વિશ્વના ખુણા ખૂંદતી મૂળ નવસારીની NRI દિકરી બે પુત્રો સાથે નીકળી પડકારજનક મિશન પર, જાણીને છાતી ફૂલાઈ જશે!

Azadi Ka Amrit Mahotsav: નવસારીના જલાલપોર તાલુકાના આટ ગામની દિકરી અને લંડનમાં સ્થાયી થયેલી સાહસી NRI ભારૂલતા કાંબલે કાર દ્વારા વિશ્વના અનેક દેશો ફરવાના કીર્તિમાન બનાવી ચુકી છે.

વિશ્વના ખુણા ખૂંદતી મૂળ નવસારીની NRI દિકરી બે પુત્રો સાથે નીકળી પડકારજનક મિશન પર, જાણીને છાતી ફૂલાઈ જશે!

ધવલ પરીખ/નવસારી: પોતાની કાર સાથે વિશ્વના ખુણા ખૂંદવા નીકળી પડતી મૂળ નવસારીની NRI દિકરી ભારૂલતા કાંબલે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે પોતાના બે દિકરાઓ સાથે કાર પ્રવાસ કરી ભારતની ચારેય દિશાઓના ચારેય ખૂણાઓ પર તિરંગો લહેરાવશે. સાથે જ પ્રાકૃતિક ખેતીના પ્રમોશન સાથે પ્રારંભિક સ્તરે કેન્સરને નાથી શકાયનો સંદેશ પણ ફેલાવશે.

નવસારીના જલાલપોર તાલુકાના આટ ગામની દિકરી અને લંડનમાં સ્થાયી થયેલી સાહસી NRI ભારૂલતા કાંબલે કાર દ્વારા વિશ્વના અનેક દેશો ફરવાના કીર્તિમાન બનાવી ચુકી છે. ત્યારે ફરી એકવાર પોતાના બે દિકરાઓ સાથે ભારતની આઝાદીના 75 માં વર્ષે જ્યારે દેશ આઝાદીના લાડવૈયાઓને યાદ કરી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.

આઝાદીમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે જ દેશના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી પહોંચી ભારતનો તિરંગો લહેરાવી ભારતીયોમાં દેશદાઝ જગાવશે. યાત્રા દરમિયાન ભારૂલતા કાંબલે અને એમના બંને દિકરાઓ કેન્સરને પ્રારંભિક સ્તરે ડામી શકે છે, સાથે જ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એવા સંદેશને પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. 

ભારૂલતા કાંબલે મિશન ભારત અંતર્ગત 65 હજાર કિમીનું અંતર 5 મહિનામાં બે ભાગમાં પૂર્ણ કરશે. ભરૂલતા કાંબલેની મિશન ભારત કાર યાત્રાને ભારત સરકારના સામાજિક ન્યાય વિભાગના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news