Gujarat News: 8 વર્ષ જૂના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી પતાવી દીધો

છોટા ઉદેપુર જિલ્લામાંથી હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ તેના નવા પ્રેમી સાથે મળીને તેના 8 વર્ષ જૂના પ્રેમીની હત્યા કરી નાખી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ કાવતરા હેઠળ આ હત્યા કરવામાં આવી હતી. યુવતીને આ ઈનકાર ઝેર જેવો લાગ્યો હતો. જેના બદલા માટે તેને નવા પ્રેમીનો સહારો લીધો હતો. 

Gujarat News: 8 વર્ષ જૂના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી પતાવી દીધો

છોટાઉદેપુરઃ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી એક લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકની હત્યા કર્યા બાદ લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મૃતક યુવકની ઓળખ ડુમાલી ગામના રહેવાસી નિલેશ ઈશાક તરીકે થઈ હતી.

નિલેશ ઈશાક (27)ના ભાઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસને ખબર પડી કે નિલેશનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ પછી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે નજીકના ગામના રહેવાસી શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની અને જયા રાઠવા તેને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

નવા પ્રેમીનો સાથ લઈ જૂના પ્રેમીની હત્યા
પીડિતાના પરિવારના નિવેદનના આધારે પોલીસે જયા રાઠવા અને અપ્પુ સોનીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. શરૂઆતમાં બંને અચકાતા રહ્યા. પરંતુ કડક પૂછપરછ દરમિયાન બંને ભાંગી પડ્યા હતા અને હત્યાની કબૂલાત કરી હતી. જયા રાઠવાએ પોલીસને જણાવ્યું કે તે નીલેશ સાથે 8 વર્ષથી રિલેશનશિપમાં હતી. પરંતુ નિલેશ લગ્ન માટે વિલંબ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની સાથે થઈ અને બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. પછી બંનેએ નિલેશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો.

કારના સીટ બેલ્ટ વડે નિલેશનું ગળું દબાવવામાં આવ્યું હતું
જયાએ પોલીસને જણાવ્યું કે પ્લાનના ભાગરૂપે તેણે નિલેશને મળવા બોલાવ્યો અને કારમાં બેસી તેની સાથે વાત કરવા લાગી. તક જોઈને અપ્પુ સોની અને તેણે કારના સીટ બેલ્ટ વડે તેનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ લાશને પાવીજેતપુર નજીક રાયપુર કેનાલમાં ફેંકી દીધી હતી. જે બાદ તે મુંબઈ ભાગી ગયો હતો. પરંતુ થોડા દિવસોમાં જ પોલીસે હત્યાનો પર્દાફાશ કરતાં આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 
આ અંગે વધુ વિગતો આપતાં તપાસ અધિકારી વી.એસ.જીવીએ જણાવ્યું હતું કે બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. નિલેશ પહેલેથી જ પરિણીત હતો અને જયાના નવો પ્રેમી અપ્પુ સોની પણ પરિણીત છે. જયા નિલેશ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ નિલેશ આ માટે તૈયાર ન હતો. જે બાદ જયાએ તેના નવા પ્રેમી સાથે મળીને નિલેશની હત્યા કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news