જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો

Junagadh Flood : જૂનાગઢ જિલ્લામાં ફાટ્યું આભ... મોટાભાગની જગ્યાએ 10 ઈંચથી વધુ વરસાદ... વંથલીમાં 14, વિસાવદરમાં 13, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી

જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો

Junagadh Rain : સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદનું સંકટ છે. આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ભારે વરસાદ આવી પડશે. તો ભાવનગર, મોરબીમાં પણ ધોધમાર વરસશે. ત્યારે આ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના કેશોદમાં વાત કરીએ તો સૌથી વધઉ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. જૂનાગઢના ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી  8થી 10 ગામમાં ફરી વળ્યા છે. તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો  માણાવદરનું કોડવાવ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના રવની ગામમાં ભારે વરસાદના કારણે ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે. હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરી છે. 

જુનાગઢમાં મોડી સાંજે 6 થી સવાર ના 6 વાગ્યા સુધીનો ધોધમાર વરસાદના આંકડા 

  • જુનાગઢ રૂરલ  7 ઇંચ
  • વિસાવદર 9 ઇંચ
  • વંથલી.   8 ઇંચ
  • મેંદરડા. 2 ઇંચ
  • જૂનાગઢ 6 ઇંચ
  • માણાવદર 1.5 ઇંચ

ચાર જળાશય ઓવરફ્લો થયા
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પરથી સતત વરસાદના આંકડા મેળવી જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે. કાળવા વોકળાને ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેક્ટરનો દાવો છે.

જુનાગઢ શહેરમાં આજે સવારથી ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. કલાકના વિરામ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો છે. ફરી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે. 

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સાંજના સમયે ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. માળીયા હાટીનામાં સિઝનનો કુલ 241 મિમી વરસાદ નોંધાયો છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યુ છે. તો આંબેચા, વીરડી, વડાળા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 

જૂનાગઢમાં ભારે વરસાદ ની પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યા. જૂનાગઢની વચ્ચેથી નીકળતી કાળવા નદી ભયાનક સ્વરૂપમાં વહેતી જોવા મળી. ગત વર્ષની જેમ ફરી જુનાગઢનો વરસાદ હાહાકાર મચાવે તેવા તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મોડી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદે લોકોના શ્વાસ અદ્ઘર કરી દીધા છે. જોકે વહેલી સવારે રોકાયેલા વરસાદથી લોકોના જીવમાં જીવ આવ્યો છે. નહિ તો કુદરત શું દ્ર્શ્યો સર્જી દેત એની કલ્પના કરવી મુશ્કેલ હતી. હાલ સ્થિતિ સામાન્ય છે પરંતુ મોડી રાત તંત્ર પણ જાગતું રહ્યું અને લોકો પણ આભ ફાટયું હોય એમ વરસાદને જોઈ ભયભીત થતાં રહ્યાં. 

માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવામળી છે. માણાવદરનું પાજોદ ગામ પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદને પગલે પાજોદ ગામ બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીના પાણી ગામમાં ગોઠણ ડૂબ પાણી ફરી વળ્યાં છે. તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગામમાં સવારથી જ પાણી ભરાતાં લોકોને પડી ભારે હાલાકી પડી રહી છે. માણાવદ થી જતો સરાડીયા પોરબંદર હાઇવે બંધ જેવી સ્થિતિમાં ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતાં વાહનચાલકો મુસીબતમાં મૂકાયા છે. માણાવદરનાં પાજોદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news