એક સમયે જામનગરના બેડી બંદરનો સુવર્ણ કાળ હતો, હવે વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે

national maritime day : જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. જોકે રાજકીય ઇચ્છાશક્તિના અભાવે જામનગરના મોટાભાગના બંદરો હાલ વિકાસને બદલે વિનાશ થતો જોવા મળી રહ્યો છે

એક સમયે જામનગરના બેડી બંદરનો સુવર્ણ કાળ હતો, હવે વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે

મુસ્તાક દલ/જામનગર :ગઈકાલે રાષ્ટ્રીય વહાણવટા દિન (National Maritime Day 2022) હતો. આ દિવસે ગુજરાતના વિવિધ બંદરની કચેરીએ સવારે દસ વાગ્યે મેરીટાઈમ બોર્ડ સલામી સાથે ધ્વજ દ્વારા ફરકાવવામાં આવે છે. આજથી 103 વર્ષ પહેલા 5 મી એપ્રિલે સમા સિંધીયા સ્ટીમ નેવિગેશનનું પ્રથમ જહાજ બ્રિટીશર એમ.એસ.લોયસ્ટીએ લંડન જવા પ્રયાણ કરાવ્યું હતું, ત્યારથી મુંબઈથી ભારતીય વહાણવટા વિકાસનો યુગનો પ્રારંભ થયો હતો. દરિયાઈ સાહસિક ખેડૂતોને પ્રોત્સાહિત કરવા 5 મી એપ્રિલ 1994 થી સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. જોકે રાજકીય ઇચ્છાશક્તિના અભાવે જામનગરના મોટાભાગના બંદરો હાલ વિકાસને બદલે વિનાશ થતો જોવા મળી રહ્યો છે. સિક્કા સલાયા બેડી બંદર સંચાણા સહિતના બંદરો પર માછીમારો બેરોજગાર થતા જોવા મળી રહ્યા છે. કારણકે માછીમારોને યોગ્ય પ્રોત્સાહન રાજ્ય સરકાર આપ્યું નથી. તો બંદરોનો વિકાસ કરવામાં ન આવતા ક્યાંકને ક્યાંક માછીમારી કરી રહેલા માછીમારો અન્ય ધંધા તરફ વળ્યા છે.

એક સમયે જામનગરના બેડી બંદરનો સુવર્ણ કાળ હતો. અહીં વિદેશથી મરી મસાલા તેમજ ખજુર ખારેક મોટા પ્રમાણમાં શીપ મારફતે લઈ જવામાં આવતી હતી. જોકે હાલ માત્ર કોલસાની આયાત નિકાસ બંદર મારફતે કરવામાં આવી રહી છે. જામનગરના બેડી બંદરના ૩૦૦ જેટલી બોટના રજિસ્ટ્રેશન એસોસિએશનમાં થયું છે. 1800 થી વધુ કુટુંબો માછીમારોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે માછીમારો અને યોગ્ય પ્રોત્સાહન ન મળતાં આ માછીમારો બેરોજગાર બન્યા છે.

એ સમયે લોકો દરિયાઈ મુસાફરી કરતા હતા. એક જમાને સૌરાષ્ટ્રના બંદરોનો સુવર્ણયુગ સઢવાળા વહાણોનો ભારે દબદબો હતો. ગાંધીજીએ પણ આફ્રિકા જવા દરિયાઈ મુસાફરી કરી હતી. વેરાવળ અને જામનગરથી કરાંચી સુધી દરિયાઈ માર્ગે વહાણોમાં બેસીને લોકો મુસાફરી કરતા હતા. સઢવાળા વહાણોનો દબદબો હતો. દરિયાઈ પરિવહન અને ટ્રાન્સપોર્ટેશન શરૂ થયુ તેમાં અડધો ફાળો વેરાવળ-જામનગરથી કરાંચી સુધી ગુજરાતના ઔદ્યોગિક સાહસિકોનો હતો. ટનની આયાત નિકાસ થઈ હતી. ધમધમતા વેરાવળ બંદરેથી અગાઉ ૧૯૯૭ માં ૩૧૨૭૩ ટન માલની આયાત નિકાસ નોંધાઈ હતી. એ પછી વેપાર દિનપ્રતિદિન ઘસાતો જ ગયો હતો. ૨૦૦૩માં ફકત ૪૧૪૨૦ ટનનો જ વેપાર થયો હતો. છેલ્લે ૨૦૦૩ માં અહી છેલ્લી વિદેશી સ્ટીમર આવી હતી. ત્યાર પછી કોઈ જ વાહણ કે વ્યાપારી સ્ટીમર આવી નથી. 

આ પણ વાંચો : આ ‘બા’ બહુ જોરદાર છે... ઢળતી ઉંમરે કક્કો-બારાખડી શીખીને પ્રભુ નામ જપવાનુ શરૂ કર્યું

અહીંના સ્થાનિક વડીલો કહે છે કે આઝાદી પહેલા પણ પ૦ ટનથી ૧૫૦ ટનના વાર્ષિક સરદાર ચોક ૩૫૦ ટનના વહાણોની મોટી આવનજાવન રહેતી હતી. ૧૯૫૦ના દાયકામાં ખોળ, ખેંચી જવા સિંગદાણા, કપાસ, ચોખા, તેલ વગેરે વસ્તુની વેરાવળ તેલિબિયાં, તલ  અને અન્ય બંદરેથી ગલ્ફ અને યુરોપિય દેશોમાં નિકાસ થતી હતી. તેમજ ૧૯૬૦ થી ઇંગ્લેન્ડ, રશિયા વગેરે દેશા સાથે ખોળનો આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. આ ઉપરાંત આંતરિક દરિયાઈ પરિવહન સમગ્ર દેશના બંદરો થતી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news