‘3 Idiots’ના રેન્ચોને પાછળ પાડે તેવું છે નવસારીના યુવકનું ટેલેન્ટ, બનાવી સસ્તી E-bike

અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારી (Navsari) ના યુવાને પોતાની મિકેનિક સ્કીલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક બાઇક (E-bike) બનાવી છે, જે લોકોને ઘણી પસંદ પડી રહી છે. અને હવે તો આ યુવકને નવી બાઈક બનાવવા માટે ઓર્ડર પણ મળી રહ્યાં છે. 

‘3 Idiots’ના રેન્ચોને પાછળ પાડે તેવું છે નવસારીના યુવકનું ટેલેન્ટ, બનાવી સસ્તી E-bike

સ્નેહલ પટેલ/નવસારી :અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારી (Navsari) ના યુવાને પોતાની મિકેનિક સ્કીલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક બાઇક (E-bike) બનાવી છે, જે લોકોને ઘણી પસંદ પડી રહી છે. અને હવે તો આ યુવકને નવી બાઈક બનાવવા માટે ઓર્ડર પણ મળી રહ્યાં છે. 

16 વર્ષની સગીરાને વેચીને બાળ લગ્ન કરાવવાના મુદ્દે પિતા-પતિ-દલાલ સામે ગુનો નોંધાયો

નવસારીના દરગાહ રોડ ખાતે રહેતા હમજા કાગદી પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ધોરણ 8 સુધી જ ભણી શક્યો અને અભ્યાસ છોડી ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરીને પરિવારને મદદરૂપ થવા લાગ્યો હતો. ઓટોમોબાઈલના ફિલ્ડમાં રૂચિ વધતાં હમજા એક કુશળ મિકેનિક બન્યો. વર્ષોની મહેનત અને અનુભવને એક કરીને હમજાએ પોતાની ડિઝાઇનની ઈ-બાઇક બનાવવાનો વિચાર કર્યો.

જેના માટે હમજાએ ઈ-બાઇકની બારીકી સમજ્યા બાદ બાઈક્સના તેમજ અન્ય કાટમાળ લાવીને તેમાથી પોતાની ડિઝાઇન બનાવી અને તેને આધારે ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કરી. 6 કલાકના ચર્જિંગ બાદ 60 કિલોમીટર ચાલતી હમજાની આ ઈ-બાઇકને જોઈ લોકો આકર્ષિત થઈ રહ્યા છે. લોકો હમજાને તેની બાઇક વિષેની માહિતી પૂછી રહ્યા છે સાથે જ તેમના માટે પણ નવી ડિઝાઇનમાં ઈ-બાઈક બનાવવા માટે ઓર્ડર પણ આપી રહ્યા છે. હમજાની કૌશલ્યને લોકોનો સાથ મળ્યો છે અને આજે 5 ઈ-બાઇક બનાવવાના હમજાને ઓર્ડર પણ મળ્યા છે.

https://lh3.googleusercontent.com/-uJMtZwQbYr4/XakyGZOS8WI/AAAAAAAAJhU/9YL5KJPyXTYuPVvnbxpN7fZVC7O3VnaIgCK8BGAsYHg/s0/bhangar_bike_Navsari2_Zee.JPG

હમજાએ પોતાની મિકેનિકલ સ્કીલનો ઉપયોગ કરીને બનાવેલી ઈ-બાઇક નવસારીના લોકોમાં આકર્ષણ જગાવી રહી છે. પ્રદૂષણ ઓકતા વાહનો અને ટ્રાફિકના આકરા નિયમોથી બચવા માટે ઈ-બાઇક મહત્વની સાબિત થઈ શકે છે. કારણ કે પેટ્રોલથી ચાલતા બાઇક કે મોપેડ કરતાં ઈ-બાઇક સસ્તી પણ છે અને ટ્રાફિકના નિયમો પણ તેને લાગુ પડતાં નથી. સાથે જ પ્રતિ કલાકે 40 કિમીની જ સ્પીડ હોવાથી અકસ્માત થવાનો પણ ભય નથી રહેતો. જેથી વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે આ ઈ-બાઇક ઘણી સારી સાબિત થઈ શકે છે. બાઈકના કાટમાળથી બનાવેલી આ ઈ-બાઇક 30 થી 35 હજારમાં તૈયાર થઈ છે. જેથી પણ લોકો ઈ-બાઇક લેવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. આગાળ જતાં હમઝાને વધુ ઓર્ડર મળે એવી આશા બંધાઈ છે.

નવસારી જેવા નાના શહેરમાં ઓટોમોબાઈલ વિશેનો અભ્યાસ કર્યા વિના પોતાના અનુભવે ઈ-બાઇક બનાવી હમઝાએ ડિગ્રી નહીં પણ કાબેલિયત હોવી જરૂરી હોવાનું સાબિત કર્યું છે. હમઝાનો એક વિચાર અને પોતાની બુદ્ધિ ક્ષમતાથી બનાવેલી ઈ-બાઇક સસ્તી, નિયમોથી પર અને પ્રદૂષણ ન ફેલાવતી હોવાથી આજે લોકો પસંદ કરી રહ્યા છે અને પોતાના માટે ઓર્ડર પણ કરી રહ્યા છે, જે હમઝાની સફળતાને ઉજાગર કરે છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news