29 જૂનથી ગુજરાતમાં દોડશે નવી ટ્રેન, અમદાવાદ અને રાજકોટને મળશે મોટો ફાયદો

શુક્રવારે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાશે

29 જૂનથી ગુજરાતમાં દોડશે નવી ટ્રેન, અમદાવાદ અને રાજકોટને મળશે મોટો ફાયદો

અમદાવાદ : હાલમાં ગુજરાતમાં નવી ટ્રેન દોડાવવાની વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી છે. શુક્રવારે એટલે કે 29 જૂને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાશે. મહામના એક્સપ્રેસ નામની  આ વીકલી ટ્રેન ઈન્દોર-અમદાવાદ-વેરાવળના રૂટ પર દોડશે. આ ટ્રેન દર મંગળવારે ઈન્દોરથી ઉપડશે અને બુધવારે વેરાવળ પહોંચશે અને તે જ ટ્રેન ગુરુવારે વેરાવળથી ઉપડી શુક્રવારે ઈન્દોર પહોંચશે. 

આ વીકલી ટ્રેન ગોધરા, અમદાવાદ, રાજકોટ સ્ટેશનની સાથે સાથે સુરેંદ્રનગર, વાંકાનેર, દેવાસ, ઉજ્જૈન અને રતલામમાં હોલ્ટ કરશે. આમ, રાજકોટ અને અમદાવાદને પણ ફાયદો થશે. આ વિકલી ટ્રેન મંગળવારે રાત્રે 10.25 વાગ્યે ટ્રેન ઈંદોરથી ઉપડશે અને બુધવારે સવારે 8.25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે વેરાવળથી સવારે 8.45 કલાકે ઉપડશે અને સાંજે 5.40 કલાકે અમદાવાદ પહોંચશે.

ગુરુવારે 6 વાગ્યે અમદાવાદથી ટ્રેન ઉપડશે અને શુક્રવારે સવારે 4.45 કલાકે ઈન્દોર પહોંચશે. ઈન્દોર-જૂનાગઢ પૂરી-ઈન્દોર અને ઈન્દોર-હૈદરાબાદ-ઈન્દોર હમસફર એક્સપપ્રેસ બાદ વધુ એક ટ્રેન સેવા ઈન્દોરથી શરૂ થશે. 16 કોચની આ ટ્રેનમાં 7 સ્લીપર કોચ, બે AC-III, એક AC-II અને 4 જનરલ કોટ અને બે સીટિંગ કમ લગેજ કોચ હશે.

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news