વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત

Car Driving Tips : ચોમાસાની સિઝનમાં વાહન ચલાવવું એ કોઈ ખતરો કે ખેલાડીથી કમ નથી. ત્યારે વરસાદમાં કાર ચલાવતી વખતે રાખો આ વાતનું ધ્યાન ! નહીં તો મુશ્કેલીમાં મુકાશો...

વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત

Car Driving Tips : સામાન્ય દિવસોમાં વાહન ચલાવવું અને ચોમાસામાં એટલેકે, વરસાદની સિઝનમાં વાહન ચલાવવું આ બન્નેમાં આસમાન જમીનનો ફરક છે. ખાસ કરીને અહીં વાત થઈ રહી છે કાર ડ્રાઈવિંગની. તમે ફોર વ્હિલર ચલાવી રહ્યાં હોવ તો વરસાદની સિઝનમાં તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એમાં સૌથી મહત્ત્વની બાબત તમારી કારની સ્પીડ પણ છે. વરસાદમાં તમારી કારની સ્પીડ કેટલી હોવી જોઈએ એ ન જાણતા હોવ તો જાણી લેજો. કારણકે, આ વસ્તુ કોઈ ડ્રાવિંગ સ્કૂલમાં પણ નહીં શિખવાડે...

વરસાદમાં પાણી ભરાઈ જાય ત્યારે ત્યાંથી બહાર નિકળવુ પણ મુશ્કેલ બની જાય પણ જે લોકો કાર ચલાવી ને જતા હોય તેમને ચોમાસા દરમિયાન ઘણું સાચવવું પડે ત્યારે ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં કાર ચલાવતી વખતે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને એ પણ જાણી લેજો કે કારની સ્પીડ કેટલી હોવી જોઈએ. વરસાદમાં કારની કેટલી સ્પીડ સૌથી સેફ ગણાય છે? કેટલી સ્પીડમાં હોય છે અકસ્માત થવાનો વધારે પડતો ચાન્સ? જાણવા જેવી છે આ વાત...

દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ગુજરાતમાં પણ હવે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. પહેલાં જ વરસાદમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ઠેરઠેર ભુવા પડવાનું શરૂ થઈ ગયું છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા પર વાહનો અટવાઈ રહ્યાં છે. ખાસ કરીને વરસાદમાં જલ્દી પહોંચવાની લ્હાયમાં કારની વધુ પડતી સ્પીડ અકસ્માતો સર્જી રહી છે. ત્યારે વરસાદમાં કારની સ્પીડ કેટલી હોવી જોઈએ, એ બાબત તમને કોઈ નહીં જણાવે. જોકે, એ વાત જાણવી ખુબ જરૂરી છે. તેથી અમે ટેકનીકલ એનાલિસ્ટ દ્વારા અપાયેલી માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. સાથે જ કારમાં બીજી શું તકેદારી રાખવી એ પણ જાણી લઈએ.

કારની સર્વિસ :
જો તમે ચોમાસા પહેલા તમારી કારની સર્વિસ કરાવી લો તો તમારે વરસાદ દરમિયાન બ્રેકડાઉનની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. ઓટો એક્સપર્ટનું કહેવું છે કે સામાન્ય દિવસોની સરખામણીએ વરસાદની સિઝનમાં વાહનમાં વધુ ખામી સર્જાય છે. જો તમે આ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખશો તો તમને વરસાદમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

લાઇટનો ઉપયોગ કરો:
ઘણીવાર ભારે વરસાદ દરમિયાન આપણે દૂરની વસ્તુઓ જોઈ શકતા નથી, આવી સ્થિતિમાં પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ. લાઇટને કારણે, તમારી કાર દૂરથી અન્ય લોકોને દેખાશે. જો તમારી કારમાં DRL (ડે ટાઇમ રનિંગ લાઇટ) હોય તો તમારે તેનો ઉપયોગ કરવો જ જોઇએ અને યાદ રાખો કે રાત્રે હાઇ બીમનો ઉપયોગ ન કરો.

વાઇપર્સ તપાસોઃ
જ્યારે વિન્ડશિલ્ડ વાઇપર્સ યોગ્ય રીતે કામ કરતા નથી ત્યારે વરસાદમાં ડ્રાઇવિંગ કરવું મુશ્કેલ બની શકે છે. તેથી, આજે જ તમારી કારના વાઇપર્સ તપાસો અને જો તે યોગ્ય રીતે કામ ન કરતા હોય, તો તેને તરત જ બદલી નાખો. ભારે વરસાદ દરમિયાન દૃશ્યતા નોંધપાત્ર રીતે ઘટી જાય છે, તેથી સલામત ડ્રાઇવિંગ માટે, વિન્ડશિલ્ડ વાઇપર્સ સારી કાર્યકારી સ્થિતિમાં હોવા મહત્વપૂર્ણ છે.

તમારી લેનમાં જ વાહન ચલાવો :
ઘણી વખત ઉતાવળમાં લોકો વાહનો બદલીને વાહન ચલાવે છે જે સદંતર ખોટું છે. વરસાદની મોસમમાં તમારી પોતાની લેનમાં વાહન ચલાવો, આમ કરવાથી તમે તમારી જાતને સુરક્ષિત રાખશો. જો કે ભારે વરસાદને કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી અને અકસ્માતનો ભોગ બને છે. તમે વરસાદમાં જેટલી સાવધાનીથી વાહન ચલાવશો તેટલો જ તમને ફાયદો થશે.

પાણીથી ભરેલા રસ્તાઓથી દૂર રહો :
ઉતાવળ હોય કે શોર્ટકટ, હંમેશા સાવચેત રહો અને પાણીથી ભરેલા અજાણ્યા રસ્તાઓથી દૂર રહો, યોગ્ય લાગે તેવા માર્ગ પર જાઓ. કારણ કે ઘણીવાર આપણે અજાણ્યા રસ્તાઓ પર ભરાયેલા પાણીનો અંદાજ લગાવી શકતા નથી અને અકસ્માતનો ભોગ બનીએ છીએ.

કારની સ્પીડ 20 કિમી પ્રતિ કલાક રાખો :
જો વરસાદ ખૂબ ભારે હોય તો તમારા વાહનની સ્પીડ માત્ર 20kmph રાખો કારણ કે આ સ્પીડથી વાહનને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય છે. વધુ ઝડપે વાહન ચલાવવાથી વાહન નિયંત્રણ બહાર જઈ શકે છે અને અકસ્માતનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી વરસાદમાં ઈમરજન્સી બ્રેક લગાવવાનું ટાળો. ડ્રાઈવિંગના નિષ્ણાત અને કારના ટેકનીકલ એક્સપર્ટ દ્વારા અપાયેલી જાણકારી અહીં શેર કરાઈ છે. એ મુજબ વરસાદી સિઝનમાં 20 કે 25 કિ.મી.થી વધારે સ્પીડ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. કારણકે, વરસાદમાં જલદી બ્રેક વાગતી નથી. ટાયર પણ સ્કીડ કરે છે. એવામાં વધુ પડતી સ્પીડ અકસ્માતને નોંતરું આપી શકે છે. વરસાદમાં વાહનની સ્પીડ જેવી 20 થી 25 ના કાંટાને પાર કરે એ જોખમ વધારતી જાય છે. તેથી બને તેટલી કાર ધીમે ચલાવવી જોઈએ અને લાઈટનો પણ ઉપયોગ કરવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news