ગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવી

Gujarat Rains : છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસ્યો વરસાદ...સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ...જ્યારે સુબીર અને નવસારીમાં સવા 6 ઈંચ વરસાદ...ઉચ્છલમાં 6 ઈંચ, મહુવા સવા 5 ઈંચ, જલાલપોર અને ગણદેવીમાં 5-5 ઈંચ, વાલોદમાં સવા 4 ઈંચ, સોનગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો.. રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ વરસ્યો

ગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવી

Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૬ ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૫ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી જિલ્લાના  ગણદેવી તાલુકામાં ૪ ઇંચ અને તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.         

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર, દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૬ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૯ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૩ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત સોનગઢ, વ્યારા, વાસંદા, વઘઈ, ડાંગ- આહવા, ધરમપુર મળીને કુલ છ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડા, ઝાલોદ,  ચિખલી, ખેરગામ, વલસાડ મળીને કુલ પાંચ તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપી, પારડી, દાહોદ, લીમખેડા, જેતપુર પાવી, અને ફતેહપુરા મળીને કુલ છ તાલુકામાં એક –એક ઇંચ વરસાદ વરસ્યો છે.                  
    

પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું   
નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને પૂર્ણભયજનક સપાટીથી ઉપર 30 ફૂટે વહેતી થતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેડથી ગળા સુધીના પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે. સાથે જ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પોતાના ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે. દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને માલ સામાન પલળવા સાથે જ નુકસાની વેચવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિમાં ઘણા ઢોર પણ પાણીમાં ફસાયા હતા, જેઓને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ થયો છે. કેટલાક લોકો આ વિકટ પરિસ્થિતિમાં પણ સેલ્ફી લઈને મજા માણી રહ્યા છે. પરંતુ આજે સ્થિતિ છે એમાં જાનહાની ન થાય એ માટે તંત્ર સતત પ્રયાસરત છે. લોકોને પાણીમાંથી બહાર પાડવામાં આવી રહ્યા છે અને લોકોને જરૂરી પાણી ભોજન સહિતની મદદ મળી શકે એવા પ્રયાસો પણ તંત્ર દ્વારા થઈ રહ્યા છે.

પુર્ણા નદી ગમે ત્યારે છલકાશે
મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉદભવી છે. મહુવાના સાત ગામોમાં પાણી ભરાયા છે, આ કારણે તાલુકાના પાંચ રસ્તાઓ બંધ કરાયા છે. મામલતદાર અને પોલીસ સહીત વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. મહુવાથી ઓડચ થઇ અનાવલ નવસારી જતો સ્ટેટ હાઈવે પણ બંધ કરાયો છે. હાઈવે બંધ હાઈવે બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે. લોકોને અનાવલથી મહુવા આવવા માટે મોટો ચકરવો ફરવાની નોબત આવી છે. હાલ પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહી રહી છે. અત્યાર સુધી 80થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news