લાજપોર જેલમાં ઘાસ કાપવાનું કામ કરશે નારાયણ સાંઇ, 3 મહિના એક રૂપિયો પણ નહીં મળે

સાધિકા પર દુષ્કર્મ આચરનાર નારાયણ સાંઇ હવે લાજપોર જેલમા ઘાસ કાપશે. ત્રણ મહિના સુધી તેમને એક પણ રુપિયાનું વળતર ચુકવવામાં નહીં. ત્યારબાદ બાદ દૈનિક રૂ. 70 તેમને ચુકવવામાં આવશે.

લાજપોર જેલમાં  ઘાસ કાપવાનું કામ કરશે નારાયણ સાંઇ, 3 મહિના એક રૂપિયો પણ નહીં મળે

ચેતન પટેલ, સુરત: સાધિકા પર દુષ્કર્મ આચરનાર નારાયણ સાંઇ હવે લાજપોર જેલમા ઘાસ કાપશે. ત્રણ મહિના સુધી તેમને એક પણ રુપિયાનું વળતર ચુકવવામાં નહીં. ત્યારબાદ બાદ દૈનિક રૂ. 70 તેમને ચુકવવામાં આવશે.

ધર્મની આડમા પાંખડલીલા આચરનારા નારાયણ સાંઇને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. લાજપોર જેલમા બંધ સાંઇને જેલમાં કામગીરી સોપવામાં આવી છે. જેલ પ્રશાસને કેદી નંબર 1750 નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોપ્યુ હતું. પ્રાયોગિક ધોરણે આ કામગીરી સોપાઇ હોઈ, કાચો ચહેરો હોવાથી તેને ત્રણ મહિના એક પણ રૂપિયો મહેનતાણું મળશે નહીં. ત્યારબાદ દૈનિક 70 રૂપિયા ચુકવવામાં આવશે. 

જુઓ LIVE TV

આશ્રમમાં સેવાના ભાગરુપે બાગ બગીચાની સાફ સફાઇ કરાવતો નારાયણ હવે પોતે જેલના બગીચામા ત્રણ મહિના સુધી  સરકારી સેવાના ભાગરુપે ઘાસ કાપશે. આ ઉપરાત નારાયણ સાંઇના અન્ય સાગરિતો કૌશલ, ધર્મિષ્ઠા, ગંગા, જમુનાને હજી સુધી કોઇ પણ પ્રકારનું કામ ફાળવવામા આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news