નવસારી: સ્વતંત્રતા સંગ્રામમાં સજા ભોગવનાર 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીનું સન્માન

9  ઓગ્ટનાં દિવસે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિત્તે સ્વતંત્રય સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ભારતે સરકારે સ્વતંત્રતા સેનાનીઓને પોતાનાં ઘરે સન્માન કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના સ્વતંત્રતા સંગ્રામમાં 16 માસની સજા ભોગવનાર 96 વર્ષીય દિનકર દેસાઇનું સન્માન કરવામાં આવ્યું છે.
નવસારી: સ્વતંત્રતા સંગ્રામમાં સજા ભોગવનાર 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીનું સન્માન

નવસારી : 9  ઓગ્ટનાં દિવસે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિત્તે સ્વતંત્રય સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ભારતે સરકારે સ્વતંત્રતા સેનાનીઓને પોતાનાં ઘરે સન્માન કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના સ્વતંત્રતા સંગ્રામમાં 16 માસની સજા ભોગવનાર 96 વર્ષીય દિનકર દેસાઇનું સન્માન કરવામાં આવ્યું છે.

1947ના વર્ષે 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રીએ આપણો દેશ આઝાદ થયો. આ આઝાદી આપણા પૂર્વજો અને સન્માનનીય સ્વતંત્રતા સેનાઓનાં વર્ષોના ત્યાગ અને વીરતાનું પરિણામ હતી. સ્વતંત્રતા સંગ્રામમાં સંઘર્ષ કરનાર સૌવીર અને વીરાંગનાઓ, અસાધારણ સાહસ અને દુરંદેશી ધરાવતા હતા. 9ઓગસ્ટના દિવસે સરકાર દ્વારા દેશના સ્વતંત્રતા સેનાનીઓનું દિલ્હી ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યા છે. જો કે કોરોના મહામારીના પગલે સરકારે સ્વતંત્રતા સેનાનીઓને પોતાનાં ઘરોમાં સન્માન કરવાના મહત્વના નિર્ણયના પગલે નવસારીના સ્વતંત્ર સેનાનીઓે પોતાનાં ઘરોમાં સન્માન કરવાનો મહત્વના નિર્ણયના પગલે નવસારીના સ્વતંત્રતા સેનાની દિનકરદેસાઇના નિવાસ સ્થાને સરકારનાં પ્રતિનિધિ તરીકે નવસારીના પ્રાંત અધિારી તુષાર જાનીના હસ્તે દિનકરભાઇ દેસાઇનું શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું છે. 

નવસારીના દિનકરભાઇ દેસાઇ 18 વર્ષની ઉંમરે 1942માં અંગ્રેજો ભારતછોડો સ્વતંત્રતાની લડતમાં 16 માસની સજા ભોગવી છે. 16 વર્ષની ઉંમરે ગાંધીજીના સાદાઇના સિદ્ધાંતો સ્વીકારી આજીવન ખાદીના વસ્ત્રોનો સ્વીકાર કર્યો. યુવાનીમાં હાથથી કાંતેલી ખાદીમાંથી માત્ર 3 જોડી કપડાથી ઘણા વર્ષો માત્રને માત્ર સફેદ ખાદી પહેરી. સાથે સાથે હીરા અને સોનાના ઘરેણાનો પણ ત્યાગ કર્યો હતો. 1962 ચીની આક્રમણ વખતે સોનાની છેલ્લી સૈનિક ફાળામાં અર્પણ કરી. જુના સુરત જિલ્લો જેમાં હાલના સુરત, વલસાડ, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. તેમાં હળપતિ સમાજના રોજી-રોટી, વસવાટ, શિક્ષણનું કામ હળપતિ સેવા સંઘ મારફત કર્યું છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓની 11 આશ્રમ શાળા અને 16 હાઇસ્કુલ અનેક ગામોના ગરીબ-હળપતિ આવાસો આજે પણ સેવાની સાક્ષી પુરે છે. 3 ટર્મ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્ય કરી હાલ 96 વર્ષે નિવૃત જીવન વિતાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news