરાજપુર ખાતે અને ગુજરાતમાં હાંફેશ્વર -છોટા ઉદેપુર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડિયા ખાતે જેટી સ્થાપવામાં આવશે.

એક જેટી મધ્ય પ્રદેશમાં, અને બીજી ગુજરાતમાં
આ ક્રુઝ માટે  મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડે, ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કોલકાતાથી મધ્યપ્રદેશના કુક્ષી માટે બે ફ્લોટિંગ જેટી (પોન્ટૂન) મોકલ્યા છે. આ પોન્ટૂનનો ક્રૂઝના ટર્મિનલ રૃપે ઉપયોગ થશે. મધ્યપ્રદેશ અને ગુજરાતને બે ફ્લોટિંગ જેટી અપાશે, જેમાંથી મધ્ય પ્રદેશને આ જેટી પહોંચાડવામાં આવી છે.

ક્રુઝ ટુરિઝમ માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. ક્રુઝમાં ૧૦૦ લોકો બેસી શકશે. જોકે, હજી માત્ર જાહેરાત જ કરવામાં આવી છે.  ક્રુઝને પહોંચતા લાગતો સમય, ટિકિટના દર અને સ્ટોપેજ વગેરેની તમામ માહિતી હજી નક્કી કરવાની બાકી છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા બાદ નક્કી થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news