Airtel યૂજર્સ માટે ખુશખબરી, ટૂંક સમયમાં મળશે 5G ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ

Airtel ના ચીફ ટેક્નોલોજી ઓફિસરે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી ડેટા ખપત કરનાર બજાર તરીકે વિકસ્યું છે. યૂજર્સના દિવસ ને દિવસે વધતા જતા ડેટા ડિમાન્ડને પુરી કરવા માટે અમે નવી ટેક્નોલોજીને અપનાવ્યું છે

Airtel યૂજર્સ માટે ખુશખબરી, ટૂંક સમયમાં મળશે 5G ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ

નવી દિલ્હી: ટેલિકોમ કંપની ભારતી Airtel એ સ્વીડિશ ટેલિકોમ સોલ્યૂશન પ્રોવાઇડર Ericsson સાથે 5G નેટવર્ક માટે કરાર કર્યો છે. સ્વીડિશ કંપનીએ એરટેલ સાથે 5G માટે ડીલમાં 5G રેડી ક્લાઉદ પેકેટ કોર નેટવર્ક ડિપ્લોયમેંટ માટે કરાર કર્યો છે. Airtel અને Ericsson મળીને ભારતમાં 5G ના ઇવોલ્યૂશન સુધી કંપનીએ નેટવર્કને બૂસ્ટ કરવાનું કામ કરશે. નેટવર્ક ડિપ્લોયમેન્ટ બાદ એરટેલનું નેટવર્ક પણ યૂરોપીયન ટેલિકોમ સ્ટાડર્ડની માફક જ vEPG (Virtual Evolved Packet Gateway) ની માફક થઇ જશે. Ericsson ના આ નેટવર્ક ટેક્નોલોજીને ડિપ્લોયમેન્ટ બાદ એરટેલ નેટવર્ક પહેલાંથી સારું થઇ જશે અને યૂજર્સને ઇંપ્રૂવ્ડ હાઇ-સ્પીડ ડેટા પુરો પાડવામાં આવશે.

Airtel ના ચીફ ટેક્નોલોજી ઓફિસરે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી ડેટા ખપત કરનાર બજાર તરીકે વિકસ્યું છે. યૂજર્સના દિવસ ને દિવસે વધતા જતા ડેટા ડિમાન્ડને પુરી કરવા માટે અમે નવી ટેક્નોલોજીને અપનાવ્યું છે. અમે અમારા યૂઝર્સને સારો ડેટા એક્સપીરિયન્સ માટે ઇનોવેટિવ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. Ericsson જુના નેટવર્કના પાર્ટનર છે. આ નવા ડેવલોપમેન્ટ બાદ અમારા નેટવર્ક પેકેટ કોર ડેટા ઇંપ્રૂવ થઇ જશે, જેના લીધે ડેટા કેપેસિટી વધી જશે. આ એઝ  (EDGE) ક્લાઉટ નેટવર્ક રેડી છે, જેના લીધે ડેટા પેકેટની સ્પીડ વધી જશે.  

Ericsson યૂરોપીય દેશોમાં વર્ચુઅલ ઇવોલ્વ્ડ પેકેટ ગેટવે સોલ્યૂશન પ્રોવાઇડ કરી રહ્યા છે, જોકે યૂરોપીય ટેલિકોમ્યુનિકેશન સ્ટાડર્ડને ફોલો કરે છે. આ સોલ્યૂશન એઝ કમ્પ્યુટિંગ અને કંટેનર મેનેજમેંટ કેપેબિલિટસથી સજ્જ છે જે મોબાઇલ બ્રોડબેન્ડૅને ઓપ્ટિમાઇઝ કરીને એડવાસ્ટ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સર્વિસ પુરી પાડે છે. તમને જણાવી દઇએ કે Airtel 2017 થી MIMO (મલ્ટીપલ ઇનપુટ મલ્ટીપલ આઉટપુટ) નેટવર્ક સોલ્યુશન પોતાના યૂઝર્સને પુરી પાડે છે. કંપનીએ તેને સૌથી પહેલાં બેંગ્લોરમાં ટેસ્ટ કર્યું. પછી આ ટેક્નોલોજીને અન્ય ટેલિકોમ સર્કલ માટે પણ રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. MIMO ને પ્રી-5G નેટવર્ક સોલ્યુશન અથવા પછી 4.5G પણ કહેવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news